કોંગ્રેસના 46 મુરતિયાઓની બીજી યાદી જાહેર, કયા કોણે મળી ટિકિટ? જુઓ સંપૂર્ણ લીસ્ટ - 46 candidates announced in the second list of congress bjp announced the first list today | Moneycontrol Gujarati
Get App

કોંગ્રેસના 46 મુરતિયાઓની બીજી યાદી જાહેર, કયા કોણે મળી ટિકિટ? જુઓ સંપૂર્ણ લીસ્ટ

ગઈ વખતની જેમ અડધી રાત્રે ફરીથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની કોંગ્રેસની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે જે બીજી યાદી જાહેર કરી છે તેમાં બીજા નવા 46 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 89 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે.

અપડેટેડ 11:33:28 AM Nov 12, 2022 પર
Story continues below Advertisement

Congress announced second list of candidates:ગ્રેસના બીજી ઉમેદવારના લિસ્ટની વાત કરીએ તો કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી સૌરાષ્ટ્ર કચ્છના 29 નામ હશે આમાં 17 સીટિંગ એમએલએ છે જેમણે રિપીટ કરાયા છે આ ઉપરાંત એકમાત્ર પાલીતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે જેમ ગત 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રીપીટ કરાયા છે.

કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર
1. વલસાડથી કમલકુમાર પટેલ઼
2. વાંસદાથી અનંતકુમાર પટેલ
3. નિઝરથી સુનિલભાઈ ગામિત
4. વ્યારાથી પુણાભાઈ ગામિત
5. ચોર્યાસીથી કાંતિલાલભાઈ પટેલ
6. મજૂરાથી બળવંત જૈન
7. ઉધનાથી ધનસુખ રાજપૂત
8. લિંબાયતથી ગોપાલભાઈ પાટીલ
9. કરંજથી ભારતી પટેલ
10. સુરત ઉત્તરથી અશોકભાઈ પટેલ
11. સુરત પૂર્વથી અસલમ સાયકલવાલા
12. માંડવીથી આનંદભાઈ ચૌધરી
13. માંગરોળથી અનિલભાઈ ચૌધરી
14. અંકલેશ્વરથી વિજયસિંહ પટેલ
15. ઝગડિયાથી ફતેહસિંહ વસાવા
16. વાગરાથી સુલેમાનભાઈ પટેલ
17. ડેડિયાપાડાથી જેરમાબેન વસાવા
18. ગઢડાથી જગદીશભાઈ ચાવડા
19. ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલ
20. પાલિતાણાથી પ્રવિણભાઈ રાઠોડ
21. તળાજાથી કનુભાઈ બારૈયા
22. સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત
23. રાજુલાથી અંબરિશ ડેર
24. અમરેલીથી પરેશ ધાનાણી
25. લાઠીથી વિરજી ઠુમ્મર
26. ઉનાથી પૂંજાભાઈ વંશ
27. સોમનાથથી વિમલ ચુડાસમા
28. જૂનાગઢના માંગરોળથી બાબુ વાજા
29. કેશોદથી હિરાભાઈ જોટવા
30. વિસાવદરથી કરસનભાઈ વાડોદરિયા
31. જૂનાગઢથી ભીખાભાઈ જોશી
32. ખંભાળિયાથી વિક્રમ માડમ
33. જામજોધપુરથી ચિરાગ કાલરિયા
34. જામનગર દક્ષિણથી મનોજ કથીરિયા
35. કાલાવડથી પ્રવીણ મૂછડિયા
36. ધોરાજીથી લલિત વસોયા
37. જેતપુરથી દીપક વેકરિયા
38. ગોંડલથી યતીશ દેસાઈ
39. વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદા
40. ટંકારાથી લલિત કગથરા
41. ચોટીલાથી ઋત્વિક મકવાણા
42. લીંબડીથી કલ્પનાબેન મકવાણા
43. દસાડાથી નૌશાદ સોલંકી
44. ભુજથી અર્જૂન ભુડિયા
45. માંડવીથી રાજેન્દ્રસિંહ જાડેજા
46. અબડાસાથી મામદ જત

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર લિસ્ટની જાણો 10 મોટી વાતો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરા
કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો આપી છે. કચ્છની અબડાસા બેઠક પર મહંમદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા ભુજમાં અરજણ ભુરીયાને ટિકિટ આપીને ત્રણેક જુના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે.

મધ્ય ગુજરાતમાં નવા ચહેરાને તક આપી
મધ્ય ગુજરાતની વાત કરીએ તો નર્મદા અને ભરૂચ જિલ્લામાં બે નવા ચહેરાને કોંગ્રેસ દ્વારા તક આપવામાં આવી છે, જ્યારે વર્તમાન એમએલએમાંથી વાસંદામાં આનંદ પટેલ, નિઝરમાં સુનીલ ગામિત, વ્યારામાં પુનાભાઈ ગામીત અને માંડવીમાં આનંદ ચૌધરીને રીપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.


બે દિવસથી કોંગ્રેસની ખાનગી મીટીંગો 
કોંગ્રેસમાં વધુને વધુ બેઠક આ વખતે મળે એ માટે એમણે એવી ચોંટીનું જોર લગાવ્યું છે, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસમાંથી ઘણા બધા વર્ષો જૂના MLA ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી કોંગ્રેસની ખાનગી મીટીંગોનો દોર યથાવત રહ્યો હતો ત્યારે બે દિવસના મનોમંથન બાદ કોંગ્રેસે ગત રાત્રે પોતાના ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કર્યું હતું.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2022 11:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.