Trading Plan: બજારમાં ચોતરફ હાહાકાર, નિફ્ટી હાઈથી 15% તૂટ્યો, 47 લાખ કરોડ ડૂબ્યા, લૉન્ગ કરવાની ભૂલ બિલકુલ ન કરો | Moneycontrol Gujarati
Get App

Trading Plan: બજારમાં ચોતરફ હાહાકાર, નિફ્ટી હાઈથી 15% તૂટ્યો, 47 લાખ કરોડ ડૂબ્યા, લૉન્ગ કરવાની ભૂલ બિલકુલ ન કરો

બજારમાં ભારે નેગેટિવ ટ્રેન્ડ: નિફ્ટી હાઈથી 15% તૂટ્યો, 47 લાખ કરોડ ડૂબ્યા, FIIની 1 લાખ કરોડની વેચવાલી. જાણો આવતીકાલનો ટ્રેડિંગ પ્લાન અને એક્સપર્ટની સલાહ.

અપડેટેડ 04:30:28 PM Mar 23, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટી પોતાના હાઈથી હવે 15% નીચે આવી ગયો છે. 52-Week Low થી નિફ્ટી માત્ર 3.5% દૂર છે – એટલે કે વર્ષનું તળિયું હવે નજીક છે.

Trading Plan: US-ઈરાન યુદ્ધે ભારતીય શેરબજારમાં એવો કડાકો મચાવ્યો છે કે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. જ્યારથી ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં નિફ્ટી 12% તૂટ્યો છે, નિવેશકોના 47 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે અને બજારમાં કોવિડ સમય જેવો ભયનો માહોલ છે. CNBCના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે રોકાણકારોને ચેતવણી આપતાં કહ્યું છે કે, આ સમયે લૉન્ગ કરવાની ભૂલ બિલકુલ ન કરો.

બજારમાં ખરેખર શું થઈ રહ્યું છે?

અનુજ સિંઘલે બજારની હાલની ભયાનક સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે, નિફ્ટી પોતાના હાઈથી હવે 15% નીચે આવી ગયો છે. 52-Week Low થી નિફ્ટી માત્ર 3.5% દૂર છે – એટલે કે વર્ષનું તળિયું હવે નજીક છે. બેંક નિફ્ટી પણ પોતાના હાઈથી 16% નીચે કારોબાર કરી રહ્યો છે. એડવાન્સ/ડિક્લાઈન રેશિયો 1:16 છે – એટલે કે દર 1 વધનાર શેર સામે 16 શેર ઘટી રહ્યા છે. આવું છેલ્લે માત્ર કોવિડ સમયે જ જોવા મળ્યું હતું. એક પણ સેક્ટર પોઝિટિવ નથી.

યુદ્ધ શરૂ થયા પછીનું ભયાનક ચિત્ર

ઈરાન યુદ્ધ શરૂ થયા પછીના 16 ટ્રેડિંગ સેશનમાં બજારે જે નુકસાન સહન કર્યું છે તે ખરેખર ચિંતાજનક છે. નિફ્ટી 12% તૂટ્યો, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 11% લપસ્યા જ્યારે નિવેશકોના 47 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. વિદેશી રોકાણકારોએ 16 સેશનમાં 1 લાખ કરોડ રૂપિયાની વેચવાલી કરી આ સાથે PSU બેંક, રિયલ્ટી અને ઓટો ઈન્ડેક્સ 15% તૂટ્યા.


રૂપિયો, ક્રૂડ, સોના-ચાંદી – બધે જ તોફાન

માત્ર શેરબજાર જ નહીં, અન્ય એસેટ ક્લાસમાં પણ ભારે ઊથલપાથલ મચી છે. રૂપિયો ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે ગબડ્યો છે, ડોલર-રૂપિયો 94ની ખૂબ નજીક પહોંચી ગયો છે. ઈન્ડિયા VIX 2 વર્ષના હાઈ પર છે, જે દર્શાવે છે કે બજારમાં ગભરાટ ચરમસીમાએ છે. બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરની ઉપર નીકળી ગયું છે. ભારતનું ક્રૂડ ઓઈલ 150 ડોલરને પાર કરી ગયું છે. ચાંદી પોતાના હાઈથી 50% નીચે આવી ગઈ છે. સોનું પણ ઊંચાઈથી લગભગ 30% તૂટ્યું છે.

અનુજ સિંઘલની ચેતવણી – નેગેટીવ પોઝિટિવિટીથી બચો

અનુજ સિંઘલે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ગિરાવટ અંગે તેમણે પહેલેથી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, "અમે કહ્યું હતું કે ચીખો નીકળે એવી ગિરાવટ હજુ બાકી છે. અમને નેગેટિવ બોલવાનો શોખ નથી, પણ નેગેટીવ પોઝિટિવિટી ફેલાવનારાઓએ રોકાણકારોનું કેટલું નુકસાન કરાવ્યું તે સૌ જોઈ રહ્યા છે."

તેમણે ઉમેર્યું, "દરેક લેવલ પર સ્ટૉક ખરીદાવીને લોકોને ફસાવવાનું અમારું કામ નથી. ભલે નેગેટિવ કહીને અમને ટ્રોલ કરવામાં આવ્યા, પણ અમારી જવાબદારી દર્શકો પ્રત્યે છે. જ્યારે સારું બજાર આવશે ત્યારે બિંદાસ લૉન્ગ કૉલ પણ આપીશું."

આ બજાર લેવલનું નહીં, સેન્ટિમેન્ટનું છે

અનુજ સિંઘલે રોકાણકારોને ખૂબ મહત્ત્વની વાત સમજાવી. તેમણે કહ્યું કે દરેક લેવલ તૂટ્યા પછી કોઈ નવું લેવલ આવી જશે, એટલે લેવલ પકડીને બેસવાનો કોઈ મતલબ નથી. "આ બજાર લેવલનું નથી, સેન્ટિમેન્ટનું છે. જો કાલે યુદ્ધ ખતમ થઈ જાય તો કાલે જ નિફ્ટી 5% ઉછળી જાય. પણ તમારા કે મારા ચાહવાથી બજાર બોટમ નહીં બનાવે. ન તો તમે કે ન હું – કોઈ અનુમાન લગાવી શકે કે ઈરાન કે US આગળ શું કરશે," તેમ અનુજ સિંઘલે સ્પષ્ટ કર્યું. તેમણે ઉમેર્યું, "આ 2021-24 વાળું બજાર નથી કે કંઈ પણ ચાલી જશે. બજારમાં કોઈ ચેરિટી થતી નથી."

કાલ માટે ટ્રેડિંગ રણનીતિ – શું કરવું, શું ન કરવું?

અનુજ સિંઘલે આવતીકાલ માટે ખૂબ સ્પષ્ટ ટ્રેડિંગ પ્લાન આપ્યો છે, જો શરૂઆતથી શૉર્ટ પોઝિશનમાં છો તો કેરી કરો–ટ્રેન્ડ તમારી સાથે છે. શૉર્ટ પોઝિશન સામે હેજ કરવા ચાહો તો હેજ કરો,રિસ્ક મેનેજ કરો. ટ્રેન્ડ સાથે રહો – ટ્રેન્ડ જ્યારે બદલાશે ત્યારે સ્ટ્રેટેજી બદલજો. આ સાથે તેમણે કહ્યું કે, લૉન્ગ કરવાની ભૂલ બિલકુલ ન કરો – આ સમયે ખરીદવું ખૂબ જોખમી છે. બોટમ ફિશિંગ ન કરો – ક્યાં તળિયું બનશે તે કોઈ કહી શકે તેમ નથી

ઈન્વેસ્ટર્સ માટે કપરો સમય

અનુજ સિંઘલે સ્વીકાર્યું કે, ઈન્વેસ્ટર્સ આ સમયે ભારે દર્દમાં છે અને આ વાત તેઓ સમજે છે. પરંતુ બજાર ભાવનાઓ પર ચાલતું નથી. "શૉર્ટ કરીને જો પૈસા બની રહ્યા છે તો બુરાઈ શું છે."

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો- Closing Bell: શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1837 અંક તૂટ્યો, નિફ્ટી 22,500ની નીચે બંધ, રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે ગબડ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Mar 23, 2026 4:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.