Zydus Wellnessના શેરમાં 9%નો મોટો ઉછાળો: 2 નવા અધિગ્રહણ બાદ બ્રોકરેજ ફર્મ ફિદા, આપ્યો 650નો ટાર્ગેટ | Moneycontrol Gujarati
Get App

Zydus Wellnessના શેરમાં 9%નો મોટો ઉછાળો: 2 નવા અધિગ્રહણ બાદ બ્રોકરેજ ફર્મ ફિદા, આપ્યો 650નો ટાર્ગેટ

ઝાયડસ વેલનેસના શેરમાં 9%નો જબરદસ્ત ઉછાળો. બે મોટા અધિગ્રહણ બાદ IIFL કેપિટલે આપ્યો 650 રૂપિયાનો નવો ટાર્ગેટ. જાણો શેર વધવા પાછળનું સાચું કારણ.

અપડેટેડ 03:23:48 PM Sep 07, 2026 પર
Story continues below Advertisement
અગાઉ 2 માર્ચ 2026 ના રોજ આ શેર 357.55 રૂપિયાના નીચલા સ્તરે હતો, જ્યાંથી તે માત્ર ચાર મહિનામાં જ 70.87% જેટલો મોટો ઉછાળો મારીને 20 જુલાઈ 2026 ના રોજ 610.95 રૂપિયાની હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

Zydus Wellness Share Price: દિગ્ગજ ફાર્મા અને એફએમસીજી કંપની જાયડસ વેલનેસના શેરમાં હાલમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી 50માં શરૂઆતી કારોબારમાં કડાકો બોલવા છતાં, જાયડસ વેલનેસના શેર 9%થી વધુ ઉછળીને નિફ્ટી 500 ના ટોપ ગેનર બની ગયા છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા બે મોટા અધિગ્રહણ છે.

જાણીતી બ્રોકરેજ ફર્મ IIFL Capitalનું માનવું છે કે આ નવા બિઝનેસના કારણે કંપનીનું વેલ્યુએશન ખૂબ જ આકર્ષક બની ગયું છે, કારણ કે બજારે હજુ સુધી આ નવા ગ્રોથ અને માર્જિનને શેરના ભાવમાં સંપૂર્ણપણે દર્શાવ્યા નથી.

શેરની હાલની સ્થિતિ અને નવો ટાર્ગેટ

બ્રોકરેજ ફર્મ IIFL એ જાયડસ વેલનેસ માટે 'બાય' રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ પ્રાઇસ 650 રૂપિયા નક્કી કર્યો છે. આ રિપોર્ટ આવતા જ ઇન્ટ્રા-ડે માં શેર 9.56% ઉછળીને 580.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ થોડા ઘટાડા સાથે તે BSE પર 3.67% ના વધારા સાથે 549.30 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

અગાઉ 2 માર્ચ 2026 ના રોજ આ શેર 357.55 રૂપિયાના નીચલા સ્તરે હતો, જ્યાંથી તે માત્ર ચાર મહિનામાં જ 70.87% જેટલો મોટો ઉછાળો મારીને 20 જુલાઈ 2026 ના રોજ 610.95 રૂપિયાની હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.


IIFL Capital જાયડસ વેલનેસ પર કેમ છે ફિદા?

બ્રોકરેજના રિપોર્ટ મુજબ, અત્યાર સુધી જાયડસ વેલનેસનો બિઝનેસ શુગર-ફ્રી, ગ્લુકોન-ડી, નાઇસિલ, એવરયૂથ અને ન્યૂટ્રાલાઇટ જેવી જૂની અને જાણીતી બ્રાન્ડ્સ પર નિર્ભર હતો. આ બ્રાન્ડ્સનો માર્કેટ શેર સારો હોવા છતાં, સીઝનલ ડિમાન્ડ અને માર્કેટની સુસ્ત ગતિને કારણે કંપનીના ગ્રોથમાં મર્યાદિત વધારો જોવા મળી રહ્યો હતો.

બે નવા અધિગ્રહણથી બદલાશે ગેમ

હવે બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે કંપનીએ રાઈટબાઈટ મેક્સ પ્રોટીનઅને કમ્ફર્ટ ક્લિકનું જે અધિગ્રહણ કર્યું છે, તેનાથી બિઝનેસમાં બહુ મોટો બદલાવ આવશે. નાણાકીય વર્ષ FY27 સુધીમાં આ બંને નવા બિઝનેસની કંપનીના કુલ વેચાણમાં 50% જેટલી ભાગીદારી થઈ શકે છે. નાણાકીય વર્ષ FY26 થી FY29 વચ્ચે કંપનીનું વેચાણ 13.7% ના CAGR દરે વધી શકે છે. નોંધનીય છે કે અગાઉ FY21 થી FY26 વચ્ચે આ દર માત્ર 6.4% હતો. કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA માર્જિન પણ FY26 ના 12.9% થી વધીને FY29 સુધીમાં 16% થવાની ધારણા છે.

જૂના અધિગ્રહણ કરતા આ કઈ રીતે અલગ છે?

અગાઉ કંપનીએ Heinzનું અધિગ્રહણ કર્યું હતું, જેમાં જૂની બ્રાન્ડ્સને ફરીથી ઊભી કરવાનો મોટો પડકાર હતો. પરંતુ રાઈટબાઈટ અને કમ્ફર્ટ ક્લિક પહેલેથી જ ઝડપથી વિકસતી બ્રાન્ડ્સ છે અને ભવિષ્યમાં પણ તે જ સ્પીડથી આગળ વધી શકે છે.જાયડસના મજબૂત જનરલ ટ્રેડ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો સીધો ફાયદો રાઈટબાઈટને મળશે. બીજી તરફ કમ્ફર્ટ ક્લિકને યુકે અને યુરોપની બહાર પોતાનો બિઝનેસ મોટા પાયે વધારવા માટે જાયડસ વેલનેસની મજબૂત બેલેન્સ શીટ અને મૂડીનો લાભ મળશે.

ટૂંકમાં કહીએ તો, આ બે નવા ગ્રોથ એન્જિન ઉમેરાવાથી જાયડસ વેલનેસ હવે સીઝનલ પ્રોડક્ટ્સ પર નિર્ભર નહીં રહે. IIFL કેપિટલના મતે જાયડસ હવે એક અલગ જ લેવલની કંપની બનીને ઊભરી રહી છે.

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

Maruti Suzuki Price Hike: કાર ખરીદનારાઓ માટે માઠા સમાચાર! મારુતિ સુઝુકીએ ફરી વધાર્યા ભાવ, ગાડીઓ 20,000 સુધી મોંઘી થઈ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 3:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.