દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 17 જુલાઈએ તેના Q1 પરિણામો જાહેર કરશે. આ સાથે જિયો ફાઇનાન્સિયલના રિઝલ્ટ અને જિયો પ્લેટફોર્મ્સના 37,700 કરોડના દેશના સૌથી મોટા IPO ની લેટેસ્ટ અપડેટ અહીં વાંચો.
રિલાયન્સ પહેલા તેની ફાયનાન્સ કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા 16 જુલાઈએ રજૂ કરશે.
Reliance Q1 Results: શેરબજારમાં રોકાણકારોની નજર આગામી સપ્તાહ પર ટકેલી છે, કારણ કે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના નાણાકીય પરિણામો જાહેર કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ 17 જુલાઈએ મળવાની છે. આ બેઠકમાં એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવશે અને મીટિંગ પૂરી થયા બાદ તરત જ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
કોના કોના આવશે આંકડા?
17 જુલાઈએ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં, પરંતુ તેની પેટાકંપનીઓ જેવી કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે. નોંધનીય છે કે, 17.71 લાખ કરોડ રૂપિયા (17,71,206.33 કરોડ રૂપિયા) ના માર્કેટ કેપ સાથે રિલાયન્સ અત્યારે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.
ગયા ક્વાર્ટરમાં કેવું રહ્યું હતું કંપનીનું પ્રદર્શન?
અગાઉના જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં વાર્ષિક ધોરણે 12.9 ટકાનો વધારો થયો હતો અને કુલ આવક 2,98,621 કરોડ રૂપિયા રહી હતી. જોકે, આ દરમિયાન કંપનીના ચોખ્ખા નફામાં 12.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને નફો 16,971 કરોડ રૂપિયા રહ્યો હતો.
Jio Financial Services ના પરિણામ 16 જુલાઈએ
રિલાયન્સ પહેલા તેની ફાયનાન્સ કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા 16 જુલાઈએ રજૂ કરશે. અગાઉ જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 14 ટકા ઘટીને 272 કરોડ રૂપિયા રહ્યો હતો, જે એક વર્ષ પહેલા 316 કરોડ રૂપિયા હતો. જોકે, કંપનીની આવકમાં 106 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. માર્ચ 2025 માં 493 કરોડ રૂપિયાની આવક સામે માર્ચ 2026 માં આવક વધીને 1019 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
શેરબજારમાં કેવો છે કંપનીઓના શેરનો હાલ?
રિલાયન્સ: શુક્રવાર, 10 જુલાઈએ BSE પર રિલાયન્સનો શેર 1308.85 રૂપિયાના ભાવે બંધ થયો હતો. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં આ શેરમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ 2026 ના આંકડા મુજબ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 50 ટકા હતો.
જિયો ફાઇનાન્સિયલ: શુક્રવાર, 10 જુલાઈએ આ શેર 241.85 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 1.59 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 21 એપ્રિલ 2026 ના આંકડા મુજબ પ્રમોટર્સ પાસે 49.13 ટકા હિસ્સો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જિયો પ્લેટફોર્મ્સ લાવશે દેશનો સૌથી મોટો IPO
આ પરિણામો વચ્ચે એક બહુ મોટા સમાચાર જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના IPO ને લઈને છે. કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે પોતાના IPO ના ડ્રાફ્ટ પેપર જમા કરાવી દીધા છે.19 જૂન 2026 ના રોજ યોજાયેલી 49મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ આ ડ્રાફ્ટ મંજૂર થયાની જાહેરાત કરી હતી. આ દેશનો સૌથી મોટો પબ્લિક ઈશ્યુ સાબિત થઈ શકે છે. કંપની આ IPO મારફતે લગભગ 4 અબજ ડોલર (અંદાજે 37,700 કરોડ રૂપિયા) ભેગા કરવાનું આયોજન ધરાવે છે. આ ઈશ્યુમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 27 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)