Reliance's 46th AGM: મુકેશ અંબાણી જણાવ્યું કે RIL હવે NEW EDGE TECH કંપની બની છે.
Reliance's 46th AGM: RILની 46th AGM શરૂ થઈ. આજની AGM વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી છે. AGM સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે 15 ઓગસ્ટે આપણે 77નો સ્વાતંત્ર દિવસ ઉજવ્યો. નવા ભારતમાં હવે આત્મવિશ્વાસ ભરપૂર છે. મુકેશ અંબાણીએ કહ્યુ વસુદેવ કુટુમ્બકમની વિચારસરણીને અનુસરીએ છીએ.
RILની 46th AGMમાં મુકેશ અંબાણી કહ્યું નવા ભારતની સુકાન નવુ રિલાયન્સ સંભાળશે. અમે ઈનોવેશનમાં નવા શિખર સર કર્યા. અમે છેલ્લા દશકામાં 150 ડૉલર બિલિયન રોક્યા છે. અમે અશક્ય લક્ષ્યોને સરળતાથી સર કર્યા છે.
ક્વાર્ટર પરિણાનની સમીક્ષા
આગળ મુકેશ અંબાણીએ ક્વાર્ટરના પરિણામ પર જણાવ્યુ કે રિલાયન્સની નાણાકીય વર્ષ 2023 કંસોલિડેટ આવક 9.74 લાખ કરોડ રૂપિયા રહી છે. એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા અને નફો 73,670 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 માં 2.6 લાખ રોજગારી આપી છે. નવો રેકોર્ડ સેટ કર્યો છે. બોર્ડમાંથી નીતા અંબાણીએ રાજીનામુ આપ્યુ છે.
ઈશા, આકાશ અને અનંત અંબાણીને RIL ના બોર્ડમાં સામેલ કરવામાં આવશે
મુકેશ અંબાણીએ કહ્યુ કે આકાશ અંબાણી બોર્ડમાં નૉન ED બન્યા છે. ઈશા & અનંત અંબાણી નવા નૉન ED બન્યા છે. અનંત એમ અંબાણીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. નિમણૂક શેરધારકોની મંજૂરી પછી અસરકારક બનશે. RelianceFoundation ના ચેરપર્સન નીતા અંબાણી છે. 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનો લક્ષ્ય છે.
JIO પર મુકેશ અંબાણીએ શું કહ્યુ?
JIO પર મુકેશ અંબાણીએ કહ્યુ કે JIO ના કુલ ગ્રાહક બેઝની સંખ્યા 45 કરોડની પાર છે. JIO નો દર મહિને ડેટા ટ્રાફિક 1,100 કરોડ GB છે. ભારતમાં સૌથી વધારે સ્પીડ 5G રોલઆઉટ થઈ. JIO ની આવક ઑલ ટાઈમ હાઈ પર છે. વર્ષના આધાર પર JIO નો દર મહિને ડેટા ટ્રાફિક 45% વધ્યો છે. ફક્ત 9 મહિનામાં દેશના 96% શહેરોમાં JIO 5G હાજરી છે. ડિસેમ્બર સુધી પૂરા દેશમાં 5G સેવા પહોંચશે. મામૂલી ખર્ચમાં 4G યુઝર્સને 5Gમા ખસેડીશુ. જીયો ફાઈબરના ગ્રાહકની સંખ્યા 1 કરોડને પાર છે. આશરે 85% કુલ 5G Cells કાર્યરત છે.
RIL હવે NEW EDGE TECH કંપની બની
RILની 46th AGMમાં મુકેશ અંબાણી જણાવ્યું કે RIL હવે NEW EDGE TECH કંપની બની છે. ગણેશચતુર્થી પર JioAirFiber લૉન્ચ કરીશું. JIO 5G એ અર્થવ્યવસ્થાના દરેક સેક્ટરને જોડ્યા છે.
JIO ભારતથી દરેક ભારતીયનો આત્મવિશ્વાસ વધારશે - આકાશ અંબાણી
RILની 46th AGMમાં JIO ઈન્ફોકોમના આકાશ અંબાણીએ કહ્યું કે આજે JIO સ્માર્ટ હોમ સર્વિસિઝ લૉન્ચ કરી રહ્યા છે. JioAirFiberની 200 mથી વધુ ઘરમાં સર્વિસ આપીશુ. એક જ પ્લેટફૉર્મ પર કન્ટ્રૉલ & ઑપ્શનનો વિકલ્પ આપીશુ. JIO True5G લેબથી ઈન્ડસ્ટ્રી ટ્રાન્સર્ફોમેશન બની. JIO ભારતથી દરેક ભારતીયનો આત્મવિશ્વાસ વધારશે. JIO ભારતના દ્વારા UPI પેમેંટને પ્રોત્સાહન મળશે. JIO ભારતની સર્વિસ દર મહિને 123 રૂપિયામાં મળશે.
ભારતના ટોપ ન્યૂઝ નેટવર્કમાં Network18 ટોપ પર
મુકેશ અંબાણીએ જણાવ્યુ કે Network18એ ઘણી પ્રગતિ સાધી છે. ભારતના ટોપ ન્યૂઝ નેટવર્કમાં Network18 ટોપ પર છે. ડિજિટલ ન્યૂઝ પ્લેટફૉર્મે નવા બેંચમાર્ક બનાવ્યા. Moneycontrol & Firstpost એ નવાબેન્ચમાર્ક સેટ કર્યા છે. The Global Top 100માં Reliance Retail નુ સ્થાન છે.
રિલાયન્સ રિટેલ પર ઈશા અંબાણીનું સંબોધન
ઈશા અંબાણીનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2023 માં સ્ટોરમાં 78 કરોડ ફૂટફૉલ્સની હાજરી છે. અમે છેલ્લા 2 વર્ષમાં 10 બિલિયન ડૉલર વધુનું રોકાણ કર્યુ. ગત વર્ષે અમે 3,300 નવા સ્ટોર ખોલ્યા. અમારા સ્ટોરની કુલ સંખ્યા વધીને 18,040 થઈ. રિલાયન્સ રિટેલમાં 2.5 લાખથી વધુ કર્મચારીઓ છે. Grocery Biz મા અમે 18 લાખ mt અનાજ વેચ્યું. Consumer Electronicsમા 5 લાખ લેપટોપ્સ વેચ્યા છે. બ્રાન્ડ ભાગીદારીથી FMCG ની સારી કામગીરી દેખાય. 2022ના લૉન્ચ બાદ JioMart ગ્રાહક સંખ્યા 9 ગણી થઈ છે. વર્ષ દરમ્યાન 18 લાખ MT ગ્રૉસરી પ્રોડક્ટ વેચ્યા.
JIO ફાઈનાન્શિયલ સર્વિસિઝ પર મુકેશ અંબાણીનું સંબોધન
મુકેશ અંબાણીએ કહ્યુ કે JIO ફાઈનાન્શિયલ સર્વિસિઝ મોટા ફાઈનાન્શિયલ ગ્રોથને પ્રોત્સાહન આપશે. JIO ફાઈનાન્શિયલ સર્વિસિઝએ Blackrock સાથે JV કર્યા છે. Blackrockએ કહ્યું જીયોના પ્લેટફોર્મથી અમને વિકાસની તક મળી છે. મુકેશ અંબાણીએ આગળ જણાવ્યું કે મર્ચન્ટને ડિજીટલ અપનાવવા માટે JFS મદદ કરશે. ગ્રાહકોને ડિજીટલ અપનાવવા માટે JFS મદદ કરશે. JFS Insurance Segment ક્ષેત્રે પદાર્પણ કરશે. વીમા કારોબારમાં જીવન, જનરલ પ્રોડક્ટ ઓફર કરીશુ. વીમા કારોબારમાં હેલ્થ પ્રોડક્ટ ઓફર કરીશુ. JFS ઘણો મોંઘો કારોબાર છે.
એનર્જી ટ્રાન્ઝીશનમા ભારત વિશ્વભરમાં મોખરે
આગળ મુકેશ અંબાણીએ કહ્યુ કે KG-D6 blockથી 20 mln cu mtr/day ગેસ બનાવશે. 2035 સુધીમા Net Carbon Zero હાંસલ કરીશુ. એનર્જી ટ્રાન્ઝીશનમા ભારત વિશ્વભરમાં મોખરે છે. અમે Wind Power Generationમાં કામ કરીશું. 2026 સુધીમા Battery Giga Factory સ્થાપીશું. Sodium Ion BatteryTechનુ વ્યાપારીકરણ ટ્રેક પર છે. 10 મહિનામા UPના બારાબંકીમા CBG Plants શરૂ કરીશું. આગામી 5 વર્ષમા 100 CBG Plants સ્થાપવાનો લક્ષ છે. ં
સોલર મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ બનાવવા પર કામ કરશે. વિંડ, બેટરી પ્લેટફોર્મ બનાવવાનું કામ કરશે. હાઇડ્રોજન, બાયોફ્યુઅલ પ્લેટફોર્મ બનાવવાનું કામ કરશે. 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. બેટરી રિસાયક્લિંગ ફેક્ટરી સ્થાપશે. જામનગર રિફાઈનરીનું ધ્યાન કેમિકલ ઉત્પાદન પર છે.
મહિલા સાહસિકોના સશક્તિકરણ પર કામ ચાલુ- નીતા અંબાણી
નીતા અંબાણીનું કહેવુ છે કે ગરીબોની સેવા કરવા અમે તત્પર છે. કલ્ચરથી ક્લાઈમેટ સુધી કામ કરવા અમે તત્પર છે. અમને પરવા છે એ થીમ પર અમે કામ કરી રહ્યા છીએ. NMACC ખુલ્યા બાદ 20 લાખ મુલાકાતીઓ ત્યાં આવ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશને 50,000 વિદ્યાર્થીઓને મદદ કરી છે. છેલ્લા 10 વર્ષમાં 50,000 વિદ્યાર્થીઓને મદદ કરી. મહિલા સાહસિકોના સશક્તિકરણ પર કામ ચાલુ છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યુ. દેશમાં ઓલિમ્પિક મૂવમેંટ માટે કામ કરી રહ્યા છે. શિક્ષણ, રમતગમતના કાર્યક્રમો દ્વારા 2.2 કરોડ યુવાનોને જોડ્યા છે.
અનંત, આકાશ, ઈશા અંબાણી RIL બોર્ડમાં જોડાયા
અનંત, આકાશ, ઈશા અંબાણી RIL બોર્ડમાં જોડાયા. ઈશા અંબાણી નૉન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બની. જ્યારે આકાશ અંબાણી નૉન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા. અંનત અંબાણી નૉન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા. મુકેશ અંબાણીએ 5 વર્ષ સુધી RIL ના CMD બની રહેશે. નીતા અંબાણીએ RIL બોર્ડથી રાજીનામું લીધુ છે. જ્યારે નીતા અંબાણી RIL ફાઉંડેશનની ચેરમેન રહેશે. મુકેશ અંબાણી એ કહ્યું 1977મા મારા પિતાએ મને રિલાયન્સ બોર્ડમા જોડ્યો હતો. ઈશા,આકાશ અને અનંતની બોર્ડમા જોડાવાની ખુશી સમજી શકુ છુ.
ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.