ભાજપનો સોનિયા ગાંધી પર મોટો આક્ષેપ, કહ્યું જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલી સંસ્થા સાથે સંબધ
એક્સ પર એક પછી એક અનેક પોસ્ટમાં ભાજપે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિકે કાશ્મીરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે સોનિયા અને જ્યોર્જ સોરોસનું આ જોડાણ ભારતના આંતરિક મામલામાં વિદેશી સંસ્થાઓનો પ્રભાવ દર્શાવે છે. જ્યારે બંનેનું આ જોડાણ ભારતના વિકાસને રોકવા અને અવરોધિત કરવાના તેમના સંયુક્ત ઉદ્દેશ્યને પણ દર્શાવે છે.
અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોને લઈને BJPએ ફરી એકવાર આક્ષેપોનો મોરચો ખોલ્યો છે.
અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોને લઈને BJPએ ફરી એકવાર આક્ષેપોનો મોરચો ખોલ્યો છે. ભાજપે સોશિયલ મીડિયા X પર અનેક પોસ્ટ્સ કરીને આરોપ લગાવતા કહ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે લિંક્સ ધરાવે છે. ભાજપે કહ્યું કે આ સંગઠન ભારત વિરોધી અને અલગતાવાદનું સમર્થક છે. ભાજપે કહ્યું કે ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ તરીકે, સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે.
This thread underlines a connection between the Congress party and George Soros, implying their shared goal of diminishing India's growth. Sonia Gandhi, as the Co-President of the FDL-AP Foundation, is linked to an organisation financed by the George Soros Foundation. Notably,… pic.twitter.com/q9mrJ1lY3h
એક્સ પર એક પછી એક અનેક પોસ્ટમાં ભાજપે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિકે કાશ્મીરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે સોનિયા અને જ્યોર્જ સોરોસનું આ જોડાણ ભારતના આંતરિક મામલામાં વિદેશી સંસ્થાઓનો પ્રભાવ દર્શાવે છે. જ્યારે બંનેનું આ જોડાણ ભારતના વિકાસને રોકવા અને અવરોધિત કરવાના તેમના સંયુક્ત ઉદ્દેશ્યને પણ દર્શાવે છે.
ભારતીય સંસ્થાઓ પર વિદેશી ફંડની અસર
ભાજપે વધુમાં દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરપર્સન હોવાથી તેમની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે ભાગીદારી છે. તે ભારતીય સંસ્થાઓ પર વિદેશી ફંડની અસર દર્શાવે છે.
શશિ થરૂરે જ્યોર્જ સોરોસને જૂના મિત્ર કહ્યા
ભાજપેએ એમ પણ કહ્યું કે અદાણી મુદ્દે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનું જ્યોર્જ સોરોસ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવેલ OCCRP દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આનાથી તેમના મજબૂત અને ખતરનાક સંબંધો અને ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારવાના તેમના પ્રયાસો સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ જાહેરમાં જ્યોર્જ સોરોસને તેમના જૂના મિત્ર કહ્યા છે. આ પણ વિચારવા જેવી બાબત છે.
ભારતની છાપને નુકસાન
BJPએ દાવો કર્યો હતો કે એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સના સહ-અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંકળાયેલા છે.આ અગાઉ ગુરુવારે પણ ભાજપે દાવો કર્યો હતો કે અમેરિકાના “ડીપ સ્ટેટ” એ ભારતની છબીને નુકસાન પહોંચાડવા માટે OCCRP અને રાહુલ ગાંધી સાથે સાંઠગાંઠ કરી છે.