Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:57:16 AM Jul 18, 2023 પર
Story continues below Advertisement
સૂત્રોએ કહ્યું અમારા રાજામાં આજે બ્લોક ડિલ થવાની શક્યતા છે. Clarios ARBL તેનો કુલ 14% હિસ્સો વેચશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Reliance

    20 જુલાઈએ રિલાયન્સ માટે NSE સ્પેશલ પ્રી-ઓપન સેશન રાખશે. 20 જુલાઈએ રિલાયન્સમાંથી Jio ફાઈનાન્શિયલ્સનું ડિમર્જર થશે. રિલાયન્સે 20 જુલાઈએ ડિમર્જરની એક્સ ડેટ નક્કી કરી છે. Jio ફાઈનાન્શિયલ્સ થોડા સમય માટે નિફ્ટી-50 અને અન્ય ઈન્ડેક્સમાં ઉમેરાશે. આ કંપની ઓફિશિયલ લિસ્ટ થશે ત્યાં સુધી ઈન્ડેક્સમાં સ્થાન અપાશે.


    LTIMindtree

    નાણાકીય વર્ષ 2023-24 માં એલટીઆઈ માઈન્ડટ્રીના પહેલા ક્વાર્ટરમાં 35.7 ટકા નફો વધીને 1,151.5 કરોડ રૂપિયા થયો છે. જ્યારે પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 0.1 ટકા વધીને 1,450.8 કરોડ રૂપિયા પર પહોંચી છે. તો ક્વાર્ટરના આધારે ડૉલર આવકમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. એલટીઆઈ માઈન્ડટ્રીના પહેલા ક્વાર્ટરના આધારે એબિટડા 1.450.8 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, એબિટડા માર્જિન 16.7 ટકા રહ્યા.

    Tata Elxsi

    નાણાકીય વર્ષ 2023-24 ના વર્ષના આધારે ટાટા એલેક્સીના પહેલા ક્વાર્ટરમાં નફો 2.3 ટકા વધીને 188.9 કરોડ રૂપિયા થયો છે. તો વર્ષના આધારે કંપનીની આવક 17.1 ટકા વઘીને 850.3 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે વર્ષ દર વર્ષના આધારે કંપનીના એબિટડા વધીને 230.1 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, વર્ષ દર વર્ષના આધારે કંપનીના એબિટડા માર્જિન વધીને 27.1 ટકા રહ્યા છે.

    Hathway Cable

    નાણાકીય વર્ષ 2023-24 ના વર્ષના આધારે હાથવે કેબલના પહેલા ક્વાર્ટરમાં નફો 6.7 ટકા વધીને 22.4 કરોડ રૂપિયા થયો છે. તો વર્ષના આધારે કંપનીની આવક 11.6 ટકા વઘીને 499.2 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે વર્ષ દર વર્ષના આધારે કંપનીના એબિટડા 11 ટકા ઘટીને 77.5 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે, વર્ષ દર વર્ષના આધારે કંપનીના એબિટડા માર્જિન ઘટીને 15.5 ટકા રહ્યા છે.

    Infosys

    ઈન્ફોસિસે 5 વર્ષ માટે AI ડીલ માટે કરાર કર્યા. ઈન્ફોસિસે જૂના ક્લાઇન્ટ્સ સાથે કરાર કર્યો. 200 કરોડ ડૉલરમાં AI સર્વિસ માટે 5 વર્ષની ડીલ નક્કી કરી છે.

    Amara Raja

    સૂત્રોએ કહ્યું અમારા રાજામાં આજે બ્લોક ડિલ થવાની શક્યતા છે. Clarios ARBL તેનો કુલ 14% હિસ્સો વેચશે. તેની ફ્લોર પ્રાઈઝ 651 રૂપિયા પ્રતિશેર રહેશે.

    Sheela Foam

    શિલા ફોર્મ કર્લોન અને હાઉસ કૈરાયા (ફર્લેન્કો)નું અધિગ્રહણ કરશે. કર્લોનનો 94.66% હિસ્સો `2,150 કરોડમાં ખરીદશે. કર્લોનનું અધિગ્રહણ 30 નવેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. હાઉસ કૈરાયાનો 35% હિસ્સો 300 કરોડ રૂપિયામાં ખરીદશે.

    Gujarat Fluorochemicals

    કંપનીની સબ્સિડિયરી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ FZE એ કામગીરી શરુ કરી. 17 જુલાઈથી દુબઈ ખાતે કોમર્શિયલ કામગીરી શરૂ કરી છે.

    Selan Exploration

    મહેસાણાની કરજીસણ ફિલ્ડથી કમર્શિયલ ગેસનું વેચાણ શરૂ કરશે. અમુક સમારકામ પૂર્ણ થતાં હવે ફરી ગેસનું વેચાણ શરૂ કરશે.

    RPP Infra Projects

    RPP ઈન્ફ્રાને હિમાચલ પ્રદેશથી 138 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો, GIFT NIFTYમાં પોણા ટકાની તેજી

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 18, 2023 8:57 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.