ગુજરાતની અમદાવાદ સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ પીએમ મોદીની ડિગ્રી પર માનહાનિના કેસમાં કોર્ટે બંને નેતાઓને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ સાથે સેશન્સ કોર્ટે રિવિઝન અરજી પણ સુનાવણી માટે સ્વીકારી છે.
અગાઉ મેટ્રો કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સાથે જ સમય મર્યાદા વીતી જતાં બંને નેતાઓ તેમના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા અને અરજી કરી હતી. જાણવા મળે છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે PM મોદીની ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઇશયૂ કરાયેલી ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે વાંધો વ્યક્ત કરતાં વર્ષ 2023માં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ગુજરાત યુનિવર્સિટી વતી અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીએ બંને નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવીને તેમણે યુનિવર્સિટીને બદનામ કરી છે.
રિવિઝન પિટિશનમાં 308 દિવસનો વિલંબ
બંને નેતાઓ પર 10,000 રૂપિયાનો દંડ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ સેશન્સ કોર્ટે અરજીને સુનાવણી માટે સ્વીકારી હતી. ન્યાયના હિતમાં, કોર્ટે મોડી અરજી માટેનો સમય માફ કર્યો અને અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર પ્રત્યેક 10,000 રૂપિયાનો દંડ લાદ્યો, જે યુનિવર્સિટીને ચૂકવવામાં આવશે.