Maharashtra CM Oath Ceremony: મહારાષ્ટ્રને તેના નવા મુખ્યમંત્રી મળ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના આઝાદ મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ મેદાનની બહાર ભાજપ, શિવસેના અને એનસીપીના ઘણા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત અનેક વીવીઆઈપી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.