શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ગાબડું, આ 7 કારણોએ રોકાણકારોના જીવ અધ્ધર કર્યા; જાણો શું છે નિફ્ટીના નવા લેવલ્સ | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ગાબડું, આ 7 કારણોએ રોકાણકારોના જીવ અધ્ધર કર્યા; જાણો શું છે નિફ્ટીના નવા લેવલ્સ

Share Market Fall Today: શેરબજારમાં આજે હાહાકાર મચ્યો છે. વૈશ્વિક તણાવ અને કાચા તેલના વધતા ભાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાણો બજાર તૂટવાના 7 મુખ્ય કારણો અને નિફ્ટી માટેના મહત્વના સપોર્ટ લેવલ.

અપડેટેડ 10:16:57 AM Apr 23, 2026 પર
Story continues below Advertisement
Share Market Fall Today: શેરબજારમાં આજે હાહાકાર મચ્યો છે.

Share Market Fall Today: વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી અફરાતફરીની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ઘરેલું શેરબજારમાં આજે સવારથી જ ભારે વેચવાલીનું દબાણ રહ્યું, જેના કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) લપસી ગયા છે. મોટાભાગના સેક્ટર્સના ઇન્ડેક્સ આજે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

બજારની અત્યારની સ્થિતિ

સવારે 10:05 વાગ્યે સેન્સેક્સ 359.52 પોઈન્ટ્સ એટલે કે 0.46% ના ઘટાડા સાથે 78,156.97 પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પણ 73.50 પોઈન્ટ્સ ઘટીને 24,304.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, શરૂઆતી કારોબારમાં બજાર વધુ ખરાબ રીતે તૂટ્યું હતું, જેમાં નિફ્ટી 243.30 પોઈન્ટ્સ અને સેન્સેક્સ 823.43 પોઈન્ટ્સ સુધી નીચે ઉતરી ગયા હતા.

કેમ મચ્યો બજારમાં હાહાકાર? જાણો આ 7 મુખ્ય કારણો:

1. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતું ટેન્શન:


પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની ચર્ચાઓ તો ચાલી રહી છે, પરંતુ કોઈ મક્કમ ઉકેલ આવતો દેખાતો નથી. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

2. કાચા તેલના ભાવમાં ભડકો:

અમેરિકા અને ઈરાન વચ્ચેની અસમંજસ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીના ડરથી કાચું તેલ ફરીથી ઉકળવા લાગ્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ને પાર કરી ગઈ છે. આનાથી મોંઘવારી વધવાની અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) વધવાની ચિંતા ઊભી થઈ છે.

3. વૈશ્વિક બજારોની નબળાઈ:

અમેરિકન બજારમાં નાસ્ડેક અને એસએન્ડપી 500 પોઝિટિવ બંધ રહ્યા હોવા છતાં, યુરોપિયન અને એશિયન બજારોમાં વેચવાલીનું પૂર આવ્યું છે. જાપાનનો નિક્કેઈ, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના બજારો 1% થી વધુ તૂટ્યા છે, જેની સીધી અસર ભારત પર પડી છે.

4. વિદેશી અને દેશી રોકાણકારોની વેચવાલી:

સામાન્ય રીતે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) વેચવાલી કરે છે ત્યારે સ્થાનિક સંસ્થાઓ (DII) બજારને સંભાળતી હોય છે. પરંતુ 22 એપ્રિલના રોજ બંનેએ સાથે મળીને વેચવાલી કરી હતી. FIIએ 2078 કરોડ અને DIIએ 1048 કરોડના શેર વેચી નાખ્યા, જેનાથી બજાર પર દબાણ વધ્યું છે.

5. સેન્સેક્સની એક્સપાયરી:

આજે સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સની સાપ્તાહિક એક્સપાયરી છે. એક્સપાયરીના દિવસે બજારમાં હંમેશા ઉતાર-ચઢાવ વધુ રહેતા હોય છે, જે આજે પણ જોવા મળી રહ્યા છે.

6. India VIX માં ઉછાળો:

બજારમાં ડરનું માપદંડ ગણાતો ‘ઇન્ડિયા વિક્સ' (India VIX) 1.59% વધીને 18.59 પર પહોંચી ગયો છે. વોલેટિલિટી વધવાના ડરથી રોકાણકારો ફટાફટ નફો વસૂલ કરી રહ્યા છે.

7. પ્રોફિટ બુકિંગ:

છેલ્લા કેટલાક દિવસોમાં બજારમાં સારી તેજી જોવા મળી હતી. આ મહિનામાં નિફ્ટી 10% જેટલો મજબૂત થયો હતો. આથી, રોકાણકારો હવે ઊંચા સ્તરે નફો બુક કરી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટેકનિકલ લેવલ્સ: હવે આગળ શું?

બજારના નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે 24,300 એક મજબૂત સપોર્ટ છે. જોકે આજે આ લેવલ તૂટ્યું હતું પરંતુ બજાર ફરી તેની આસપાસ આવવા પ્રયત્ન કરી રહ્યું છે. જો નિફ્ટી 24,100-24,000ની નીચે જશે તો મોટો ઘટાડો આવી શકે છે. ઉપરની તરફ 24,500-24,600 મજબૂત રેઝિસ્ટન્સ છે. બેંક નિફ્ટી માટે 57,500 નું લેવલ પાર કરવું પડકારજનક રહેશે.

આ પણ વાંચો - ભારતીય રૂપિયામાં મોટો કડાકો: ડૉલર સામે રૂપિયો 20 પૈસા ઘટીને 94ના સ્તરે પહોંચ્યો, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 23, 2026 10:16 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.