Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

Stocks in News: જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 3289 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા. ડિફેન્સ અને નોન ડિફેન્સ સેક્ટરમાં ઓર્ડર મળ્યા. હિન્દુસ્તાન શિપયાર્ડ પાસેથી 1075 કરોડ રૂપિયાના ઓર્ડરનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 24માં અત્યાર સુધી 11,380 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા.

અપડેટેડ 09:16:42 AM Aug 28, 2023 પર
Story continues below Advertisement
Stocks in News: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Stocks in News: બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RIL AGM

    આજે રિલાયન્સની 46મી AGM 2 વાગ્યે શરૂ થશે. Jio ફાઈનાન્શિયલના રોડમેપ પર હશે નજર. Jio પ્લેટફોર્મ, RRVLના IPOની ટાઈમલાઈનની રાહ જોઈ રહ્યા છે. ન્યૂ એનર્જી કારોબાર સંબંધિત જાહેરાત પર નજર રહેશે.


    BAJAJ FINANCE, M&M FINANCE, SHRIRAM FINANCE, CHOLA INVEST

    RBIએ NBFCsને અનસિક્યોર્ડ પર્સનલ લોન ગ્રોથ અંગે સાવધાન રહેવા કહ્યું. શુક્રવારે RBIએ NBFCsના ટોપ મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી. અનસિક્યોર્ડ સેગમેન્ટમાં ઊંચા ગ્રોથના રિસ્કથી RBIએ સાવધ કર્યા. આ ચોક્કસ ક્ષેત્રમાંથી આવતા ગ્રોથ અંગે RBI જાણવા માગતી હતી. NBFCsને માગ ક્યાંથી આવી રહી હોવા અંગે રેગ્યુલેટરે ટિપ્પણી માગી. અમુક NBFCsના CEOએ કહ્યું કે ફિનટેક્સથી ઊંચો ગ્રોથ આવ્યો છે. RBIએ NBFCsને આટલા ગ્રોથ અંગે સાવધ રહેવા અને પુરતા પ્રોવિઝન માટે કહ્યું.

    GLAND PHARMA

    US FDA પાસેથી હૈદરાબાદ યુનિટને 2 અવલોકનો મળ્યા. US FDA દ્વારા 23 -26 ઓગસ્ટ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. ડેટા ઈન્ટિગ્રિટી અંગે કોઈ અવલોકન મળ્યું નથી.

    BEL

    જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 3289 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા. ડિફેન્સ અને નોન ડિફેન્સ સેક્ટરમાં ઓર્ડર મળ્યા. હિન્દુસ્તાન શિપયાર્ડ પાસેથી 1075 કરોડ રૂપિયાના ઓર્ડરનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 24માં અત્યાર સુધી 11,380 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા.

    Linde India

    લિંડે ઈન્ડિયાને SAIL તરફથી ક્રાયોજેનિક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા LoA મળ્યુ. કંપની દિવસના 1000 ટન ક્રાયોજેનિક ઓક્સિજનનું ઉત્પાદન કરશે.

    BHEL

    અરુણાચલ પ્રદેશ પાસેથી 2,241.86 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. ઇલેક્ટ્રો-મિકેનિકલ પેકેજ બનાવશે કંપની. રોઇંગ ખાતેના દિબાંગ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ માટે બનાવશે પેકેજ.

    JIO Finance

    મોતિલાલ ઓસવાલ MFએ 3.72 કરોડ રૂપિયાના શેર્સ ખરીદ્યા. 0.6% હિસ્સો JIO ફાઈનાન્શિયલમાં ખરીદ્યો.

    Indostar Capital

    ફિનિક્સ ARCને 915 કરોડ રૂપિયાનો કોર્પોરેટ પોર્ટફોલિયો વેચ્યો. ફિનિક્સ ARC એક ટ્રસ્ટની સ્થાપના કરશે જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પર ધ્યાન રાખશે.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 28, 2023 9:15 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.