Electoral Bond: BSP સહિત આ પાર્ટીઓને નથી મળ્યો એક પણ પૈસો, ઈલેક્ટોરલ બોન્ડનો નવો ડેટા આવ્યો સામે
Electoral Bond New List: લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થાય તે પહેલા ઈલેક્ટોરલ બોન્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ દર્શાવે છે કે પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કેટલા પૈસા મળ્યા છે. વિપક્ષ ભાજપ પર ઘણા પ્રશ્નો પૂછી રહ્યો છે કારણ કે તેને સૌથી વધુ ફંડ મળ્યું છે. આ દરમિયાન નવા ડેટા પણ સામે આવ્યા છે.
Electoral Bond New List: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ પર નવો ડેટા જાહેર કર્યો છે.
Electoral Bond New List: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ પર નવો ડેટા જાહેર કર્યો છે. આ માહિતી સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બાદમાં સર્વોચ્ચ અદાલતે તેને સાર્વજનિક કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી ડિજિટલ સ્વરૂપમાં મેળવેલા ડેટાને અપલોડ કરતા કહ્યું કે, 'રાજકીય પક્ષો પાસેથી મળેલા ડેટાને સીલબંધ પરબિડીયામાં ખોલ્યા વિના સુપ્રીમ કોર્ટમાં જમા કરવામાં આવ્યો હતો.'
ચૂંટણી બોન્ડની બીજી યાદી દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજકીય પક્ષને કેટલા પૈસા મળ્યા. રવિવારે જાહેર કરાયેલ ECI ડેટાની પાર્ટી મુજબની યાદી નીચે મુજબ છે.
- ભાજપને કુલ રૂપિયા 6,986.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ મળ્યા. તેમાંથી 2,555 કરોડ રૂપિયા 2019-20માં મળ્યા હતા.
- તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂપિયા 1,397 કરોડ મળ્યા, જેનાથી તે બીજેપી પછી બીજી સૌથી મોટી પ્રાપ્તકર્તા પાર્ટી બની.
- કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કુલ રૂપિયા 1,334.35 કરોડ રિડીમ કર્યા.
- ચૂંટણી બોન્ડ દ્વારા મેળવનાર ચોથો સૌથી મોટો પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છે. તેણે રૂપિયા 1,322 કરોડના બોન્ડ રિડીમ કર્યા છે.
- દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને ચૂંટણી બોન્ડ દ્વારા રૂપિયા 656.5 કરોડ મળ્યા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગના રૂપિયા 509 કરોડનો સમાવેશ થાય છે.
- સપાને રૂપિયા 14.05 કરોડ, અકાલી દળને રૂપિયા 7.26 કરોડ, AIADMKને રૂપિયા 6.05 કરોડ અને નેશનલ કોન્ફરન્સને રૂપિયા 50 લાખ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા હતા.
- બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ), સીપીઆઈ (એમ) અને ઓવૈસીની એઆઈએમઆઈએમ દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, તેમને ચૂંટણી બોન્ડ દ્વારા એક પૈસો પણ મળ્યો નથી.
- ચૂંટણી પંચ દ્વારા માર્ચ 2018-એપ્રિલ 2019ના સમયગાળા માટે જાહેર કરાયેલા ચૂંટણી બોન્ડ ડેટામાં દાતાઓના નામ સામેલ નથી.