Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

26 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1462 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2609 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

અપડેટેડ 11:17:49 AM Oct 27, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 22,585.50 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 27 ઓક્ટોમ્બરના નબળી નોટની સાથે ખુલવાની સંભાવના છે. ૨૬ ઓક્ટોબરના રોજ ભારતીય ઇક્વિટી બજારોમાં તેજી જોવા મળી હતી, જેનાથી સતત ચાર દિવસના ઘટાડાનો સિલસિલો અટકી ગયો હતો. ફાર્મા, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં આવેલી તેજીને પગલે નિફ્ટી 22,700 ના સ્તરની ઉપર બંધ થયો હતો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.66 ટકા વધીને 73,606.75 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.68 ટકા વધીને 22,753 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY


GIFT નિફ્ટી 22,663.50 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 22,771, 22,857 અને 23,997

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 22,491, 22,405 અને 22,265

ગ્લોબલ માર્કેટ

નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ્સથી વધુનું દબાણ જોવાને મળી રહ્યું છે. FIIsની કેશ અને વાયદા બન્ને મળી 3700 કરોડની વેચવાલી જોવા મળી છે.

અમેરિકાના બજારોમાં સારી તેજી

અમેરિકા અને એશિયામાં પણ તેજી જોવા મળી છે, એન્થ્રોપિકના IPOની અરજી આપવાથી AI અને ચિપ શેર્સમાં જોશ મળ્યુ. નાસ્ડેક આશરે 1 ટકા વધ્યો. ત્યાંજ કોરિયાના બજાર કોસ્પી 4% થી વધુ વધ્યો. નિક્કેઈ પણ 2 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

HSBCએ ઘટાડી રેટિંગ

અમેરિકાના બજારોની રેટિંગ ઘટાડીને 'ન્યુટ્રલ' કરી. પહેલા મેક્સિમમ ઓવરવેઈટ રેટિંગ હતું. માર્ચ બાદ પહેલીવાર રેટિંગમાં પરિવર્તન આવ્યુ. ડેમોક્રેટ્સની જીત પર AI નિયમ કડક થવાનું જોખમ છે. ઈરાન યુદ્ધ લંબાવવું પણ બજાર માટે જોખમ છે.

એન્થ્રોપિક લાવશે IPO

જૂન સુધી 6 મહિનામાં આવક 130% વધી $16.29 બિલિયન છે. 2026ના પહેલા છ મહિનામાં $80.7 બિલિયનની ખોટ છે. IPO દસ્તાવેજમાં જોખમ સબંધિત 90 પાના છે. AI મોડલને સુરક્ષિત માનવાનો નિર્ણય કંપની જાતે કરે છે.

યુદ્ધ અંગે અપડેટ

સાઉદી, પાક, તુર્કી સાથે ઈરાનની બેઠક છે. ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને તેહરાનમાં બેઠક છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે મુલાકાત કરી. પેજેશકિયાને કહ્યું કે ક્ષેત્રીય સહયોગ વધારવા પર ભાર છે. પરમાણુ હથિયાર નથી બનાવતા, શાંતિપૂર્ણ હેતુથી કામ ચાલે છે.

ક્રૂડમાં ઘટાડો

બ્રેન્ટના ભાવ $115ની નીચે સરક્યો. WTIનો ભાવ પણ $101ની નીચે યથાવત્ છે. ઈરાન સાથે વાતચીત બાદ સામાન્ય દબાણ જોવા મળ્યુ. BoAએ કહ્યું ક્રૂડ સરેરાશ $120 સુધી જઈ શકે છે. ઈરાનના પાડોશી દેશો પર હુમલા ફરી શરૂ થવાનું જોખમ છે. સ્ટ્રેટથી સપ્લાયમાં સુધારો, 1.5 બિલિયન બેરલ તેલ પસાર થયું.

ઈઝરાયેલમાં ચૂંટણી

બેન્જામિન નેતન્યાહૂ ફરી ચૂંટણીના મેદાનમાં છે. પૂર્વ સૈન્ય પ્રુમખ ગાદી આઈજેનકોટ સામે મુકાબલો થયો. વિપક્ષી ગઠબંધનને 120માંથી 52 બેઠકનું અનુમાન છે. નેતન્તાહૂ ગઠબંધનને 50 બેઠક મળવાનું અનુમાન છે. બહુમતિ માટે 61 બેઠકો જરૂરી છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 21.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.41 ટકાના વધારાની સાથે 63,156.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.18 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.77 ટકાના ઘટાડાની સાથે 23,033.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.96 ટકા ઉછળીને 5,631.41 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 12.11 અંક એટલે કે 0.33 ટકા લપસીને 3,685.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

10-વર્ષીય અને 2-વર્ષીય ટ્રેઝરી (સરકારી બોન્ડ) પરના યીલ્ડમાં નજીવો વધારો જોવા મળ્યો, જે અનુક્રમે 4.99 ટકા અને 4.71 ટકા રહ્યા.

ડૉલર

યુએસ ડૉલર ઇન્ડેક્સ, જે અન્ય છ ચલણોની સરખામણીમાં ડૉલરનું મૂલ્ય માપે છે, તે મંગળવારે શરૂઆતી કારોબારમાં વધીને 102 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો.

FII અને DII આંકડા

26 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1462 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2609 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: અંબુજા સિમેન્ટ્સ, કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2026 9:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.