Wipro Share Price: Q1 રિઝલ્ટ પહેલા જ શેરમાં 2% નો ઉછાળો, સાંજે આવશે પરિણામ, જાણો રોકાણકારો માટે લેટેસ્ટ અપડેટ | Moneycontrol Gujarati
Get App

Wipro Share Price: Q1 રિઝલ્ટ પહેલા જ શેરમાં 2% નો ઉછાળો, સાંજે આવશે પરિણામ, જાણો રોકાણકારો માટે લેટેસ્ટ અપડેટ

IT સેક્ટરની દિગ્ગજ કંપની Wipro ના Q1 પરિણામો આજે સાંજે જાહેર થશે. રિઝલ્ટ પહેલા જ શેરમાં 2% નો ઉછાળો આવ્યો છે. રોકાણ કરતા પહેલા જાણો લેટેસ્ટ માર્કેટ અપડેટ.

અપડેટેડ 12:19:03 PM Jul 16, 2026 પર
Story continues below Advertisement
અગાઉના જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરના આંકડા જોઈએ તો, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 1.89 ટકા ઘટીને 3,501.8 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે, કુલ આવકમાં 7.6 ટકાનો વધારો થયો હતો અને તે 24,236.3 કરોડ રૂપિયા નોંધાઈ હતી.

Wipro Share Price: ભારતીય આઇટી સેક્ટરની જાણીતી કંપની વિપ્રોઆજે, 16 જુલાઈના રોજ પોતાના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. શેરબજાર બંધ થયા પછી આ પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ, આ રિઝલ્ટ આવે તે પહેલા જ કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે.

આજે દિવસ દરમિયાન BSE પર વિપ્રોનો શેર તેના અગાઉના બંધ ભાવ કરતા 2 ટકા ઉછળીને 178 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. આ ઉછાળા સાથે જ કંપનીની કુલ માર્કેટ વેલ્યુ 1.76 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે.

રોકાણકારોની નજર ક્યાં ટકેલી છે?

આજના પરિણામોમાં રોકાણકારો માત્ર કંપનીના નફા પર જ નહીં, પરંતુ અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ નજર રાખી રહ્યા છે. ખાસ કરીને બજારમાં ડિમાન્ડની સ્થિતિ કેવી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને કંપનીની રણનીતિ શું છે અને નાણાકીય વર્ષ 2027 માટે કંપનીનું રેવન્યુ ગાઈડન્સ શું રહે છે, તેના પર મેનેજમેન્ટની ટિપ્પણીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ ક્વાર્ટરના પરિણામો વખતે વિપ્રોએ અંદાજ લગાવ્યો હતો કે જૂન 2026 ના ક્વાર્ટરમાં IT સર્વિસ બિઝનેસમાંથી કંપનીની આવક 259.7 કરોડ ડોલરથી લઈને 265.1 કરોડ ડોલરની વચ્ચે રહી શકે છે.


વિપ્રોના શેરની હાલની સ્થિતિ

અઝીમ પ્રેમજીની માલિકીની આ કંપનીમાં જૂન 2026 ના અંત સુધીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 72.59 ટકા હતો. શેરના પ્રદર્શનની વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં વિપ્રોનો શેર 33 ટકા જેટલો નીચે આવ્યો છે. BSE પર આ શેરનો 52 સપ્તાહનો હાઈ 273.15 રૂપિયા અને લો 168.55 રૂપિયા નોંધાયેલો છે.

માર્ચ 2026 ક્વાર્ટરમાં કેવું રહ્યું હતું પ્રદર્શન?

અગાઉના જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરના આંકડા જોઈએ તો, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 1.89 ટકા ઘટીને 3,501.8 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે, કુલ આવકમાં 7.6 ટકાનો વધારો થયો હતો અને તે 24,236.3 કરોડ રૂપિયા નોંધાઈ હતી.

આ ઉપરાંત, સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26 ની વાત કરીએ તો વિપ્રોનો ચોખ્ખો નફો 0.47 ટકાના સામાન્ય વધારા સાથે 13,197.4 કરોડ રૂપિયા રહ્યો હતો અને કુલ આવક 3.96 ટકા વધીને 92,624 કરોડ રૂપિયા રહી હતી.

જૂનમાં 15,000 કરોડનું બાયબેક કર્યું હતું

વિપ્રોએ 3 વર્ષના લાંબા વિરામ બાદ આ જ વર્ષે જૂન મહિનામાં 15,000 કરોડ રૂપિયાનું શેર બાયબેક કર્યું હતું. આ પ્રક્રિયા હેઠળ કંપનીએ પોતાના શેરધારકો પાસેથી 250 રૂપિયા પ્રતિ શેરના ભાવે કુલ 60 કરોડ શેર પરત ખરીદ્યા હતા. આ પહેલા કંપનીએ જૂન 2023 માં 445 રૂપિયાના ભાવે 12,000 કરોડ રૂપિયાનું બાયબેક કર્યું હતું, જેમાં 26.96 કરોડ શેર ખરીદવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-MSCI India Rejig : અદાણી ગ્રીન અને Groww સહિત 12 શેરોની થશે શાનદાર એન્ટ્રી, Astral સહિત 3 શેરો ફેંકાશે બહાર

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2026 12:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.