ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડુ બાકી, ગમે ત્યારે લાગી શકે છે તાળા | Moneycontrol Gujarati
Get App

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડુ બાકી, ગમે ત્યારે લાગી શકે છે તાળા

સરકારના કાર્યક્રમો અને ખાનગી ઈવેન્ટ માટે અલગ અલગ દર નક્કી કરાયા છે, બાકી ભાડા વસુલાતમાં સરકાર નિષ્ક્રિય હોવાનો વિપક્ષનો આક્ષેપ, મહાત્મા મંદિરમાં સરકારના વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.

અપડેટેડ 11:22:37 AM Mar 20, 2025 પર
Story continues below Advertisement
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ધોળા હાથી સમાન સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ધોળા હાથી સમાન સાબિત થઈ રહ્યો છે. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, 2.32 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ભાડા પેટે વસુલવાની બાકી છે. કરોડો રૂપિયા ભાડું બાકી હોવા છતાંય સરકાર ગુલ્લાં તલ્લાં કરી સમય વ્યતિત કરી રહી છે.

મહાત્મા ગાંધીના જીવન અને ફિલસૂફીથી પ્રેરિત આ મંદિરને કોઈપણ સમયે તાળા લાગી શકે છે. વિધાનસભામાં મહાત્મા મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે મહાત્મા મંદિરમાંથી 2.32 કરોડ રૂપિયાનું ભાડું વસૂલવાનું બાકી છે.

કોઈપણ સમયે થઈ શકે તાળાબંધી

વિધાનસભામાં મહાત્મા મંદિરનો મુદ્દો ઉઠાવતા વિપક્ષે સરકારને સવાલ કર્યો હતો કે મહાત્મા મંદિરનું કરોડો રૂપિયાનું ભાડું બાકી છે ત્યારે શું સરકાર જાણીજોઈને તેને વસૂલવામાં ઢીલી રહી રહી છે? સામાન્ય રીતે, જો કોઈ પક્ષ કેન્દ્રને ભાડે આપવા માંગે છે, તો તેણે એડવાન્સ રકમ ચૂકવવી પડે છે, પરંતુ અહીં આવું કંઈ નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહાત્મા મંદિરની જાળવણી એટલી વધારે છે કે ગમે ત્યારે તેને તાળા લાગી શકે છે.

સમય પસાર કરી રહી છે સરકારઃવિપક્ષ


વિપક્ષનું કહેવું છે કે, મહાત્મા મંદિરનો ઉપયોગ માત્ર સરકારની ખુશામત કરવા માટે થઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે એડવાન્સ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હોવા છતાં મહાત્મા મંદિર ભાડે અપાયું ન હતું. બીજી તરફ, મહાત્મા મંદિરનું છેલ્લા 3 વર્ષમાં બાકી ભાડું રૂપિયા 3,33,72,076 હતું. સરકારે દાવો કર્યો હતો કે એક વર્ષમાં રુપિયા 1.01 કરોડનું ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું. જો કે, રુપિયા 2,32,72,076નું ભાડું હજુ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પોતે સ્વીકાર્યું છે કે ભાડા તરીકે રુપિયા 2.32 કરોડની મોટી રકમ બાકી છે. લાખો રૂપિયાનું ભાડું બાકી હોવા છતાં સરકાર નાની-નાની બાબતોમાં સમય વેડફાય છે.

આ પણ વાંચો- Weather Change: ગુજરાતમાં ગરમી વધી રહી છે, IMD તરફથી નવું અપડેટ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2025 11:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.