2026માં માલામાલ થવું છે? SBI vs Nippon Small Cap Fund: જાણો ઓછા રિસ્ક સાથે કોણ આપશે બમ્પર રિટર્ન
SBI vs Nippon Small Cap Fund: શું તમે 2026 માટે બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ શોધી રહ્યા છો? SBI Small Cap અને Nippon India Small Cap વચ્ચે કોણ છે બેસ્ટ? જાણો AUM, રિટર્ન અને રિસ્ક સાથેની સંપૂર્ણ સરખામણી અહીં.
SBI vs Nippon Small Cap Fund: જો તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમે જાણતા જ હશો કે સ્મોલ કેપ ફંડ્સમાં જબરદસ્ત કમાણી કરવાની તક હોય છે.
SBI vs Nippon Small Cap Fund: જો તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમે જાણતા જ હશો કે સ્મોલ કેપ ફંડ્સમાં જબરદસ્ત કમાણી કરવાની તક હોય છે. હાલમાં 2026ને ધ્યાનમાં રાખીને રોકાણકારોમાં બે દિગ્ગજ ફંડ્સ વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે - SBI Small Cap Fund અને Nippon India Small Cap Fund.
આ બંને ફંડ્સ પોતપોતાની રીતે મજબૂત છે, પરંતુ રોકાણકારો મૂંઝવણમાં છે કે કોના પર ભરોસો કરવો? એક તરફ SBI છે જે ઓછી કંપનીઓમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની રણનીતિ ધરાવે છે, તો બીજી તરફ Nippon છે જેનું પોર્ટફોલિયો ખૂબ મોટું છે અને તે લાંબા ગાળે શાનદાર રિટર્ન આપી રહ્યું છે. ચાલો આ બંને ફંડ્સનું પોસ્ટમોર્ટમ કરીએ.
AUMમાં કોણ છે બાહુબલી?
જ્યારે આપણે ફંડની સાઈઝ એટલે કે AUM (Asset Under Management) ની વાત કરીએ છીએ, ત્યારે અહીં મોટો તફાવત જોવા મળે છે.
Nippon India Small Cap Fund નું AUM લગભગ 68,572 કરોડ છે.
જ્યારે SBI Small Cap Fund નું AUM લગભગ 36,272 કરોડ છે.
Nippon પાસે ફંડ સાઈઝ મોટી હોવાથી તેને વધુ કંપનીઓમાં રોકાણ કરવું પડે છે અને તરલતા (Liquidity) જાળવવી પડે છે. જ્યારે SBI નાની સાઈઝ હોવાને કારણે અમુક ચોક્કસ કંપનીઓમાં વધુ ભરોસો મૂકીને હાઈ-કોન્વિક્શન (High Conviction) સ્ટ્રેટેજી અપનાવે છે.
રિસ્ક સામે કોણ આપે છે બેસ્ટ રિટર્ન?
શેરબજારમાં માત્ર રિટર્ન જોવું પૂરતું નથી, જોખમ કેટલું છે તે પણ જોવું પડે. અહીં 'Risk-adjusted returns' ના મામલે Nippon મેદાન મારી જાય છે.
Nipponનો શાર્પ રેશિયો (Sharpe Ratio) 0.92 છે.
SBIનો શાર્પ રેશિયો 0.60 છે.
સરળ ભાષામાં કહીએ તો, Nippon ફંડે જોખમની સરખામણીમાં રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે.
લાંબા ગાળે કોણે કરી કમાલ?
જો તમે લાંબા ગાળાના ખેલાડી છો, તો આ આંકડા તમારી આંખો ખોલી નાખશે. ઐતિહાસિક ડેટા મુજબ Nippon એ મોટાભાગના સમયગાળામાં SBIને પછાડ્યું છે:
1 વર્ષ: બજારમાં ઘટાડો હતો ત્યારે SBI માં 5.06% નો ઘટાડો નોંધાયો, જ્યારે Nippon માં માત્ર 4.32% નો ઘટાડો હતો.
3 વર્ષ (CAGR): Nippon એ લગભગ 22.65% રિટર્ન આપ્યું, જ્યારે SBI એ 15.32%.
5 વર્ષ: અહીં પણ Nippon આગળ રહ્યું 27.65% સાથે, જ્યારે SBI નું રિટર્ન 19.22% રહ્યું.
10 વર્ષ: લાંબા ગાળે પણ Nippon 20.82% અને SBI 18.38% રિટર્ન આપી ચૂક્યા છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે સાતત્યપૂર્ણ દેખાવમાં નિપ્પોન આગળ છે.
મંદીમાં કોણ છે સુરક્ષિત?
બજાર જ્યારે પડે છે ત્યારે તમારા પૈસા કેટલા સુરક્ષિત રહે છે તે જાણવું પણ જરૂરી છે. SBI Small Cap Fund સામાન્ય રીતે ઓછી કંપનીઓમાં વધુ પૈસા રોકે છે, જે 'હાઈ રિસ્ક - હાઈ રિટર્ન' વાળી રમત છે. બીજી તરફ, Nippon India Small Cap Fundનો પોર્ટફોલિયો ખૂબ જ ડાયવર્સિફાઈડ છે. ખાસ વાત એ છે કે Nippon સ્મોલ કેપ હોવા છતાં લગભગ 13% રોકાણ મોટી કંપનીઓમાં કરે છે. આના કારણે જ્યારે બજારમાં મંદી આવે છે, ત્યારે પણ આ ફંડમાં સ્થિરતા જળવાઈ રહે છે.
તમારે શું કરવું જોઈએ?
છેલ્લે નિર્ણય તમારો છે. જો તમે થોડું વધારે જોખમ લેવા તૈયાર હોવ અને ભવિષ્યમાં ખૂબ મોટા ઉછાળાની આશા રાખતા હોવ, તો SBI Small Cap સારો વિકલ્પ બની શકે છે. પરંતુ, જો તમે શ્રેષ્ઠ 'રિસ્ક-એડજસ્ટેડ' રિટર્ન અને પોર્ટફોલિયોમાં વિવિધતા ઈચ્છતા હોવ, તો Nippon India Small Cap આંકડાકીય રીતે વધુ મજબૂત દેખાય છે.
ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આ આર્ટિકલ ફક્ત જાણકારી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. moneycontrol તેના વાચકોને નાણાં સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારો સાથે અવશ્ય સલાહ લેવાની ભલામણ કરે છે.