Trade Spotlight: ગુરૂવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ? | Moneycontrol Gujarati
Get App

Trade Spotlight: ગુરૂવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

Trade Spotlight: ગઈકાલના ઘટી રહેલા માર્કેટમાં પણ હીરો મોટોકોર્પ, એનબીસીસી (ઈન્ડિયા) અને વેલસ્પન ઈન્ડિયામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. હિરો મોટોકૉર્પ કેટલાક અઠવાડિયાના કોન્સોલિડેશનમાંથી બહાર નીકળી રહી હોવાનું જણાય છે. તેણે દૈનિક ચાર્ટ પર સારા વોલ્યુમ સાથે મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી. આ શેર એનએસઈ પર 3.6 ટકા વધીને 3265.85 રૂપિયા પર બંધ થયો. એનબીસીસી જુલાઈના બીજા ભાગથી તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે.

અપડેટેડ 11:27:22 AM Oct 20, 2023 પર
Story continues below Advertisement
Trade Spotlight: એનબીસીસી જુલાઈના બીજા ભાગથી તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Trade Spotlight: 19 ઑક્ટોબરના ઈંટ્રાડેમાં નિફ્ટી 50 ઈંડેક્સમાં 19500 ના સ્તરથી મજબૂત રિકવરીના નિચલા સ્તરો પર ખરીદારી ફરી આવવાના સંકેત આપ્યા છે. કાલે નિફ્ટીએ ડેલી ચાર્ટ પર અપર શેડો છાયાની સાથે એક બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી. આ સ્તર આવનારા સત્રોમાં મોટા સપોર્ટના રૂપમાં કામ કરી શકે છે. બજાર જાણકારોનું કહેવુ છે કે જ્યાં સુધી નિફ્ટી આ સપોર્ટને બનાવી રાખે છે, ત્યાં સુધી તેમાં 19700-19800 સુધીની તેજી સંભવ થઈ શકે છે. જ્યારે આ સપોર્ટ તૂટવાને કારણે ઈન્ડેક્સ ઘટીને 19300 થઈ શકે છે, જે વર્તમાન મહિનાનું સૌથી નીચું સ્તર છે.

    નિફ્ટી 50 ઈન્ડેક્સ ગઈ કાલે દિવસના નીચા સ્તરેથી સુધર્યો હતો અને માત્ર 46 પોઈન્ટના ઘટાડા સાથે 19625 પર બંધ થયો હતો. જ્યારે BSE સેન્સેક્સ 248 પોઈન્ટ ઘટીને 65629 પર બંધ રહ્યો હતો. ગઈકાલના ઘટી રહેલા માર્કેટમાં પણ હીરો મોટોકોર્પ, એનબીસીસી (ઈન્ડિયા) અને વેલસ્પન ઈન્ડિયામાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. હીરો મોટોકૉર્પ કેટલાક અઠવાડિયાના કોન્સોલિડેશનમાંથી બહાર નીકળી રહી હોવાનું જણાય છે. તેણે દૈનિક ચાર્ટ પર સારા વોલ્યુમ સાથે મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી. આ શેર એનએસઈ પર 3.6 ટકા વધીને 3265.85 રૂપિયા પર બંધ થયો.

    એનબીસીસી જુલાઈના બીજા ભાગથી તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલે શેરે મજબૂત વોલ્યુમ સાથે દૈનિક ચાર્ટ પર ઉપલા અને નીચલા પડછાયાઓ સાથે લાંબી બુલિશ કૅન્ડલસ્ટિક પેટર્ન રચી હતી. ગઈ કાલે આ શેર 9.5 ટકા ઊછળીને 70.75 રૂપિયા પર બંધ થયો હતો. 7 સપ્ટેમ્બર, 2018 ની બાદના તેના હાઈએસ્ટ ક્લોઝિંગ લેવલ છે.


    Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

    વેલસ્પન ઈંડિયાના શેરોએ છેલ્લા નવ સતત સત્રો માંથી આઠમાં વધારો હાસિલ કરી અને ભારી વૉલ્યૂમની સાથે ડેલી ટાઈમ ફ્રેમ પર બુલિશ કેંડલસ્ટિક પેટર્નનું ગઠન કર્યુ. સ્ટૉક 4.5 ટકા વધીને 138.55 રૂપિયા પર બંધ થયો જે 2 ફેબ્રુઆરી, 2022 ની બાદના તેના હાઈએસ્ટ ક્લોઝિંગ લેવલ છે.

    આવો જોઈએ હવે આ સ્ટૉક્સ પર શું છે કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણની ટ્રેડિંગ રણનીતિ

    NBCC India

    તીવ્ર ઉછાળા બાદ શેર કંસોલિડેશન મોડમાં ગયો હતો. જેના કારણે સાપ્તાહિક ધોરણે ફ્લેગ ચાર્ટ પેટર્ન બનાવવામાં આવી હતી. સ્ટૉકમાં તાજેતરનું બ્રેકઆઉટ વર્તમાન સ્તરોથી તાજી અપસાઇડ સૂચવે છે. આ સ્ટૉકમાં ટ્રેડર્સ માટે રૂપિયા 68 પર સપોર્ટ છે. જો આપણે તેનાથી ઉપર રહીએ તો આપણે 78 રૂપિયા સુધીનો ઉછાળો જોઈ શકીએ છીએ.

    Welspun India

    જ્યાં સુધી વેલસ્પન ઈન્ડિયા 131 રૂપિયાની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. આની ઉપર કાઉન્ટર 150 રૂપિયા સુધી જઈ શકે છે. બીજી તરફ, જો તે 131 રૂપિયાથી નીચે આવે તો નવું વેચાણ શક્ય છે. આની નીચે, શેર 126 રૂપિયાના સ્તરને ફરીથી ચકાસી શકે છે.

    Hero MotoCorp

    ઊપરીથી શૉર્ટ ટર્મ સુધારાની બાદ આ કાઉંટર એક્યુમ્યુલેશન ઝોનમાં હતું જ્યાં તે લંબચોરસ રચનામાં ટ્રેડિંગ કરી રહ્યું હતું. જો કે, કાઉન્ટર સાપ્તાહિક ચાર્ટ પર સારા વોલ્યુમની સાથે રેન્જ બ્રેકઆઉટ જોયો છે, જે નજીકના ગાળામાં નવો બુલિશ ટ્રેન્ડ સૂચવે છે. જ્યાં સુધી તે 3,150 રૂપિયાની નીચે તૂટે નહીં ત્યાં સુધી પોઝિશનલ ટ્રેડર્સ 3,500 રૂપિયાને ટાર્ગેટ કરે તેવી શક્યતા છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 20, 2023 11:27 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.