દિલ્હીમાં 2025ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેને ધ્યાનમાં રાખીને તમામ પાર્ટીઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટી આગામી મહિનાથી રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ની તર્જ પર 'દિલ્હી ન્યાય યાત્રા' શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રા 8 નવેમ્બરે રાજઘાટથી શરૂ થશે અને વિધાનસભા ચૂંટણી પહેલા 4 ડિસેમ્બર સુધી ચાલશે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે સોમવારે આ અંગેની માહિતી આપી છે.