Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે.
કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.
Due to serious medical condition , my father is admitted in hospital and I am withdrawing my candidature for Ahmedabad east parliament seat as Congress Candidate. I will extend complete support to the new candidate nominated by party. pic.twitter.com/oPVNBd7DqV
— Rohan Gupta (@rohanrgupta) March 18, 2024
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.