Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

આલ્કેમ લેબની ઓફિસ અને સબ્સિડરીમાં IT વિભાગનો સર્વે છે. IT વિભાગના સર્વેની કામકાજ પર કોઈ અસર નહીં.

અપડેટેડ 08:54:54 AM Sep 15, 2023 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    FTSE

    HDFC બેન્કનું ભારણ 3 તબક્કામાં વધશે. HDFC બેન્કમાં $650 મિલિયનનો ઇનફ્લો આવી શકે છે. FTSE, સેન્સેક્સ અને વિસડમ ટ્રી ETF ઈનફ્લોનો સમાવેશ થાય છે. સિન્જીનનો FTSE All World Indexમાં સમાવેશ થઈ શકે છે. NMDC, ડેટા પેટર્ન, અપાર ઈન્ડસ્ટ્રીનો FTSE All Cap Indexમાં સમાવેશ થશે.


    Infosys

    ઈન્ફોસિસે વૈશ્વિક કંપની સાથે MoU સાઈન કર્યા. ડિજીટલ એક્સપિરિયન્સ અને બિઝનેસ ઓપરેશન સર્વિસ માટે MoU થયા. 15 વર્ષ માટે કુલ ક્લાઈન્ટ ખર્ચનું લક્ષ્ય $1.5 બિલિયન છે. 12મી ઓક્ટોબરે કંપનીના Q2ના પરિણામ જાહેર થશે.

    NTPC

    ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ સાથે JV કર્યું. MUNPL કંપનીના ગઠન માટે JV કર્યા. મેજા સ્ટેજ-II, ઓબ્રા 'ડી' થર્મલ પાવર પ્રોજેક્ટ્સ પર કામ કરશે. અનપરા 'ઇ' થર્મલ પાવર પ્લાન્ટ પર કામ કરશે કંપની.

    Bharat Forge

    પેરામાઉન્ટ, ભારત ફોર્જ અને કલ્યાણી સ્ટ્રેટેર્જીક સિસ્ટમે ભાગીદારી કરી. 4 by 4 અને 6x6 ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ બનાવવા માટે કરાર કર્યા છે. આ વાહનો વિશ્વમાં અન્ય દેશોમાં પણ નિકાસ કરશે. UAEની એરોસ્પેસ અને ટેક્નોલોજી કંપની છે પેરામાઉન્ટ. હાલમાં ભારતીય સૈન્ય માટે KM4 હથિયારોવાળા વાહનો બનાવે છે.

    Indian Hotel

    જર્મનીમાં ફ્રેંકફર્ટ ખાતે Taj Hotel Hessischer HOF સાથે કરાર કર્યા. ઓપરેટિંગ લીઝ એગ્રીમેન્ટ હેઠળ કરાર કર્યા. 2025માં હોટલ ફરી શરૂ થશે.

    Lemon Tree Hotels

    કંપનીએ 2 નવી પ્રોપર્ટી ખરીદવા કરાર કર્યો. ગુજરાતના જુનાગઢ અને નેપાલના ચીતવાનમાં પ્રોપર્ટી ખરીદશે. ગુજરાતમાં બ્રાન્ડ નેમ 'લેમન ટ્રી હોટેલ' હેઠળ લાયસન્સ કરાર કર્યો. નેપાળમાં 'લેમન ટ્રી રિસોર્ટ' બ્રાન્ડ નામ હેઠળ લાયસન્સ કરાર કર્યો. કંપનીની સબ્સિડરી કાર્નેશન હોટેલ્સ આ નવી હોટેલ્સનું સંચાલન કરશે.

    Medplus Health

    કંપનીની સબ્સિડરીમાં IT વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો. IT વિભાગના સર્વેની કામકાજ પર કોઈ અસર નહીં.

    Alkem Lab

    આલ્કેમ લેબની ઓફિસ અને સબ્સિડરીમાં IT વિભાગનો સર્વે છે. IT વિભાગના સર્વેની કામકાજ પર કોઈ અસર નહીં.

    Strides Pharma

    US FDA પાસેથી Dolutegravir દવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી. HIVની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે. દવાથી USમાં $ 1,345Mn ડૉલર આવકની અપેક્ષા છે. દવાનું ઉત્પાદન બેંગાલુરૂમાં કંપની કરશે.

    Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY અને ડાઓ ફ્યૂચર્સ પણ ઉપર

    PI Industries

    કંપનીએ Koppert (કોપર્ટ) સાથે સ્ટ્રેટેજીક કરાર કર્યો. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રેક્ટીસિસને પ્રોત્સાહન આપવા કરાર કર્યો. બંને કંપનીઓ સંયુક્ત રીતે એગ્રીકલ્ચર બાયોલોજીકલ્સ ક્ષેત્રમાં ઈનોવેશન કરશે.

    Patel Engineering

    કંપનીના JVએ મહારાષ્ટ્ર કૃષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશન માટેનો ઓર્ડર મળ્યો. 250 કરોડ રૂપિયાના ઈરિગ્રેશન પ્રોજેક્ટ માટે L1 બિડ ભરી છે. JVમાં પટેલ એન્જિનિયરિંગનો હિસ્સો 100 કરોડ રૂપિયા છે.

    Siyaram Silk

    કંપનીએ બાયબેકનો ભાવ 650 રૂપિયાથી વધારી 720 રૂપિયા કર્યો. બાયબેક માટેના શેરની સંખ્યા 16.61 લાખથી ઘટાડી 14.99 લાખ કરી.

    GMM Pfaudler

    કેનેડા સ્થિત પ્રોફેશનલ મિક્સિંગ ઈક્વિપમેન્ટનું અધિગ્રહણ કરશે. US સબ્સિડરી થકી $7 મિલિયનમાં કરશે અધિગ્રહણ. MixPro વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે મિક્સિંગ સોલ્યુશન બનાવે છે.

    Gufic Biosciences

    Omadacycline Tosylate દવાના પ્રોસેસ માટે પેટેન્ટ મળી. દવાની ‘ફ્રીઝ ડ્રાઈડ પેરેંટરલ કમ્પોઝિશન પ્રોસેસ કરશે કંપની. 19 એપ્રિલ 2021થી 20 વર્ષ માટે પેટેન્ટને મંજૂરી મળી.

    Sequent Scientific

    બોર્ડે થાણેનું API યુનિટ વેચવા માટે મંજૂરી આપી. આ માટે જ શેર હોલ્ડરની મંજૂરી જરૂરી રહેશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 15, 2023 8:54 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.