હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડમાં 4% નો મોટો ઉછાળો આવ્યો છે અને તે બેરલ દીઠ $79 ની પાર પહોંચી ગયું છે. બીજી તરફ, વ્યાજ દરો વધવાના ડરથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને તે $4100 ની નીચે સરકી ગયું છે.
Stock Market Today : જો તમે આજે શેરબજારમાં નવો ટ્રેડ લેવાનું વિચારી રહ્યા છો, તો થોડીવાર રોકાઈ જાવ. કોઈપણ શેર ખરીદતા કે વેચતા પહેલા માર્કેટ સાથે જોડાયેલા આજના લેટેસ્ટ અને મહત્વના સમાચારો પર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે. ગ્લોબલ માર્કેટના સંકેતોથી લઈને દિગ્ગજ કંપનીઓના પરિણામો આજે બજારની દિશા નક્કી કરશે. ચાલો વિગતવાર જોઈએ આજના માર્કેટની સંપૂર્ણ અપડેટ.
ખરાબ શરૂઆતના સંકેત
13 જુલાઈના રોજ ભારતીય શેરબજારની શરૂઆત થોડી નબળી રહેવાની પૂરી સંભાવના છે. સવારના સેશનમાં 07:50 વાગ્યાની આસપાસ GIFT નિફ્ટી લગભગ 195 પોઈન્ટ એટલે કે 0.80% ના ઘટાડા સાથે 24040.50 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી માટે આ એક સ્પષ્ટ નેગેટિવ સંકેત છે.
અગાઉના સેશનમાં બજારનો મૂડ કેવો રહ્યો?
10 જુલાઈએ ભારતીય બજારોમાં સતત બીજા દિવસે પણ શાનદાર રિકવરી જોવા મળી હતી. IT, રિયલ્ટી, મેટલ અને બેન્કિંગ સેક્ટરમાં ભારે ખરીદીને કારણે બજાર મજબૂતી સાથે બંધ થયું હતું.
સેન્સેક્સ 827.57 પોઈન્ટ (1.08%) ઉછળીને 77569.39 પર બંધ થયો હતો. નિફ્ટી 244.10 પોઈન્ટ (1.02%) ના જબરદસ્ત વધારા સાથે 24206.90 ના સ્તરે બંધ રહ્યો હતો.નિફ્ટી 50 એ 24228.45 નો ઈન્ટ્રાડે હાઈ લેવલ પણ સ્પર્શ કર્યો હતો.
SBI ફંડ્સ મેનેજમેન્ટના IPO ની સાઈઝ ઘટી
જો તમે SBI ના IPO માં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ મોટા સમાચાર છે. SBI ફંડ્સ મેનેજમેન્ટના IPO ની સાઈઝ 11700 કરોડ રૂપિયાથી ઘટાડીને 9813 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. કંપનીએ પ્રી-IPO દ્વારા મોટા દિગ્ગજ રોકાણકારોને હિસ્સો વેચીને 1655 કરોડ રૂપિયા પહેલેથી જ એકઠા કરી લીધા છે. આ સાથે SBI નો OFS (ઓફર ફોર સેલ) હિસ્સો 6.30% થી ઘટીને 4.89% થઈ ગયો છે.
દિગ્ગજ કંપનીઓના Q1 રિઝલ્ટ અપડેટ્સ
LTM: કંપનીએ પહેલા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઘણા સારા પરિણામ આપ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સી (CC) રેવન્યુ ગ્રોથ 0.3% રહ્યો છે, જ્યારે નફામાં 9% થી વધુનો ઉછાળો અને માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે.
L&T Finance: કંપનીનો નફો અને વ્યાજની કમાણી (NII) 28% થી વધુ વધી છે. તેમની રિટેલ લોન બુકનું માર્ગદર્શન પણ ઘણું મજબૂત છે.
DMart: એવેન્યુ સુપરમાર્ટ્સનો નફો 11.3% અને રેવન્યુ 15% વધ્યા છે. જોકે, તેમના માર્જિન એકદમ ફ્લેટ રહ્યા છે અને મોટા મેટ્રો શહેરોના સ્ટોર્સના ગ્રોથ પર થોડું દબાણ દેખાઈ રહ્યું છે.
HCL Tech: આજે નિફ્ટીની IT કંપની HCL Tech ના પરિણામો જાહેર થશે. જેમાં કોન્સ્ટન્ટ કરન્સીમાં 1.1% અને ડોલરની આવકમાં 1.3% ઘટાડાનું અનુમાન છે, જોકે માર્જિનમાં 30 Bps નો વધારો થઈ શકે તેવી આશા છે.
ક્રૂડ ઓઈલ અને કોમોડિટી માર્કેટ
હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડમાં 4% નો મોટો ઉછાળો આવ્યો છે અને તે બેરલ દીઠ $79 ની પાર પહોંચી ગયું છે. બીજી તરફ, વ્યાજ દરો વધવાના ડરથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને તે $4100 ની નીચે સરકી ગયું છે.
ગ્લોબલ અને એશિયન માર્કેટના હાલ
એશિયન બજારો
એશિયામાં મિશ્ર વલણ છે. જાપાનનો નિક્કેઈ 1.20%, સ્ટ્રેટ ટાઇમ્સ 0.20%, શાંઘાઈ 0.71% અને કોસ્પી 4.75% ડાઉન છે. જ્યારે હેંગસેંગ 0.85% અને તાઈવાન માર્કેટ 0.82% ઉપર ટ્રેડ કરી રહ્યા છે.
અમેરિકન બજારો
શુક્રવારે અમેરિકી બજારો પોઝિટિવ બંધ રહ્યા હતા. S&P 500 0.42% વધીને 7575.39 પર, નાસ્ડેક 0.29% વધીને 26281.61 પર અને ડાઉ જોન્સ 0.29% ના વધારા સાથે 52637.01 ના સ્તરે બંધ થયા હતા.
કરન્સી અને બોન્ડ યીલ્ડ
મિડલ ઈસ્ટના તણાવ અને મોંઘવારીના ભયથી ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈને 101.17 પર પહોંચ્યો છે. અમેરિકામાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ વધીને 4.58% અને 2-વર્ષની 4.23% થઈ ગઈ છે. એશિયન કરન્સીમાં ઇન્ડોનેશિયન રૂપિયો સૌથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.
FII અને DII નો મહત્વનો ડેટા
વિદેશી રોકાણકારોનું વલણ ફરી પોઝિટિવ બન્યું છે. 10 જુલાઈએ FII એ 2603 કરોડ રૂપિયાના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ સતત ત્રીજા સેશનમાં માર્કેટને સપોર્ટ આપતા 2019 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.