IPO પર નજર રાખતા મુખ્ય પ્લેટફોર્મ્સ 'ઇન્વેસ્ટરગેન' અને 'આઇપીઓ વોચ' ના ડેટા મુજબ, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં 103 પ્રતિ શેર ચાલી રહ્યું છે.
SBI Funds IPO GMP: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ મેનેજર 'SBI ફંડ્સ મેનેજમેન્ટ' ના શેરોની આવતીકાલે એટલે કે મંગળવાર, 21 જુલાઈએ શેરબજારમાં શાનદાર એન્ટ્રી થવા જઈ રહી છે. બજારમાં લિસ્ટિંગ થાય તે પહેલા જ ગ્રે માર્કેટમાં કંપનીના શેરોને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં આ શેર 18 ટકાના મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
સબસ્ક્રિપ્શનની બાબતમાં આ દેશનો 5મો સૌથી મોટો IPO બની ગયો છે. જે રોકાણકારોએ આ IPO માં પૈસા લગાવ્યા છે, તેઓ આવતીકાલ સવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ ગ્રે માર્કેટની લેટેસ્ટ સ્થિતિ અને સંભવિત લિસ્ટિંગ પ્રાઇસ શું હોઈ શકે છે.
ગ્રે માર્કેટમાં ધમાકો: 18% નફાના સંકેત
IPO પર નજર રાખતા મુખ્ય પ્લેટફોર્મ્સ 'ઇન્વેસ્ટરગેન' અને 'આઇપીઓ વોચ' ના ડેટા મુજબ, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલમાં 103 પ્રતિ શેર ચાલી રહ્યું છે. આ આંકડાઓ પ્રમાણે ગણતરી કરીએ તો, IPO ના અપર પ્રાઇસ બેન્ડ 574 ની સામે આ શેર બજારમાં 677 ના ભાવે લિસ્ટ થઈ શકે છે.
આનો સીધો અર્થ એ છે કે આવતીકાલે પહેલા જ દિવસે રોકાણકારોને પ્રતિ શેર લગભગ 18% નો મસમોટો નફો મળી શકે છે. આવતીકાલે સવારે 10 વાગ્યે બજાર ખુલતાની સાથે જ જોવું રસપ્રદ રહેશે કે આ શેર ગ્રે માર્કેટના અનુમાનોને પાછળ છોડીને નવા રેકોર્ડ બનાવે છે કે નહીં.
રોકાણકારોએ પડાપડી કરી: દેશનો 5મો સૌથી મોટો IPO
9,813 કરોડના આ વિશાળ IPO માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો. 14 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે ખુલેલા આ ઈશ્યૂને રેકોર્ડબ્રેક રિસ્પોન્સ મળ્યો હતો.
કુલ સબસ્ક્રિપ્શન: આ IPO કુલ 41.66 ગણો ભરાયો હતો.
QIB નો ક્રેઝ: ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ નો હિસ્સો સૌથી વધુ 140.11 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
IPO સાથે જોડાયેલી અન્ય મહત્વની વાતો
આ IPO ની પ્રાઇસ બેન્ડ 545 થી 574 નક્કી કરવામાં આવી હતી. આ ઈશ્યૂ 100 ટકા ઓફર ફોર સેલ હતો. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગે મળીને 20.37 કરોડ ઇક્વિટી શેર વેચ્યા છે. કારણ કે આ માત્ર OFS હતો, એટલે IPO માંથી મળતી પૂરેપૂરી રકમ પ્રમોટર્સ પાસે જશે, કંપનીના ખાતામાં કોઈ નવું ફંડ જશે નહીં.
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની માર્કેટ લીડર કંપની
વર્ષ 1992 માં સ્થપાયેલી આ કંપની દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સંભાળે છે. વર્ષ 2025 ના આંકડાઓ મુજબ, કંપનીનું એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ 16.32 લાખ કરોડ હતું. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આ કંપની 15.5 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.