Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર
16 ઓગસ્ટના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 722.76 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,406.19 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.
ગિફ્ટ નિફ્ટી ગુરૂવારના 46 અંકોના ઘટાડાની સાથે બ્રૉડર ઈંડેક્સ માટે નબળી શરૂઆતના સંકેત આપી રહી છે. ગિફ્ટ નિફ્ટી ફ્યૂચર્સ 19,429 પર દેખાય રહ્યા છે.
Stock Market Today: બજારની આજે શરૂઆત મામૂલી ઘટાડાના સ્તર પર ખુલવાની સંભાવના જોવામાં આવી રહી છે. GIFT નિફ્ટી બ્રોડર ઈંડેક્સો માટે મામૂલી ઘટાડાની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 46 અંકોના ઘટાડાની સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 137 અંક ઉછળીને 65,539 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 30 અંક વધીને 19,465 ના સ્તર પર બંધ થયા હતા.
પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 19,358 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 19,319 અને 19,256 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 19,485 પછી 19,524 અને 19,587 પર તેના રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
ગિફ્ટ નિફ્ટી ગુરૂવારના 46 અંકોના ઘટાડાની સાથે બ્રૉડર ઈંડેક્સ માટે નબળી શરૂઆતના સંકેત આપી રહી છે. ગિફ્ટ નિફ્ટી ફ્યૂચર્સ 19,429 પર દેખાય રહ્યા છે.
અમેરિકી બજાર
સતત બીજે દિવસે અમેરિકાના ઘટીને બંધ થયા હતા. USના ન્યુ હોમ સેલ્સના આંકડા અનુમાનથી ખરાબ જાહેર થવાની સાથે વ્યાજ દર વધારવાની આશંકાએ અમેરિકાના બજારનો મૂડ બગાડ્યો હતો.
બીજી તરફ ફીચ દ્વારા બેન્કોના રેટિંગ ઘટાડવાની આશંકાથી ડાઓમાં દબાણ સતત વધ્યુ. પોઝિટીવ ઓપનિગ બાદ ગઈકાલે અમેરિકાની બજારોમાં સતત ઘટડા નોંધાયો. નિમ્ન સ્તર પર બંધ થયા. ડાઓ અડધા ટકા નીચે બંધ થયા હતા. S&P 500 50 DMAની નીચે બંધ થયા. 10 જુલાઈ બાદ સૌથી નિચલા સ્તર પર બંધ થયા. તો નેસ્ડેક 27 જૂન બાદ નિચલા સ્તર પર બંધ થયા.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 6.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.91 ટકાના ઘટાડાની સાથે 31,478.90 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.53 ટકા તૂટીને દેખાય રહ્યા છે. તાઈવાનના બજાર 0.14 ટકા વધીને 16,469.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.53 ટકાના ઘટાડાની સાથે 18,469.59 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.53 ટકા લપસીને 2,512.36 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.29 અંક એટલે કે 0.14 ટકા નબળાઈની સાથે 3,145.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
FII અને DII આંકડા
16 ઓગસ્ટના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 722.76 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,406.19 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.
NSE પર F&O બેનમાં આવનારા શેર
16 ઓગસ્ટના NSE પર 11 સ્ટૉક હિંદુસ્તાન કૉપર, સેલ, બલરામપૂર ચીની મિલ્સ, ઈંડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ (જીએનએફસી), ચંબલ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, ડેલ્ટા કૉર્પ, ગ્રેન્યુઅલ્સ ઈંડિયા, ઈન્ડિયા સિમેંટ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને ઝી એન્ટેનમેંટ એંટરપ્રાઈઝિસ F&O બેનમાં છે. તમને જણાવી દઈએ કે F&O સેગમેંટમાં સામેલ સ્ટૉક્સને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવ્યા છે, જેમાં સિક્યોરિટીઝની પોજીશન તેની માર્કેટ વાઈડ પોજીશન લિમિટથી વધારે હોય છે.