Stock Market Crash: સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, માત્ર 5 સેકન્ડમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા | Moneycontrol Gujarati
Get App

Stock Market Crash: સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, માત્ર 5 સેકન્ડમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા

Stock Market Crash: શેર બજારમાં આજે મોટો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર 5 સેકન્ડમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. જાણો બજાર તૂટવાનું કારણ.

અપડેટેડ 09:43:57 AM May 18, 2026 પર
Story continues below Advertisement
શેર બજારમાં હાહાકાર: 5 સેકન્ડમાં રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયા

Stock Market Crash: સપ્તાહના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં (Stock Market) ભારે વેચવાલી જોવા મળી રહી છે. ઘરેલુ ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) બંને 1% થી વધુ તૂટી ગયા છે. બજારમાં ચારેકોર હાહાકાર મચેલો છે અને માર્કેટ ખુલતાની સાથે જ માત્ર 5 સેકન્ડમાં ઓવરઓલ રોકાણકારોની સંપત્તિમાંથી 4 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સાફ થઈ ગઈ છે.

બજાર તૂટવાનું મુખ્ય કારણ શું છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે અચાનક વધી રહેલા તણાવને કારણે ગ્લોબલ માર્કેટમાં ડરનો માહોલ છે. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ $110 ને પાર કરી ગઈ છે, જેના કારણે દુનિયાભરના બજારોમાં ગભરાટ ફેલાયો છે અને તેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.

Know the reason for the market crash

સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ


અગાઉના કારોબારી દિવસ એટલે કે 15 મે 2026ના રોજ સેન્સેક્સ 75237.99 અને નિફ્ટી 23643.50 ના સ્તર પર બંધ થયા હતા. પરંતુ આજે 18 મે 2026 ના રોજ બજારની શરૂઆત ખૂબ જ નબળી રહી.

હાલ સવારે 09:20 વાગ્યે BSE સેન્સેક્સ 803.53 પોઈન્ટ (1.07%)ના મોટા ઘટાડા સાથે 74,434.46 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ નિફ્ટી 50 ઈન્ડેક્સ 247.15 પોઈન્ટ (1.05%) ગગડીને 23,396.35 ની સપાટી પર આવી ગયો છે.

રોકાણકારોને કેટલું નુકસાન થયું? (માર્કેટ કેપમાં ઘટાડો)

આજના કડાકાથી રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. 15 મે 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,60,02,414.097 કરોડ રૂપિયા હતું. આજે 18 મે 2026 ના રોજ ભારે વેચવાલીના દબાણને કારણે તે ઘટીને 4,55,55,510.86 કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો સીધો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં 4,46,903.237 કરોડ રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે.

Know the reason for the market crash 1

કયા સેક્ટર્સમાં છે સૌથી વધુ દબાણ?

આજના આ કડાકામાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ ભારે દબાણ હેઠળ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંનેમાં 1% થી વધુનો ઘટાડો નોંધાયો છે. સેક્ટર મુજબ વાત કરીએ તો બજારનો દરેક ઈન્ડેક્સ આજે લાલ નિશાનમાં છે. ખાસ કરીને ઓટો, મેટલ, PSU બેંક અને રિયલ્ટી સેક્ટરમાં 1% થી વધુનું ગાબડું પડ્યું છે.

BSE પર લિસ્ટેડ શેરોની શું છે સ્થિતિ?

આજે BSE પર કુલ 3075 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી માત્ર 780 શેરો જ લીલા નિશાનમાં (ફાયદામાં) મજબૂત દેખાઈ રહ્યા છે. જ્યારે 2107 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 188 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.

આ ઉપરાંત બજારની આ ઉથલપાથલ વચ્ચે પણ:

42 શેરો પોતાના 1-વર્ષના હાઈ લેવલ (ટોચ) પર પહોંચ્યા છે, જ્યારે 33 શેરો 1-વર્ષના તળિયે (લો લેવલ) આવી ગયા છે. 61 શેરોમાં આજે અપર સર્કિટ લાગી છે, જ્યારે 95 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. સેન્સેક્સ પર લિસ્ટેડ 30 શેરોમાંથી મોટાભાગના લાલ નિશાનમાં છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને TCS જેવા આઈટી શેરો તેમજ SBI, ટાટા સ્ટીલ અને એરટેલ જેવા શેરોમાં આજે ભારે વધઘટ નોંધાઈ રહી છે. બજારના જાણકારો હાલ રોકાણકારોને સાવચેતીપૂર્વક વેપાર કરવાની સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો- Share Market News: અમેરિકા-ઈરાન વિવાદથી શેરબજારમાં કડાકો! છતાં આ 10 દમદાર શેરોમાં રોકાણથી થશે બમ્પર કમાણી, જુઓ લિસ્ટ

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: May 18, 2026 9:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.