Taking stocks: સેન્સેક્સ-નિફ્ટીમાં આજે સતત બે દિવસના વધારાને લગામ લગાવી છે. કારોબારના અંતમાં Sensex 360.95 અંક એટલે કે 0.62 ટકાના ઘટાડા સાથે 57,628.95 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે, નિફ્ટી 111.60 અંક એટલે કે 0.65 ટકાના ઘટાડા સાથે 16,988.40 ના સ્તર પર બંધ થયો છે. આજના કારોબારમાં લગભગ 1138 શેરોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે, 2393 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 125 શેરોની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં આવ્યો. દિગ્ગજની તરફથી નાના-મધ્યમ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસીના મિડ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.
બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને વિપ્રો નિફ્ટીમાં ટૉપ લોઝર રહ્યા. જ્યારે, HUL, BPCL, ITC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને નેસ્લે ઈન્ડિયા નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા. આજના કારોબારમાં એફએમસીજી સિવાય અન્ય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, આઈટી, મેટલ અને પીએસયુ બેન્કમાં 1-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સના 30 માંથી 25 શેરોમાં દબાણ રહ્યો છે. જ્યારે, નિફ્ટી 50 માંથી 38 શેરોમાં ઘટાડો રહ્યો છે. નિફ્ટી બેન્કના 12 માંથી 8 શેરોમાં ઘટાડો રહ્યો છે.
રેલીગેયર બ્રોકિંગના અજીત મિશ્રાનું કહેવું છે કે મિશ્ર ગ્લોબલ સંકેત બજાર ભાગીદારોના પરેશાન કર્યા છે. કોઈ મોટા ઘરેલૂ ટ્રિગરના અભાવમાં નજીકના દવસોમાં તે સ્થતિ ચાલું રહેશે. તેમ છતાં અમને આશા છે કે નિફ્ટીમાં હવે તેજી આવતી જોવા મળી રહી છે. પરંતુ જો નિફ્ટી 16800 ને સપોર્ટને બનાવી રાખવા માટે સફળ રહ્યા તો તે ઘટાડો વધું વધી શકે છે. આવું અમારૂં ફોકસ ઝોખિમ પ્રબંધન પર વધારે હોવું જોઈએ.
શેરખાનના જતિન ગોડિયાનું કહેવું છે કે નિફ્ટમાં આજે ઘણી વોલેટિલિટી જોવા મળી છે. દિવસભરની નબળાઈ બાદ અંતમાં કારોબારી કલાકમાં બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. જો કે કારોબારના અંતમાં નીચેથી સારી રિકવરી બાદ લાલ નિશાનમાં બંધ થયો છે. ઑવરલી ચાર્ટ પર જોઈએ તો ખૂબર પડે છે કે મોમેન્ટમ ઈન્ડીકેટરએ એક પૉઝિટિલ ક્રૉસઓવર આપ્યો છે જો એક "buy" સિગનલ છે. આવામાં લાગે છે કે આવતીકાલના કારોબાર સત્રમાં નિફ્ટીમાં તેજી કાયમ રહેશે. ઉપરની તરફ નિફ્ટી માટે 17145-17200 ના ઝોનમાં બાધા જોવા મળી રહી છે. જ્યારે, નિફ્ટી માટે પહેલા માર્કેટ સપોર્ટ 16800-16850 પર જોવા મળી રહી છે.
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.