વર્ષ 2022માં ડીઆઈઆઈએ રેકોર્ડ 2.76 લાખ કરોડનું રોકાણ ઈક્વિટી બજારમાં કર્યુ હતું, જે અત્યાર સુધીમાં સૌથી વધુ રોકાણ ગણાય છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ વર્ષ 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાથી પણ અધિકનું રોકાણ કર્યું છે. જોકે, રોકાણનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ ઓછુ છે. આ વર્ષે 158 ટ્રેડિંગ સત્ર બાદ 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર થયો છે. જ્યારે ગયા વર્ષે ફક્ત 59 સત્રમાં જ આ આંકડો પાર થયો હતો.
વર્ષ 2022માં ડીઆઈઆઈએ રેકોર્ડ 2.76 લાખ કરોડનું રોકાણ ઈક્વિટી બજારમાં કર્યુ હતું, જે અત્યાર સુધીમાં સૌથી વધુ રોકાણ ગણાય છે. જ્યારે વર્ષ 2021માં 1 લાખ કરોડની ખરીદી અને 2020માં 41 હજાર કરોડની વેચવાલી કરી હતી.
પ્રભુદાસ લીલાધરના રિસર્ચ હેડ અમનિષ અગ્રવાલે કહ્યું કે 2020-21 બાદ ડીઆઈઆઈ રોકાણમાં વધારો મુખ્યત્વે એસઆઈપી પ્રવાહમાં થયેલા વધારાને લીધે હતો. ભૂતકાળના આંકડા જોઈએ તો જ્યારે એફઆઈઆઈ રોકાણ કરે ત્યારે ડીઆઈઆઈ પ્રોફિટ બુકિંગ કરતા હોય છે. જ્યારે અમૂક વખત રિડમ્પ્શન પણ થાય છે. અમને શંકા છે કે ડીઆઈઆઈમાં અમૂક સ્કીમ્સ અથવા ઈનવેસ્ટર ગ્રુપમાં રિડમ્પ્શન થતુ હશે.
માર્ચ મહિનાથી ડીઆઈઆઈ રોકાણમાં વોલેટિલિટી છે. જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં માસિક સરેરાશ ખરીદી 27 હજાર કરોડની હતી. જ્યારે એપ્રિલ-જુલાઈમાં સરેરાશ 717 કરોડના સ્તરે પહોંચી હતી.
એનાલિસ્ટોનું કહેવુ છે કે ગયા વર્ષે એફઆઈઆઈની જાવક નોંધપાત્ર રહી હતી. બજારને ડીઆઈઆઈના પ્રવાહનો જ ટેકો હતો. ઈન્ડેક્સ-લેવર રિટર્ન ઓછુ હોવા છતાં ડીઆઈઆઈનો પ્રવાહ યથાવત્ છે. જ્યારે આ વર્ષે છેલ્લા અમૂક મહિનાથી બજારમાં તેજી એફઆઈઆઈના 16 અબજ ડૉલરના પ્રવાહને લીધે થઈ છે.
અમૂક એનાલિસ્ટોનું કહેવુ છે કે ભારતમાં ડિપોઝીટ દરમાં વધારો થવાથી ડીઆઈઆઈ રોકાણ પ્રવાહ ધીમો પડ્યો છે. વ્યાજ દર હાલના સમયમાં 7.5 ટકા અને સિનિયર સિટીઝનોના આઠ ટકા છે, જે અગાઉ પાંચથી સાડા પાંચ ટકાની રેજન્માં હતા. વ્યાજ દરમાં વધારો થવાથી બૅન્ક ડિપોઝીટ્સના પ્રવાહમાં વધારો થયો છે.
શૅરખાનના ચીફ બિઝનેસ ઓફિસર અને ડિરેક્ટર પરમિન્દર વર્માએ કહ્યું કે ઘણા રિટેલ રોકાણકારો લાંબા ગાળાની દૃષ્ટિએ નહીં પરંતુ તેજીને લાભ લઈને કમાણી કરવા માગતા હોય છે. જોકે, હવે ઈક્વટી રોકાણમાં જાગૃતતા વધી રહી છે અને નાના શહેરો અને નગરોથી રોકાણ વધી રહ્યુ છે. આ લોકોનું મ્યુચ્યુઅલ ફંડ્સ અને સીધુ ઈક્વિટી રોકાણમાં ફાળો અધિક છે.
એનાલિસ્ટોનો અંદાજ છે કે નાણા વર્ષ 2024ના બીજા છમાસિકથી ડીઆઈઆઈના પ્રવાહમાં વધારો થશે કારણ કે માર્કેટમાં એડજેસ્ટમેન્ટ થયુ છે અને ભારતીય રોકાણ આઉટલુક સકારાત્મક છે. તેથી રોકાણકારો ભારતીય કંપનીઓ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરશે.
ટ્રેડજીનીના સીઓઓ ત્રિવેશ ડી એ કહ્યું કે છેલ્લા અમૂક સત્રમાં એફઆઈઆઈની રેકર્ડ ભાગીદારી જોવા મળી છે. ડીઆઈઆઈની પણ લેવાલી સારા પ્રમાણમાં આગામી સમયમાં થશે એવો અંદાજ છે. કોન્સોલિડેશનનો તબક્કો આવતા બજારમાં કરેકશન જોવા મળશે. પરંતુ ડીઆઈઆઈનો નાણા પ્રવાહ વધશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.