LIC Best Scheme: LIC ના આ 5 ફંડ તમને કરાવશે સારી કમાણી, બ્રોકરેજ કંપની પણ બુલિશ | Moneycontrol Gujarati
Get App

LIC Best Scheme: LIC ના આ 5 ફંડ તમને કરાવશે સારી કમાણી, બ્રોકરેજ કંપની પણ બુલિશ

એલઆઈસી એમએફ ઈએલએસએસમાં પૈસા લગાવીને સારૂ રિટર્ન તો મેળવી શકો છો, સાથે જ ટેક્સ લાભ પણ તમને મળી શકે છે. આ ફંડમાં 10 વર્ષ પહેલા સરેરાશ રોકાણ કરવા વાળા ઈનવેસ્ટરને 16 ટકા રિટર્ન મળ્યુ છે.

અપડેટેડ 06:18:58 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement
LIC મ્યુચ્યુઅલ ફંડની એવી 5 યોજનાઓ વિશે જણાવીશું જેણે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને વર્ષના આધાર પર 12 થી 16% રિટર્ન આપ્યું છે.

LIC Best Scheme: LIC મ્યુચ્યુઅલ ફંડનું નામ દેશની વિશ્વસનીય કંપનીઓમાં સામેલ છે. તે દેશની સૌથી મોટી વીમા કંપની LIC ની પેટાકંપની છે. LIC મ્યુચ્યુઅલ ફંડ એપ્રિલ 1989 માં શરૂ થયું હતું. LIC મ્યુચ્યુઅલ ફંડની તમામ યોજનાઓએ રોકાણકારોને લાંબા ગાળામાં ઉત્તમ વળતર આપ્યું છે. રેટિંગ એજન્સી CRISIL એ પણ LIC મ્યુચ્યુઅલ ફંડને સરેરાશથી સારૂ રેટિંગ આપ્યું છે. કંપની પાસે સારો કસ્ટમર બેઝ છે.

LIC મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ કેટેગરીમાં ઘણી સ્કીમ છે. આજે અમે તમને LIC મ્યુચ્યુઅલ ફંડની એવી 5 યોજનાઓ વિશે જણાવીશું જેણે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને વર્ષના આધાર પર 12 થી 16% રિટર્ન આપ્યું છે.

LIC FM Infrastructure Fund


વેલ્યૂ રિસર્ચના મુજબ એલઆઈસી એફએમ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ફંડે 10 વર્ષના સરેરાશ રોકાણ પર 16.33% રિટર્ન આપ્યું છે. 10 વર્ષ પહેલાં આ ફંડમાં 1 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરનાર રોકાણકારનું રોકાણ મૂલ્ય હવે વધીને 4,54,794 રૂપિયા થઈ ગયું છે. તે જ સમયે, આ ફંડનું SIP રિટર્ન 15.57 ટકા રહ્યું છે. LIC ની આ સ્કીમમાં ઓછામાં ઓછા 5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે તમે રૂપિયા 1000 SIP સાથે પણ રોકાણ શરૂ કરી શકો છો.

LIC MF ELSS

એલઆઈસી એમએફ ઈએલએસએસમાં પૈસા લગાવીને સારૂ રિટર્ન તો મેળવી શકો છો, સાથે જ ટેક્સ લાભ પણ તમને મળી શકે છે. આ ફંડમાં 10 વર્ષ પહેલા સરેરાશ રોકાણ કરવા વાળા ઈનવેસ્ટરને 16 ટકા રિટર્ન મળ્યુ છે. જ્યારે, જે લોકો એ એસઆઈપીના માધ્યમથી પૈસા લગાવ્યા હતા તેમને 13.81 ટકા નફો આ સમયમાં મળ્યો છે. આ સ્કીમમાં ઓછામાં ઓછુ રોકાણ 5000 રૂપિયા કરવામાં આવી શકે છે, જ્યારે SIP માં રોકાણ 1000 રૂપિયા થી કરી શકો છો.

PMS Stocks: PMS માં પ્રચલિત આ 10 લાર્જ કેપ શૅર્સે સ્થિર રિટર્ન આપ્યું

LIC MF Nifty Next 50 Index Fund

LIC MF Nifty Next 50 Index Fund સારૂ રિટર્ન વાળા ફંડોના નામ સામેલ છે. આ ફંડ રોકાણ પર છેલ્લા 10 વર્ષોનું સરેરાશ રિટર્ન 15.43 ટકા આપ્યુ છે. આ સમયમાં આ ફંડમાં 1 લાખ રૂપિયાના રોકાણને 4,20,720 રૂપિયામાં બદલી દેવામાં આવ્યુ છે. જ્યારે, જે રોકાણકારોએ એસઆઈપીના માધ્યમથી પૈસા લગાવ્યા હતા તેમણે સરેરાશ 12.30 ટકા રિટર્ન મળ્યુ છે.

LIC Mutual Fund LargeCap

એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ લાર્જકેપે પણ છેલ્લા 10 વર્ષોમાં રોકાણકારોને એફડીથી બે ગણુ રિટર્ન આપવામાં આવ્યુ છે. લાર્જકેપ ફંડમાં જે લોકોએ રોકાણ કર્યુ હતુ, તેની પાછળ 10 વર્ષોમાં સરેરાશ 14.38 ટકા રિટર્ન મળ્યુ છે. આ ફંડમાં એસઆઈપીથી રોકાણ કરવા વાળાને 12.33 ટકા સરેરાશ નફો છેલ્લા 10 વર્ષોમાં થયો છે. ફંડના કુલ અસેટ્સ 31 જુલાઈ 2023 સુધી 1368 કરોડ રૂપિયા હતા, જ્યારે એક્સપેંસ રેશ્યો 30 જુન 2023 સુધી 1.39% હતો. આ સ્કીમમાં ઓછામાં ઓછુ રોકાણ 5000 રૂપિયા કરવામાં આવી શકે છે, જ્યારે ઓછામાં ઓછા SIP માં રોકાણ 1000 રૂપિયા થી કરી શકો છો.

LIC MF Flexi Cap Fund

એલઆઈસી એમએફ ફ્લેક્સી કેપ ફંડના કુલ અસેટ્સ 31 જુલાઈ 2023 સુધી 856 કરોડ રૂપિયા હતા. આ સ્કીમમાં રોકાણ માટે ઓછા માં ઓછા 5000 રૂપિયા તમારે લગાવા પડશે. જ્યારે, SIP તમે 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો. એલઆઈસી એમએફ ફ્લેક્સી કેપ ફંડના છેલ્લા 10 વર્ષોના રોકાણ પર રિટર્ન 12.62 ટકા અને એસઆઈપી પર નફો 11.10 ટકા રહ્યો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 6:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.