Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

23 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 255.53 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 457.39 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

અપડેટેડ 09:06:36 AM Nov 24, 2023 પર
Story continues below Advertisement
Stock Market Today: આજે ગિફ્ટ નિફ્ટી 11 અંક વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે મજબૂતીના સંકેત આપી રહ્યા છે.

Stock Market Today: બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 24 નવેમ્બરના મામૂલી વધારાની સાથે ખુલવાની સંભાવના દેખાય રહી છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 11 અંકોની મજબૂતીની સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો 23 નવેમ્બરના કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 5.4 ટકા ઘટીને 66,018 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈંડેક્સ 10 અંક ઘટીને 19,802 પર બંધ થયા હતા. નિફ્ટીએ ડેલી ચાર્ટ પર એક બિયરિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી.

પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 19,788 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 19,767 અને 19,733 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 19,855 પર તત્કાલ રજિસ્ટેંસ દેખાય રહ્યુ છે, ત્યારબાદ 19,876 અને 19,910 પર આવનાર રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

આજે ગિફ્ટ નિફ્ટી 11 અંક વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે મજબૂતીના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાયદા 19,877 અંકના ઉચ્ચતમ સ્તર બનાવાની બાદ 19,867 ના સ્તર પર દેખાય રહ્યા છે.

ગ્લોબલ બજારથી મિશ્ર સંકેત

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન બજારમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. તો ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો સાથે કારોબાર થઈ રહ્યો છે. Thanks giving ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે અમેરિકાના બજાર અડધા દિવસ માટે ખુલશે.

Thanksgiving ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે પણ અડધા દિવસ માટે USના માર્કેટ આજે ખુલશે. આજે પણ ગ્લોબલ સ્તરે જાપાન પર નજર રાખવાની રહેશે. જાપાનમાં મોંઘવારી આંકડા જાહેર થયા. ઓક્ટબરમાં મોંઘવારી દર વધી 3.3% પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 3 ટકા હતી અને સાથે ઓક્ટબર કોર મોંઘવારી દર વધીને 2.9 ટકા પર પહોંચ્યા છે. સાથે ક્રૂડ પર પણ નજર કરીશું. 80 ડૉલરને પાર બ્રેન્ટ ક્રૂડ નિકળ્યો છે. તેનુ કારણ છે US ક્રૂડ ઈન્વેન્ટરી અનુમાનથી વધુ આવી. 30 નવેમ્બરે OPEC+ ની બેઠક યોજાશે બજારને ઉત્પાદન ઘટવાની અપેક્ષા છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 9.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.78 ટકાના વધારાની સાથે 33,715.55 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.38 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર સપાટ દેખાય રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.47 ટકાના ઘટાડાની સાથે 17,647.58 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.29 ટકા લપસીને 2,507.62 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 8.48 અંક એટલે કે 0.28 ટકા લપસીને 3,050.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

રિકવરી મોડમાં ક્રૂડ

બ્રેંટના ભાવ 80 ડૉલરની પાર નિકળ્યા છે. US ની ઈન્વેંટરી અનુમાનથી વધારે વધી છે. OPEC+ ની બેઠક 30 નવેમ્બરના થશે. બજારના ઉત્પાદનમાં કપાતની ઉમ્મીદ છે.

FII અને DII આંકડા

23 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 255.53 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 457.39 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

NSE પર F&O બેનમાં આવનારા શેર

24 નવેમ્બરના NSE પર બલરામપુર ચીની મિલ્સ, હિંદુસ્તાન કોપર, હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, મણાપ્પુરમ ફાઈનાન્સ, એમસીએક્સ, આરબીએલ બેંક અને ઝિ એન્ટરટેનમેન્ટ પોતાને એફએન્ડઓ પ્રતિબંધ યાદીમાં જોડ્યો છે. તમને જણાવી દઈએ કે F&O સેગમેંટમાં સામેલ સ્ટૉકને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવ્યા છે, જેમાં સિક્યોરિટીઝની પોજીશન તેની માર્કેટ વાઈડ પોજીશન લિમિટથી વધારે થઈ જાય છે.

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

MoneyControl News

MoneyControl News

First Published: Nov 24, 2023 9:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.