Share Market Crash : સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નીચે, જાણો બજાર પડવા પાછળનાં 4 મોટા કારણો | Moneycontrol Gujarati
Get App

Share Market Crash : સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નીચે, જાણો બજાર પડવા પાછળનાં 4 મોટા કારણો

આજના શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24000 ની નીચે સરક્યો છે. જાણો IT અને ફાર્મા શેરોમાં ઘટાડા સહિત માર્કેટ ક્રેશ થવા પાછળનાં 4 મુખ્ય કારણો.

અપડેટેડ 02:11:11 PM Jul 22, 2026 પર
Story continues below Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોલિસીમાં જેનેરિક દવાઓને પણ સામેલ કરી છે, જેના કારણે ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે અને નિફ્ટી ફાર્મા 1% થી વધુ તૂટ્યો છે.

Share Market Crash : એશિયન બજારોમાં સારો માહોલ હોવા છતાં આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરીના બરાબર એક દિવસ પહેલા જ માર્કેટ ધડામ દઈને પટકાયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે.

બપોરે 12:27 વાગ્યાના આંકડા મુજબ, સેન્સેક્સ 726.70 પોઈન્ટ (0.94%) ના મોટા ઘટાડા સાથે 76,743.41 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50197.45 પોઈન્ટ (0.82%) તૂટીને 23,990.25 ના સ્તર પર આવી ગયો છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની વાત કરીએ તો આજે સેન્સેક્સ 801.35 પોઈન્ટ સુધી તૂટીને 76,668.76 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 219.15 પોઈન્ટના કડાકા સાથે 23,968.55 સુધી ગગડ્યો હતો. માત્ર મોટા શેરો જ નહીં, પરંતુ બ્રોડર માર્કેટમાં પણ ભારે દબાણ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 માં લગભગ 0.5% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

શેરબજારમાં આજના કડાકા પાછળનાં 4 મુખ્ય કારણો

1. IT અને ફાર્મા સેક્ટરમાં ભારે વેચવાલી


આજે બજાર પર સૌથી વધુ દબાણ ફાર્મા અને આઇટી સેક્ટરે બનાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોલિસીમાં જેનેરિક દવાઓને પણ સામેલ કરી છે, જેના કારણે ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે અને નિફ્ટી ફાર્મા 1% થી વધુ તૂટ્યો છે. બીજી તરફ, અમેરિકામાં AI સંબંધિત શેરોમાં તેજી આવતા ભારતીય IT કંપનીઓ પર દબાણ વધ્યું છે, જેથી નિફ્ટી IT પણ 1% થી વધુ ગગડ્યો છે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ હાહાકાર છે. સરકારી બેંકોના ઇન્ડેક્સમાં 2% થી વધુ અને પ્રાઇવેટ બેંકોના ઇન્ડેક્સમાં 1.5% થી વધુનો ઘટાડો નોંધાયો છે.

2. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ

ગ્લોબલ ટેન્શન માર્કેટ માટે સૌથી મોટું વિલન બન્યું છે. અમેરિકાએ ઈરાન પર સતત 11મી રાત્રે પણ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનના મિલિટરી ઓપરેશન સેન્ટર, એરક્રાફ્ટ હેંગર અને ડ્રોન સ્ટોરેજ સાઇટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ ઓછો થવાના કોઈ સંકેત નથી, જેના લીધે રોકાણકારોમાં ગભરાહટ છે.

3. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની આગ ભડકતા જ કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગ્લોબલ બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલનો ભાવ ઉછળીને 93 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. ભારત મોટા પાયે ક્રૂડની આયાત કરતો દેશ હોવાથી આ વધારો ભારતીય શેરબજાર માટે અત્યંત નેગેટિવ સાબિત થયો છે.

4. ઇન્ડિયા VIXમાં ઉતાર-ચઢાવ

બજારનો ડર અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' હાલ 13.19 ના સ્તર પર છે. આ ઇન્ડેક્સ માર્કેટની વોલેટિલિટી દર્શાવે છે. ગ્લોબલ માર્કેટના નબળા સેન્ટિમેન્ટને કારણે રોકાણકારો માર્કેટની દિશાને લઈને મૂંઝવણમાં છે, જેણે બજાર પર વધુ દબાણ બનાવ્યું છે.

આ પણ વાંચો-Bajaj Auto Share Price: તૂટતા બજારમાં પણ રોકેટ બન્યો બજાજ ઓટોનો શેર, શાનદાર રિઝલ્ટથી રોકાણકારો થયા માલામાલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 22, 2026 2:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.