શેર બજાર અપડેટ: નિફ્ટીમાં ‘Buy on Dips'ની સ્ટ્રેટેજી કામ કરશે, Paytmનો શેર કરાવશે મોટી કમાણી! જાણો એક્સપર્ટ્સની માર્કેટ ટિપ્સ | Moneycontrol Gujarati
Get App

શેર બજાર અપડેટ: નિફ્ટીમાં ‘Buy on Dips'ની સ્ટ્રેટેજી કામ કરશે, Paytmનો શેર કરાવશે મોટી કમાણી! જાણો એક્સપર્ટ્સની માર્કેટ ટિપ્સ

Experts view : આજના શેર બજારમાં નિફ્ટીમાં ઘટાડે ખરીદીની સલાહ છે. Paytm ના શેરમાં મોટી કમાણીની તક દેખાઈ રહી છે. જાણો એક્સપર્ટ્સ પાસેથી આજના બજારની લેટેસ્ટ સ્ટ્રેટેજી અને ટાર્ગેટ.

અપડેટેડ 10:18:39 AM Aug 14, 2026 પર
Story continues below Advertisement
સેક્ટરની વાત કરીએ તો, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરને બાદ કરતા મોટાભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. ખાસ કરીને ઓટો, મેટલ અને આઈટી સેક્ટરમાં 0.5 થી 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

Experts view : આજે શેર બજારમાં રોકાણકારો માટે મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. હાલની સ્થિતિ પર નજર કરીએ તો, નિફ્ટી 24300 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ 315.67 પોઈન્ટ 0.40 ટકાના ઘટાડા સાથે 77764.29 પર અને નિફ્ટી 78.40 પોઈન્ટ 0.32 ટકા ઘટીને 24317.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સેક્ટરની વાત કરીએ તો, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરને બાદ કરતા મોટાભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. ખાસ કરીને ઓટો, મેટલ અને આઈટી સેક્ટરમાં 0.5 થી 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ મામૂલી નરમાશ જોવા મળી રહી છે.

બજાર કઈ દિશામાં જશે? વી.કે. વિજયકુમારનો મત

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં બજાર એક ચોક્કસ રેન્જમાં જ રહેવાની શક્યતા છે. નિફ્ટી 23800થી 24400ની વચ્ચે ફસાયેલો છે. તે ન તો ઉપરની સપાટી તોડી રહ્યો છે, ન તો નીચેની. અગાઉ નિફ્ટી ઉપર જવા માટે તૈયાર હતો, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી, જેથી બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું.

જોકે, હવે રાહતના સમાચાર એ છે કે બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 87 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે. બીજી તરફ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું વેચાણ ઘટ્યું છે અને તેઓ ફરી ખરીદી કરી રહ્યા છે. અત્યારે બજારનું મુખ્ય ફોકસ મિડકેપ અને સ્મોલકેપ શેરો પર છે. લાંબા ગાળાના રોકાણકારો માટે અમુક પસંદગીના પ્રાઇવેટ સેક્ટરની બેન્કો યોગ્ય કિંમતે મળી રહી છે.


નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પંકજ રાંદડની ખાસ સ્ટ્રેટેજી

ઇક્વિનોક્સ રિસર્ચ એન્ડ એડવાઇઝરીના પંકજ રાંદડના મતે:

નિફ્ટી: ડેઇલી ચાર્ટ પર ડોજી ફોર્મેશન જોવા મળ્યું છે. બજારનો ટ્રેન્ડ સાઇડવેઝ પોઝિટિવ રહી શકે છે. નિફ્ટીમાં ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવવી જોઈએ. જો નિફ્ટી 24350 ની આસપાસ મળે, તો ખરીદી કરી શકાય. નીચેની તરફ 24320 પર મજબૂત સપોર્ટ છે. જો નિફ્ટી 24500નું લેવલ પાર કરશે, તો 24600થી 24650 સુધીના નવા ટાર્ગેટ જોવા મળી શકે છે.

બેન્ક નિફ્ટી: બેન્ક નિફ્ટી હાલમાં કન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં સુધી ઇન્ડેક્સ 57980થી 58000નું મહત્ત્વનું લેવલ ક્રોસ ન કરે, ત્યાં સુધી તેમાં મોટી તેજીની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. પ્રાઇવેટ બેન્કના શેરોમાં પણ દબાણ છે.

પંકજ રાંદડની ટોપ પિક: Paytm નો શેર કરાવશે કમાણી

એક્સપર્ટ પંકજ રાંદડ Paytmના ફ્યુચર્સમાં ખરીદી કરવાની સલાહ આપે છે. છેલ્લા 4 થી 5 દિવસથી આ શેર સતત ઉપર જઈ રહ્યો છે. શેરમાં જબરદસ્ત વોલ્યુમ અને પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે.

* ખરીદીનો ભાવ: 1640 રૂપિયા

* સ્ટોપ લોસ: 1618 રૂપિયા

* ટાર્ગેટ: 1690 થી 1720 રૂપિયા

એક્સપર્ટ્સના મતે, હાલના માહોલમાં ઉતાવળ કરવાને બદલે ઘટાડે સારા શેરોમાં ખરીદી કરવાની રણનીતિ રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો આદેશ: ચીની ડ્રોન પર 100% ટેરિફ ઝીંકાયો, જાણો ભારતને નુકસાન થશે કે મોટો ફાયદો?

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2026 10:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.