Market Outlook: સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ, જાણો 6 ઓગસ્ટે કેવી રહેશે સેન્સેક્સ-નિફ્ટીની ચાલ | Moneycontrol Gujarati
Get App

Market Outlook: સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ, જાણો 6 ઓગસ્ટે કેવી રહેશે સેન્સેક્સ-નિફ્ટીની ચાલ

RBIની પોલિસી બાદ શેરબજારમાં રોકાણકારોની મજબૂત કમાણી. સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થયા. જાણો 6 ઓગસ્ટ માટે નિફ્ટીના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ સાથેનું ફુલ માર્કેટ આઉટલુક.

અપડેટેડ 05:35:16 PM Aug 05, 2026 પર
Story continues below Advertisement
જના સેશનમાં સૌથી વધુ એક્શન મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં જોવા મળ્યું..BSE 150 મિડકેપ ઇન્ડેક્સ 0.34% વધ્યો.

Market Outlook: ભારતીય શેરબજારમાં 5 ઓગસ્ટ, બુધવારનો દિવસ એકંદરે સપાટ પરંતુ રોકાણકારો માટે ફાયદાકારક રહ્યો. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી જાહેર થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં કોઈ મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો ન હતો. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી નીકળતા રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે.

આજે આપણે જાણીશું કે 5 ઓગસ્ટે બજારમાં શું થયું, કયા શેર વધ્યા-ઘટ્યા અને આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટે માર્કેટ કઈ દિશામાં જઈ શકે છે.

5 ઓગસ્ટના બજારની સ્થિતિ: આંકડા શું કહે છે?

RBI એ પોતાના રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. મધ્યસ્થ બેંકે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ભલે રિટેલ મોંઘવારીમાં થોડો વધારો જોવા મળ્યો હોય.ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 152 પોઈન્ટ (0.19%) વધીને 78,581 ના સ્તર પર બંધ થયો હતો.નિફ્ટી 50 માં પણ 10 પોઈન્ટ (0.04%) નો સામાન્ય વધારો જોવા મળ્યો અને તે 24,624.65 ના સ્તરે બંધ થયો.

રોકાણકારો માલામાલ: 2.5 લાખ કરોડની કમાણી


આજના સેશનમાં સૌથી વધુ એક્શન મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં જોવા મળ્યું..BSE 150 મિડકેપ ઇન્ડેક્સ 0.34% વધ્યો. BSE 250 સ્મોલકેપ ઇન્ડેક્સ 0.70% ના ઉછાળા સાથે બંધ થયો. આ તેજીને કારણે માત્ર એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 489.5 લાખ કરોડથી વધીને 492 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

કયા સેક્ટરમાં તેજી અને ક્યાં ઘટાડો?

નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.72% ના વધારા સાથે ટોપ પર રહ્યો. આ ઉપરાંત ઓટો સેક્ટરમાં 1.27%, રિયલ્ટીમાં 0.84% અને PSU બેંકમાં 0.72% ની તેજી રહી. સૌથી વધુ નુકસાન મીડિયા સેક્ટરમાં (1.58%) થયું. બેંક નિફ્ટી 0.29% ઘટ્યો, જ્યારે IT, ફાર્મા અને FMCG સેક્ટરમાં સામાન્ય ઘટાડો નોંધાયો. (નોંધનીય છે કે ઇન્ડિયા VIX 0.98% ઘટ્યો છે, જે બજારમાં ભય ઓછો હોવાનો સંકેત છે.)

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

શ્રીરામ ફાઇનાન્સ (3.23%) સૌથી વધુ વધ્યો. ત્યારબાદ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (2.74%), JSW સ્ટીલ, હિંડાલ્કો, NTPC અને બજાજ ઓટોના શેરોમાં 2% આસપાસની તેજી રહી. તો બીજીતરફ TCSના શેરમાં સૌથી વધુ 1.91% નો કડાકો બોલાયો. અપોલો હોસ્પિટલ્સ, HCL ટેક, રિલાયન્સ અને HDFC બેંકના શેર પણ ઘટાડા સાથે બંધ થયા.

6 ઓગસ્ટ માટે માર્કેટ આઉટલુક

નિષ્ણાતોના મતે બજારની આગળની ચાલ ગ્લોબલ ન્યૂઝ અને ટેકનિકલ લેવલ પર નિર્ભર રહેશે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયરનું માનવું છે કે,  RBI દ્વારા GDP ગ્રોથનો અંદાજ વધારવો એ પોઝિટિવ સંકેત છે. જોકે, મિડલ ઈસ્ટમાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલ મોંઘુ થયું છે, જેણે બજારના શરૂઆતના ઉત્સાહને થોડો ઓછો કર્યો છે. આગામી તહેવારોની સિઝનને કારણે ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં હજુ તેજી રહી શકે છે. SBI સિક્યોરિટીઝના સુદીપ શાહના મતે, નિફ્ટી માટે હાલમાં 24,720 થી 24,750 નો ઝોન મોટો અવરોધ છે. જો નિફ્ટી આ લેવલ પાર કરીને ટકી રહેશે, તો શોર્ટ ટર્મમાં તે 24,900 અને 25,050 સુધી જઈ શકે છે. નીચેની તરફ 24,500 થી 24,530 ની વચ્ચે સપોર્ટ રહેલો છે. ગ્લોબ કેપિટલના વિપિન કુમારે જણાવ્યું કે, 24,700 નો રેઝિસ્ટન્સ પાર થશે તો નિફ્ટી 24,850 સુધી પહોંચશે.

આ પણ વાંચો-Whirlpool India Q1 Results: નફામાં 29%નો મોટો ઘટાડો, ખર્ચ વધતા શેરમાં કડાકો, જાણો કંપનીના લેટેસ્ટ આંકડા

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2026 5:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.