Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:08:30 AM Sep 29, 2023 પર
Story continues below Advertisement
સબ્સિડરી કંપની સન ફાર્મા De Méxicoનું અધિગ્રહણ કરશે. બાકી 26% હિસ્સાનું 161.85 m ડૉલરમાં અધિગ્રહણ કરશે કંપની.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    MCX

    MCX નવું કૉમોડિટી ડેરિવેટિવ પ્લેટફોર્મ હાલ શરૂ નહીં કરે. ગઈકાલે 3 ઓક્ટોબરથી નવું પ્લેટફોર્મ શરૂ કરવાની કરી હતી જાહેરાત. SEBIએ નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થવાનું ટાળવા માટે કહ્યું. મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી બાકી હોવાથી SEBIએ સૂચન કર્યું. મદ્રાસ હાઈકોર્ટમાં CFMAએ નવા પ્લેટફોર્મ સામે અરજી કરી છે. CFMA એટલે ચેન્નાઈ ફાઈનાન્શિયલ માર્કેટ્સ એન્ડ અકાઉન્ટિબલિટી. SEBI આ મુદ્દા વિશે ટેક્નિકલ કમિટીમાં પણ ચર્ચા કરશે. SEBIની ટેક્નિકલ કમિટીની બેઠક ટૂંક સમયમાં મળવાની છે. SEBIએ તારીખ ટાળવાનું આપેલું સૂચન MCXએ માન્ય રાખ્યું.


    ACCENTURE

    આવક $15.42 Bnથી 4% વધી $16 Bn રહી. વર્ષ દર વર્ષના આધાર પર GAAP ઓપરેટિંગ માર્જિન 14.7% થી ઘટી 12% રહ્યા. Q4માં ઓપરેટિંગ માર્જિન 14.9% રહ્યા. ફ્રી કેશ ફ્લો $3.2 Bn રહ્યો. Q1 માં આવક $15.85 Bn થી વધી $16.45 શક્ય છે. FY24માં આવક ગ્રોથ 2-5% રહેવાની અપેક્ષા છે. માર્ચમાં આવક ગ્રોથ 4-7% અનુમાન આપ્યું હતું. માર્ચ પહેલા 6-8% આવક ગ્રોથની અપેક્ષા આપી હતી. GAAP ઓપરેટિંગ માર્જિન 14.8% થી 15% રહી શકે છે. ઓપરેટિંગ કેશ ફ્લો $9.3 Bn થી $9.9 Bn રહેવાનો અંદાજ છે. FY24 માટે ઓર્ગેનિક ગાઈડન્સ 0-3% રહેવાનો અંદાજ છે. 200 bps ના ઈનઓર્ગેનિક યોગદાનનો સમાવેશ છે.

    Chola Invest

    ચોલા ઈન્વેસ્ટનો 2000 કરોડ રૂપિયાનો QIP લોન્ચ કર્યો. QIPની ફ્લોર પ્રાઈસ 1200 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. QIPની બેઝ સાઈઝ 2000 કરોડ રૂપિયા છે. QIPની ઈન્ડિકેટવિ પ્રાઈસ 1180 કરોડ રૂપિયા છે. જરૂર પડ્યે વધારાના 2000 કરોડ રૂપિયા એકત્ર કરશે. CCDs દ્વારા બાકીના 2000 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. બોર્ડથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી મળી છે.

    Navin Fluorine

    રાધેશ R વેલિંગે MD પદેથી રાજીનામુ આપ્યુ. 15 ડિસેમ્બર 2023 સુધી કાર્યભાર સંભાળશે. સુધીર R Deoની એડિશનલ ડાયરેક્ટર પદ તરીકે નિયુક્તિ કરી. કંપનીના રાધેશ R વેલિંગ 2000 કરોડના કેપેક્સનું નેતૃત્વ કરી રહ્યા હતા.

    Happiest Minds

    પ્રમોટર અશોક સોતાએ કંપનીમાં 1.1% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચ્યો. 1.1% હિસ્સો FUND SKAN & HAPPIEST HEALTH ને વેચ્યો. બ્લૉક ડીલ બાદ અશોક સોતાનો હિસ્સો 51.24% થી ઘટીને 50.13% થયો.

    Piramal Pharma

    US FDA પાસેથી બેથલ-હેમ યુનિટને 2 અવલોકનો મળ્યા. યુનિટને અવલોકનો સાથે ફોર્મ 483 પર ઈશ્યુ કરાયું. 18 થી 27 સપ્ટેમ્બર વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. બન્ને અવલોકનો ફક્ત સિસ્ટમ સુધારણા સાથે સંબંધિત છે.

    Sun Pharma

    સબ્સિડરી કંપની સન ફાર્મા De Méxicoનું અધિગ્રહણ કરશે. બાકી 26% હિસ્સાનું 161.85 m ડૉલરમાં અધિગ્રહણ કરશે કંપની.

    NLC India

    ઓડિશામાં 3x800 MW કોલ થર્મલ પ્રોજેક્ટ શરૂ કર્યો. 400 MW માટે GRIDCO સાથે લાંબાગાળા માટે પાવર પર્ચેસ કરાર કર્યા.

    Godrej Agrovet

    SIME DARBY PLANTATION સાથે પામ ઓઈલ સીડ્સ સપ્લાઈ માટે કરાર કર્યા

    KIOCL

    મેંગલોરના પેલેટ પ્લાન્ટમાં કામચલાઉ ધોરણે કામકાજ બંધ કરી દીધું.

    Quick Heal

    સેક્વોઇઆ કેપિટલે 43 કરોડ રૂપિયાના 17.85 લાખ શેર્સ વેચ્યા. કાર્નેલિયન એસેટ એડવાઈઝર્સે 7.5 લાખ શેર્સ ખરીદ્યા.

    HOEC Green

    HDFCએ 38 કરોડ રૂપિયાના 24.6 લાખ શેર્સ વેચ્યા. જૂન સુધીમાં HDFC પાસે 6.3%હિસ્સો હતો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 29, 2023 10:08 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.