Manipur CM N Biren Singh : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા સાથે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળ્યાના લગભગ બે વર્ષ પછી મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું આવ્યું છે. ઘણા સમયથી તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી.