શેરબજારમાં સેન્સેક્સની ટોપ 10 કંપનીઓમાંથી TCS ના માર્કેટ કેપમાં 72,072 કરોડનો જંગી ઉછાળો આવ્યો છે. જ્યારે L&T અને HDFC જેવી 5 કંપનીઓને મોટું નુકસાન થયું છે. જાણો લેટેસ્ટ માર્કેટ અપડેટ.
ગત સપ્તાહે ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જેના કારણે તેના માર્કેટ કેપમાં જંગી વધારો થયો છે. TCS ઉપરાંત રિલાયન્સ અને બેન્કિંગ સેક્ટરના અમુક શેરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 582.06 પોઈન્ટ એટલે કે 0.75 ટકા વધીને બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 127.4 પોઈન્ટ (0.52 ટકા) ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
શેરબજારની આ તેજી વચ્ચે સેન્સેક્સની ટોપ 10 માંથી 5 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 1.54 લાખ કરોડ રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે. તો બીજી તરફ, બાકીની 5 દિગ્ગજ કંપનીઓના રોકાણકારોને 46,191.32 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
TCS અને આ કંપનીઓએ રોકાણકારોને કર્યા માલામાલ
ગત સપ્તાહે ટાટા ગ્રુપની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. જેના કારણે તેના માર્કેટ કેપમાં જંગી વધારો થયો છે. TCS ઉપરાંત રિલાયન્સ અને બેન્કિંગ સેક્ટરના અમુક શેરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
TCS
માર્કેટ કેપમાં સૌથી વધુ 72,072.3 કરોડ રૂપિયાનો બમ્પર ઉછાળો નોંધાયો. હવે કંપનીનું કુલ વેલ્યુએશન 8,20,672.70 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
ICICI Bank
કંપનીના માર્કેટ કેપમાં 29,062.06 કરોડ રૂપિયાનો વધારો થયો અને તે 10,34,441.77 કરોડ રૂપિયા થઈ ગયું.
Reliance Industries
મુકેશ અંબાણીની આ કંપનીનું માર્કેટ કેપ 23,884.93 કરોડ રૂપિયા વધીને 17,95,091.26 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
Bajaj Finance
આ કંપનીની વેલ્યુએશન 21,946.5 કરોડ રૂપિયા વધીને 6,57,274.28 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
SBI
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના માર્કેટ કેપમાં 7,338.34 કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો અને તે 9,63,768.78 કરોડ રૂપિયા પર બંધ થયું.
L&T સહિત આ 5 કંપનીઓને લાગ્યો ઝટકો
એક તરફ 5 કંપનીઓએ નફો કરાવ્યો, તો બીજી તરફ અમુક દિગ્ગજ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે તેમની માર્કેટ વેલ્યુમાં મોટો ઘટાડો નોંધાયો છે.
Larsen & Toubro
આ કંપનીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેનું માર્કેટ કેપ 18,097.72 કરોડ રૂપિયા ઘટીને 5,24,840.68 કરોડ રૂપિયા રહી ગયું છે.
LIC
સરકારી વીમા કંપની એલઆઈસીની માર્કેટ વેલ્યુ 12,080.75 કરોડ રૂપિયા ઘટીને 5,48,124.30 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
Bharti Airtel
ટેલિકોમ સેક્ટરની આ દિગ્ગજ કંપનીનું વેલ્યુએશન 7,706.45 કરોડ રૂપિયા ઘટીને 11,91,067.77 કરોડ રૂપિયા રહી ગયું છે.
HDFC Bank
અગાઉના સપ્તાહે 35,808 કરોડનો ફાયદો કરાવનાર આ બેંકના માર્કેટ કેપમાં ગત સપ્તાહે 7,084.61 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હવે તેનું કુલ વેલ્યુએશન 12,62,369.81 કરોડ રૂપિયા છે.
Hindustan Unilever
FMCG સેક્ટરની આ કંપનીના માર્કેટ કેપમાં 1,221.79 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો અને તે 5,03,775.86 કરોડ રૂપિયા પર આવી ગયું છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.