Haryana assembly elections 2024: હરિયાણા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ભાજપ, કોંગ્રેસ, જેજેપી સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો કોંગ્રેસ પણ જીતનો દાવો કરી રહી છે. દરમિયાન હવે કોંગ્રેસ કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોના નામ અને ટિકિટ વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે. હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાને તાજેતરમાં વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા વિશે પૂછપરછ કરવામાં આવી હતી. બાબરીયાએ કહ્યું છે કે વિનેશ ફોગાટ અથવા બજરંગ પુનિયાના નામ એ 32 ઉમેદવારોમાં નથી જેમના નામ પહેલાથી જ નક્કી થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં આ મામલે સ્પષ્ટતા આવશે.
બજરંગ-વિનેશ કેસી વેણુગોપાલને પણ મળ્યા હતા
હરિયાણામાં ચૂંટણી ક્યારે?
હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. અગાઉ મતદાનની તારીખ 1 ઓક્ટોબર અને પરિણામની તારીખ 5 ઓક્ટોબર હતી. જોકે, ભાજપ અને આઈએનએલડીએ ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગને ધ્યાનમાં લઈને મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે.