Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ? | Moneycontrol Gujarati
Get App

Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

આઈટીઆઈએ લગાતાર ત્રીજા કારોબારી સત્રમાં તેજી ચાલુ રાખી હતી. સ્ટૉક 19.4 ટકા વધીને 199.65 રૂપિયાના રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયા હતા. સ્ટૉકે મજબૂત વૉલ્યૂમની સાથે ડેલી ટાઈમ ફ્રેમ પર એક મજબૂત તેજી કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી. ચાલૂ સપ્તાહના દરમ્યાન સ્ટૉકમાં 6 ટકાથી વધારાની તેજી આવી છે.

અપડેટેડ 12:32:58 PM Sep 14, 2023 પર
Story continues below Advertisement
Trade Spotlight: 13 સપ્ટેમ્બરના પંજાબ નેશનલ બેંક, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીઆઈમાં જોરદાર એક્શન જોવાને મળ્યુ હતુ.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Trade Spotlight: એક દિવસના કંસોલીડેશન બાદ તેજડીયામાં કાલે ફરીથી જોશ આવતુ દેખાશે. જેના ચાલતા 13 સપ્ટેમ્બરના નિફ્ટી 20000 અંકની પાર ચાલી ગયા. આ રેલીને બેંકોથી જોરદાર સપોર્ટ મળ્યો. બજાર જાણકારોનું કહેવુ છે કે આવનાર કારોબારી સત્રોમાં નિફ્ટી 20200-20500 ની તરફ વધતા દેખાય શકે છે. પરંતુ તેના માટે 20100 ના સ્તરથી ઊપરના મજબૂત ક્લોઝિંગની જરૂર પડશે. નિફ્ટી માટે 19900 પર તત્કાલ સપોર્ટ છે. કાલે નિફ્ટી 77 અંક ઉછળીને 20070 પર અને બીએસઈ સેન્સેક્સ 246 અંક વધીને 67467 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી મિડકેપ 100 અને સ્મૉલકેપ 100 ઈંડેક્સ 0.2 ટકા અને 1 ટકા વધીને બંધ થયા હતા.

    છેલ્લા કારોબારી સત્રમાં બેંક નિફ્ટીનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. તે 398 અંક વધીને 45909 પર બંધ થયા હતા. જ્યારે નફાવસૂલીના કારણે નિફ્ટી આઈટી 91 અંક ઘટીને 32887 પર બંધ થયા હતા. 13 સપ્ટેમ્બરના પંજાબ નેશનલ બેંક, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીઆઈમાં જોરદાર એક્શન જોવાને મળ્યુ હતુ.

    પંજાબ નેશનલ બેંકે એક મજબૂત બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી જે ડેલી ચાર્ટ પર બુલિશ એનગલ્ફિંગ પેટર્ન જેવી ઉછળીને 72.55 રૂપિયા પર બંધ થયા હતા. તે 19 જુલાઈ 2019 ની બાદના તેના હાઈએસ્ટ ક્લોઝિંગ લેવલ છે.


    આરતી ઈંડસ્ટ્રીઝે પણ 100-ડે ઈએમએ (એક્સપોનેંશિયલ મૂવિંગ એવરેજ - 449 રૂપિયા) પર સપોર્ટ લેતા ડેલી ચાર્ટ પર એક બુલિશ એનગલ્ફિંગ પેટર્ન બનાવી હતી. સરેરાશથી વધારે વૉલ્યૂમની સાથે સ્ટૉક 5.6 ટકા ઉછળીને 526 રૂપિયા પર પહોંચી ગયા હતા.

    આઈટીઆઈએ લગાતાર ત્રીજા કારોબારી સત્રમાં તેજી ચાલુ રાખી હતી. સ્ટૉક 19.4 ટકા વધીને 199.65 રૂપિયાના રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયા હતા. સ્ટૉકે મજબૂત વૉલ્યૂમની સાથે ડેલી ટાઈમ ફ્રેમ પર એક મજબૂત તેજી કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી. ચાલૂ સપ્તાહના દરમ્યાન સ્ટૉકમાં 6 ટકાથી વધારાની તેજી આવી છે.

    Today's Broker's Top Picks: ઈન્ટરગ્લોબલ એવિએશન, શુગર સેક્ટર, આઈટી, એક્સિસ બેન્ક, કોનકૉર છે બ્રોકરેજના રડાર પર

    આવો જોઈએ હવે આ સ્ટૉક્સ પર શું છે આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટૉક બ્રોકર્સના જિગર એસ પટેલની ટ્રેડિંગ રણનીતિ

    Punjab National Bank

    હાલમાં આ કાઉંટરે મંથલી સ્કેલ પર ક્લીન બ્રેકઆઉટ આપ્યુ છે. આ બ્રેકઆઉટના ડેલી સ્કેલ પર ભારી વૉલ્યૂમનો સપોર્ટ મળ્યો છે. બીજા ઈંડીકેટર્સની વાત કરીએ તો મંથલી સ્કેલ પર આરએસઆઈ 70 ની ઊપર ચાલી ગયા છે, જે આગળ ચાલીને કાઉંટરમાં વધારે તેજી આવવાના સંકેત છે. આ સ્ટૉકમાં 71-72 રૂપિયાની આસપાસ 90 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવામાં આવી શકે છે. તેના માટે ક્લોઝિંગ બેસિસ પર 61 રૂપિયાના સ્ટૉપલૉસ લગાવો.

    Aarti Industries

    છેલ્લા બે મહીનાથી આ સ્ટૉક 450-475 રૂપિયાના ઝોનથી બ્રેકઆઉટ આપતા દેખાશે. ત્યારથી જ આ રેંજથી ઊપર ટકેલા છે. તેના સિવાય સેંટ્રલ પિવોટ રેંજના રૂપમાં 475 રૂપિયાની પાસે સ્ટૉકનો મજબૂત સપોર્ટ છે. બીજા ઈંડીકેટર્સની વાત કરીએ તો ડેલી સ્ટોકેસ્ટિક્સ મજબૂતી દેખાય રહી છે. તે 80 ના સ્તરથી ઊપર કારોબાર કરી રહ્યા છે જે આગળ ચાલીને કાઉંટરમાં તેજીનું વલણ ચાલુ રહેવાના સંકેત આપે છે. આ સ્ટૉકમાં પણ 520-528 રૂપિયાની આસપાસ 620 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવામાં આવી શકે છે. તેના માટે ડેલી ક્લોઝિંગ બેસિસ પર 470 રૂપિયાન સ્ટૉપલૉસ લગાવો.

    ITI

    હાલની રેલીઓના કારણે આ કાઉંટર સારા લાગી રહ્યા છે પરંતુ હવે તેમાં સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે આ બધી ઈક્સપોનેંશિયલ એવરેજથી ઘણી ઊપર કારોબાર કરી રહ્યા છે. હવે તેમાં આ સ્ટૉકમાં થોડી નફાવસૂલી જોવાને મળી શકે છે. જો કોઈની પાસે પહેલાથી આ સ્ટૉક છે તો 200-210 રૂપિયાની આસપાસ થોડો નફો ખિસ્સામાં રાખી લેવો. નવી ખરીદારી માટે હજુ રાહ જુઓ.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

     

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 14, 2023 12:32 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.