Women’s Day 2026: FDનો મોહ છૂટ્યો, મહિલાઓનો મ્યુચ્યુઅલ ફંડ તરફ વધ્યો ક્રેઝ, ઇક્વિટીમાં રોકાણ 32% પહોંચ્યું
Women Investors in India: Women’s Day 2026 પર નવો રિપોર્ટ. ભારતીય મહિલાઓ હવે FD છોડીને Equity Mutual Fund માં રોકાણ કરી રહી છે. તેમનું ઇક્વિટી રોકાણ 10% થી વધીને 32% થયું છે.
Women’s Day 2026 પર નવો રિપોર્ટ. ભારતીય મહિલાઓ હવે FD છોડીને Equity Mutual Fundમાં રોકાણ કરી રહી છે.
Women Investors in India: Women’s Day 2026 નિમિત્તે ભારતીય મહિલાઓના રોકાણ અંગે એક મોટો અને સકારાત્મક ખુલાસો થયો છે. એક સમય હતો જ્યારે મહિલાઓ પોતાની બચત માત્ર ફિક્સ ડિપોઝિટ (FD), સોના કે પ્રોપર્ટીમાં જ રોકવાનું પસંદ કરતી હતી. પરંતુ હવે મહિલાઓ પરંપરાગત "સેફ્ટી-ફર્સ્ટ" (Safety-first) એટલે કે માત્ર સુરક્ષા જોવાની સ્ટ્રેટેજીમાંથી બહાર આવી રહી છે. Equirus Wealthના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, છેલ્લા 5 વર્ષમાં મહિલાઓનો FD પ્રત્યેનો લગાવ ઘટ્યો છે અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) તરફ તેમનો ભરોસો જબરદસ્ત વધ્યો છે.
આ રિપોર્ટ 55000થી વધુ મહિલા રોકાણકારો અને 100થી વધુ રિલેશનશિપ મેનેજરોના 5 વર્ષના ડેટા પર આધારિત છે. ચાલો જાણીએ મહિલાઓના રોકાણમાં કેવા મોટા ફેરફારો આવ્યા છે.
FDથી દૂરી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર પસંદગી
રિપોર્ટના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે મહિલાઓ હવે વધારે રિટર્ન માટે રિસ્ક લેતા શીખી ગઈ છે.
FDમાં ઘટાડો: છેલ્લા 5 વર્ષમાં મહિલાઓના પોર્ટફોલિયોમાં ફિક્સ ડિપોઝિટ (FD) નો હિસ્સો 45% થી ઘટીને માત્ર 20% રહી ગયો છે.
MFમાં વધારો: તેની સામે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનું રોકાણ 10% થી વધીને સીધું 32% સુધી પહોંચી ગયું છે.
અન્ય વિકલ્પો: આ ઉપરાંત PMS (પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ) અને AIF (અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ) જેવા હાઈ-રિટર્ન વિકલ્પોમાં પણ તેમનો હિસ્સો 3% થી વધીને 7% થયો છે.
બજાર ઘટે ત્યારે ડરતી નથી મહિલાઓ
પહેલા એવું માનવામાં આવતું હતું કે શેરબજાર ઘટે એટલે રોકાણકારો ગભરાઈને પૈસા ઉપાડી લે. પરંતુ આજની સ્માર્ટ મહિલા રોકાણકારો આમાં અપવાદ છે.
રિપોર્ટ મુજબ, આજે 75થી 90% મહિલા રોકાણકારો બજારમાં ઘટાડો આવે ત્યારે ગભરાઈને પૈસા ઉપાડવાના બદલે પોતાનું રોકાણ જાળવી રાખે છે અથવા તેને રિવ્યૂ કરે છે. સૌથી મોટી વાત એ છે કે, લગભગ 55% મહિલાઓ તો બજાર પડવા પર વધુ નવા પૈસા (Buy on dips) પણ રોકે છે, જે લાંબા ગાળા માટે તેમનો બજાર પરનો વિશ્વાસ દર્શાવે છે.
AIનો ઉપયોગ ખરો, પણ નિર્ણયો પોતાની બુદ્ધિથી
દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ડંકો વાગી રહ્યો છે, પણ ભારતીય મહિલાઓ આ મામલે ખૂબ જ સાવચેત છે. અધ્યયન મુજબ 35 થી 50% મહિલાઓ AI નો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરે છે. તેઓ AIનો ઉપયોગ માત્ર રિસર્ચ કરવા, માર્કેટ ટ્રેક કરવા કે નવું શીખવા માટે જ કરે છે. આખરી રોકાણનો નિર્ણય તો તેઓ પોતાની જાતે કે આર્થિક સલાહકારના માર્ગદર્શનથી જ લે છે. તેઓ મશીનના ઓટોમેટિક સૂચનો પર આંધળો વિશ્વાસ નથી કરતી.
રોકાણની નવી સ્ટ્રેટેજી: ‘બકેટ થિંકિંગ'
નિષ્ણાંતો છે કે, ભારતીય મહિલાઓ પોતાના આર્થિક ભવિષ્ય માટે પહેલા કરતા વધુ જાગૃત અને વ્યૂહાત્મક (Strategic) બની છે. હવે તેઓ કોઈ પણ સ્કીમ કે પ્રોડક્ટ આંખ બંધ કરીને ખરીદવાના બદલે "બકેટ થિંકિંગ" (Bucket Thinking) અપનાવી રહી છે.
એટલે કે, તેઓ પોતાના પોર્ટફોલિયોને અલગ-અલગ લક્ષ્યો માટે વેંચી રહી છે, જેમ કે:
* સુરક્ષા (Safety)
* ગ્રોથ અને વળતર (Growth)
* તરલતા એટલે કે જ્યારે જોઈએ ત્યારે રોકડ (Liquidity)
* ભવિષ્યની પેઢી માટે વારસો (Legacy)
* આવનારી પેઢી માટે લેગસી પ્લાનિંગ
ખાસ કરીને હાઈ-નેટ-વર્થ (HNI) મહિલાઓ હવે માત્ર પૈસા કમાવા પૂરતું સીમિત નથી રહી. 75 થી 90% મહિલાઓ લેગસી પ્લાનિંગ (વારસાગત આયોજન) પર સક્રિય ચર્ચા કરી રહી છે. તેઓ ઈચ્છે છે કે આવનારી પેઢીને માત્ર સંપત્તિ જ ન મળે, પણ સાથે સાથે આર્થિક શિસ્ત (Financial Discipline) પણ વારસામાં મળે.
ટૂંકમાં કહીએ તો, 5 વર્ષ પહેલાં જે મહિલાઓ માત્ર સોનું અને FD ને જ રોકાણ માનતી હતી, તેઓ હવે એસેટ એલોકેશન અને ગોલ-બેઝ્ડ (Goal-based) રોકાણ તરફ આગળ વધી છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર વિશેની તેમની વધતી સમજણ સાબિત કરે છે કે મહિલાઓ હવે ખરા અર્થમાં પોતાના આર્થિક નિર્ણયો લેવા સક્ષમ અને આત્મનિર્ભર બની રહી છે.
ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આ આર્ટિકલ ફક્ત જાણકારી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. moneycontrol તેના વાચકોને નાણાં સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારો સાથે અવશ્ય સલાહ લેવાની ભલામણ કરે છે.