Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

મૂડીઝે રેટિંગ ઘટાડ્યું. વેદાંતા રિસોર્સિસનું કોર્પોરેટ ફેમિલિ રેટિંગ ઘટાડ્યું. રેટિંગ Caa2થી ઘટાડીને Caa3 કર્યું. સિક્યોર્ડ, અનસિક્યોર્ડ બોન્ડનું રેટિંગ પણ Caa3થી ઘટાડી Ca કર્યું. આઉટલૂક નેગેટિવ પર યથાવત્ રાખ્યું. Caa3 રેટિંગનો અર્થ હાઈ ક્રેડિટ રિસ્ક થાય છે.

અપડેટેડ 09:46:37 AM Jan 10, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Vedanta

    મૂડીઝે રેટિંગ ઘટાડ્યું. વેદાંતા રિસોર્સિસનું કોર્પોરેટ ફેમિલિ રેટિંગ ઘટાડ્યું. રેટિંગ Caa2થી ઘટાડીને Caa3 કર્યું. સિક્યોર્ડ, અનસિક્યોર્ડ બોન્ડનું રેટિંગ પણ Caa3થી ઘટાડી Ca કર્યું. આઉટલૂક નેગેટિવ પર યથાવત્ રાખ્યું. Caa3 રેટિંગનો અર્થ હાઈ ક્રેડિટ રિસ્ક થાય છે. Ca રેટિંગ નાદારીની શક્યતા ધરાવતા ઈન્સ્ટ્રુમેન્ટ માટે હોય છે.


    Lupin

    અમેરિકામાં BROMFENAC OPHTHALMIC સૉલ્યૂશન લોન્ચ કર્યું. કંપની પાસે પ્રોડક્ટ માટે એક્સક્લુઝિવ ફર્સ્ટ-ટુ-ફાઈલ છે. 180 દિવસ સુધી ફક્ત લ્યુપિન જ વેચી શકશે દવા. મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓ માટે ઉપયોગમાં લેવાય છે.

    Polycab India

    કંપનીએ ટેક્સ ચોરીના સમાચારનું ખંડન કર્યું. કંપની નિયમોના પાલન અને પારદર્શિતા માટે પ્રતિબદ્ધ છે. સર્ચ ઓપરેશનમાં ઈન્કમ ટેક્સ અધિકારીઓને પૂરો સહકાર આપ્યો. IT વિભાગે સર્ચ પૂર્ણ થયા બાદ કોઈ જાણ કરી નથી.

    Pondy Oxides

    કંપનીએ તામિળનાડુ સરકારે MoU કર્યા. નોન-ફેરસ મેટલ્સ માટે રિસાયક્લિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે MoU કર્યા. લિથિયમ-આયન બેટરી, કાગળ, પ્લાસ્ટિક અને રબરનું ઉત્પાદન કરશે કંપની. કંપની 5 વર્ષમાં પ્રોજેક્ટ પર 300-500 કરોડ રૂપિયાના રોકાણ કરશે. પ્રોજેક્ટથી લગભગ 1200 લોકોને રોજગાર મળશે.

    KIOCL

    મેંગલોર સ્થિત પેલેટ પ્લાન્ટમાં ઉત્પાદન અટકાવ્યું. ફાઈન્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે ઉત્પાદન અટકાવ્યું.

    M&M

    કંપનીએ Mobileye સાથે કરાર વધાર્યો. નેક્સ્ટ જનરેશન એડવાન્સ ડ્રાઈવિંગ ટેક માટે કરાર વધાર્યો.

    PFC

    RBI એ કંપનીને ફાઈનાન્સ કંપની ખોલવા મંજૂરી આપી. ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સ કંપની ખોલવા મંજૂરી આપી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 10, 2024 9:46 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.