બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ઉદય કોટકે MD&CEO પદેથી રાજીનામુ આપ્યું. ઉદય કોટકનું રાજીનામુ 1 સપ્ટેમ્બરથી અમલમાં છે. દીપક ગુપ્તા 31 ડિસેમ્બર 2023 સુધી વચગાળાના MD અને CEO રહેશે. ઉદય કોટક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પદ સંભાળશે. બેન્કે 1 જાન્યુઆરીથી નવા MD અને CEOની નિમણૂક કરવા માટે RBIની મંજૂરી માંગી છે.
ઉદય કોટકે પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યુ હતુ કે બેન્ક નવા MD અને CEO ની નિમણૂક કરવા માટે RBI ની મંજૂરીની રાહ છે. હું હવે સ્વેચ્છાએ CEO પદ છોડી રહ્યો છું. વારસાને આગળ લઈ જવા માટે અમારી પાસે સારી મેનેજમેન્ટ ટીમ છે. ફાઉન્ડર જતાં રહે છે,પણ સંસ્થા હમેશા આગળ વધતી રહે છે. અમે અમારા શેરધારકો માટે મૂલ્ય બનાવ્યું છે. 1 લાખથી વધુ સીધી નોકરીઓ આપી છે. 1985માં 10,000 રૂપિયાનું રોકાણ હતું,આજે અંદાજે 300 કરોડ રૂપિયા છે.
હિરો મોટોકૉર્પનું વેચાણ વધ્યુ છે. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનું ટોટલ વેચાણ 5.6 ટકા વધીને 4.89 લાખ રૂપિયા થયુ છે. જે ગત વર્ષના આધાર પર કંપનીનું વેચાણ 4.63 લાખ રૂપિયા રહ્યુ હતુ. વર્ષના આધાર પર ઘરેલુ વેચાણ 4.9 ટકા વધીને 4.73 લાખ રૂપિયા થયુ છે. જ્યારે ગત વર્ષના આધાર પર કંપનીનું ઘરેલુ વેચાણ 4.51 લાખ રૂપિયા છે.
આઈશર રોયલ એનફિલ્ડનું વેચાણ વધ્યુ છે. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનું ટોટલ વેચાણ 11 ટકા વધીને 77,583 યુનિટ થયુ છે. જે ગત વર્ષના આધાર પર કંપનીનું વેચાણ 70112 યુનિટ રહ્યુ હતુ. વર્ષના આધાર પર નિકાસ 13 ટકા વધીને 8,090 લાખ રૂપિયા થયુ છે. જ્યારે ગત વર્ષના આધાર પર કંપનીની નિકાસ 7,220 લાખ રૂપિયા છે.
સરકારે IDBI બેન્કની અસેટ વેલ્યુએર નિયુક્તિ માટે બિડ મંગાવી છે. હિસ્સાના વેચાણ માટે એસેટ વેલ્યુઅરની નિમણૂક માટે બિડ મંગાવી છે. મૂલ્યાંકન માટે બેન્કના રોકાણો, લોન આવરી લેવામાં આવશે. બેન્ક ડિપોઝીટ, લોન પણ કવર કરવામાં આવશે. IDBI બેન્કના વ્યૂહાત્મક વિનિવેશ 9 ઓક્ટોબર સુધી અરજી આપી શકાશે.
UKમાં MHRA પાસેથી દવાના માર્કેટિંગ માટે મંજૂરી મળી. 24 mg, Betahistine Dihydrochloride Orodispersible દવા માટે મંજૂરી મળી. શિલ્પા મેડિકેર પહેલી કંપની છે જેને UKમાં દવાની માર્કેટિંગ માટે મંજૂરી મળી છે.
કંપનીએ GAIL સાથે 2 ગેસ પરચેજ એગ્રીમેન્ટ કર્યા.
કંપનીને UPમાં પુર્વાન્ચલ વિદ્યુત વિતરણ નિગમ પાસેથી LoA મળ્યો. ₹5,123.4 કરોડનો LoA મળ્યો. જે અંતર્ગત પુર્વાન્ચલમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ લગાવશે. વારાણસી, આઝમગઢ ઝોન, પ્રયાગરાજ, મિર્ઝાપુર ઝોનનો સમાવેશ થાય છે. કંપની 50.17 લાખ સ્માર્ટ મીટર લાગવશે. દક્ષિણાચલ વિદ્યુત વિતરણ નિગમ પાસેથી પણ LoA મળવાનું અનુમાન છે. જેમાં 25.52 લાખ સ્માર્ટ મીટરનું અનુમાન છે.
IRDAI (Insurance Regulatory and Development Authority of India )એ બેન્કને શેરહોલ્ડીગ વધારવા મંજૂરી આપી. ICICI લોમ્બાર્ડમાં તબ્બકાવાર 4% સુધી શેરહોલ્ડીગ વધારવા મંજૂરી આપી.
Ratnaveer Precision IPO: ખુલી ગયો સ્ટેનલેસ સ્ટીલ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં સુસ્ત પડી શેરોની ચાલ
ન્યુ જર્સીમાં Eywa ફાર્મા યુનિટનું અધિગ્રહણ કર્યું. બાયોકોન જેનેરિક્સ INC દ્વારા અધિગ્રહણ કર્યું. બાયોકોન જેનેરિક્સ INC બાયોકોનની સબ્સિડરી કંપની છે. ઓરલ સોલિડ ડોજ મેન્યુફેક્ચરિંગ યુનિટનું અધિગ્રહણ કર્યું. $77 લાખમાં અધિગ્રહણ કર્યું. કંપનીએ કહ્યું ન્યુ જર્સીમાં યુનિટ તેની ક્ષમતાને દર વર્ષે બે અબજ દવાનું મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. બાયોકોન જેનેરિક્સ INC યુનિટનો કાર્યભાર સંભાળશે.
દેહરાદૂનમાં 80 રૂમના હોટલ માટે લાયસન્સ એગ્રીમેન્ટ કર્યા. કંપનીની બ્રાન્ડ 'લેમન ટ્રી પ્રીમિયર' હેઠળ લાઇસન્સ કરાર કર્યા. Q3FY2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
TPRELએ શૅલેટ હોટેલ્સ સાથે પાવર ડિલિવરી કરાર કર્યા. TPREL એટલે કે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ છે. ટાટા પાવરની સબ્સિડરી કંપની છે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ છે. 6 MW AC ગ્રુપ કેપ્ટિવ પ્રોજેક્ટ માટે કરાર કર્યા.
HDFC MFએ 41 લાખ શેર્સ ખરીદ્યા છે. HDFC MF એટલે કે HDFC મિડ-કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ગ્રોથ છે.
GQG પાર્ટનરે 6.38 કરોડ શેર્સ 89 રૂપિયા પ્રતિશેરના ભાવે ખરીદ્યા. ગોલ્ડમેન સૅક્સ 10.7 કરોડ શેર 89 પ્રતિશેરના ભાવે ખરીદ્યા છે. ક્લોવર-ડેલ ઇન્વેસ્ટમેન્ટે 27.8 કરોડ શેર વેચ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.