South Indian Bankના શેરમાં 9% નો મોટો કડાકો, નવા CEO ની જાહેરાત થતાં જ શેર કેમ ધડામ થયો? જાણો કારણ | Moneycontrol Gujarati
Get App

South Indian Bankના શેરમાં 9% નો મોટો કડાકો, નવા CEO ની જાહેરાત થતાં જ શેર કેમ ધડામ થયો? જાણો કારણ

સાઉથ ઇન્ડિયન બેન્કના નવા CEO અને MD તરીકે મહેશ મુરલીધરની નિમણૂકના સમાચાર આવતા જ શેરમાં 9% નો મોટો કડાકો બોલી ગયો. જાણો શેર અચાનક તૂટવાનું કારણ અને નવા CEO ની સંપૂર્ણ ડિટેલ.

અપડેટેડ 12:52:28 PM Jul 08, 2026 પર
Story continues below Advertisement
RBI ની મંજૂરી બાદ, મહેશ મુરલીધર પઈ 1 ઓક્ટોબર 2026 થી આગામી 3 વર્ષ માટે સાઉથ ઇન્ડિયન બેન્કના MD અને CEO નો કાર્યભાર સંભાળશે.

South Indian Bank shares : પ્રાઇવેટ સેક્ટરની જાણીતી બેન્ક સાઉથ ઇન્ડિયન બેન્કના રોકાણકારો માટે આજનો દિવસ ભારે નિરાશાજનક રહ્યો છે. બેન્કના નવા CEO ની જાહેરાત થયા બાદ શેરમાં અચાનક 9% નો ભારે કડાકો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં આ શેરનો આ સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો છે. નવા મેનેજમેન્ટનું બજાર દ્વારા આટલું ફિક્કું સ્વાગત થશે તેવી કોઈને અપેક્ષા ન હતી.

નવા CEO ની જાહેરાત અને શેર તૂટ્યો

આજે માર્કેટ ખુલતા પહેલા જ સાઉથ ઇન્ડિયન બેન્કે એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા માહિતી આપી હતી કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કના નવા MD અને CEO તરીકે મહેશ મુરલીધર પઈના નામને મંજૂરી આપી દીધી છે. માર્કેટ ખુલતાની સાથે જ શેર થોડા પૈસાના વધારા સાથે ખુલ્યો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ ધડામ થઈને નીચે પટકાયો.

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન શેર 9.87% તૂટીને 43.02 ના સ્તર સુધી ગગડી ગયો હતો. જોકે, નીચેના સ્તરેથી શેરે થોડી રિકવરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હજુ પણ નબળી સ્થિતિમાં છે. હાલમાં BSE પર આ શેર 6.91% ના ઘટાડા સાથે 44.44 ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.

કોણ છે નવા CEO મહેશ મુરલીધર પઈ?


સાઉથ ઇન્ડિયન બેન્કની કમાન હવે કેનેરા બેન્કના દિગ્ગજ અધિકારીના હાથમાં જશે. તેમના વિશે જાણીએ તો,,,RBI ની મંજૂરી બાદ, મહેશ મુરલીધર પઈ 1 ઓક્ટોબર 2026 થી આગામી 3 વર્ષ માટે સાઉથ ઇન્ડિયન બેન્કના MD અને CEO નો કાર્યભાર સંભાળશે. આગામી 16 જુલાઈના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં તેમના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે અને ત્યારબાદ શેરહોલ્ડર્સની મંજૂરી લેવાશે. 50 વર્ષીય મહેશ મુરલીધર હાલમાં કેનેરા બેન્કના ચીફ જનરલ મેનેજર છે. તેમની પાસે બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સ, સ્ટ્રેટેજી, ટ્રેઝરી, ફોરેન એક્સચેન્જ, રિટેલ, એગ્રીકલ્ચર અને MSME ક્રેડિટનો લગભગ 3 દાયકાનો (30 વર્ષનો) બહોળો અનુભવ છે.કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન વર્ટિકલ શરૂ કરવાનો શ્રેય પણ તેમને જાય છે. આ ઉપરાંત, તેમણે અમેરિકાના ન્યૂયોર્ક અને તાન્ઝાનિયામાં પણ કેનેરા બેન્કનું કામકાજ સંભાળેલું છે.

છેલ્લા 1 વર્ષમાં શેરની ચાલ કેવી રહી?

આજના કડાકા પહેલા સાઉથ ઇન્ડિયન બેન્કના શેરે તેના રોકાણકારોને માલામાલ કર્યા હતા.બરાબર એક ટ્રેડિંગ સેશન પહેલા, એટલે કે 7 જુલાઈ 2026 ના રોજ આ શેર 49.90 ની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. જો આપણે ભૂતકાળ પર નજર કરીએ તો, ગયા વર્ષે 5 સપ્ટેમ્બર 2025 ના રોજ BSE પર આ શેર 28.13 ના તેના એક વર્ષના સૌથી નીચલા સ્તરે હતો. આ નીચલા સ્તરેથી માત્ર 10 જ મહિનામાં શેરે 77.39% નો શાનદાર ઉછાળો નોંધાવ્યો હતો.

ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

આ પણ વાંચો-Inox India Share Price: મે મહિનાથી અત્યાર સુધીમાં મળ્યો 939 કરોડનો મેગા ઓર્ડર, શેરમાં 5%નો મોટો ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 08, 2026 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.