ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે મોદી સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે મોદી સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીમાં આજે ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારની સિદ્ધિઓ અને દેશના વિકાસ માટે કરવામાં આવેલા કામોની વિગતો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં ભાજપના સમર્થકો અને નાગરિકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જશે.
યોગી આદિત્યનાથ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે 10:45 વાગે લખનઉ ખાતે રાજ્ય ભાજપના મુખ્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસના કામો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં થયેલી પ્રગતિની વાત કરશે.
અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગણાવશે સિદ્ધિઓ
આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને દિલ્હીના મુખ્યમંત્રી પદે નિમણૂક પામેલા નેતા પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ બધા નેતાઓ પોતપોતાના રાજ્યોમાં મોદી સરકારના યોગદાન અને વિકાસના કામોની રૂપરેખા રજૂ કરશે.
જેપી નડ્ડાએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે મોદી સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે. અગાઉ સરકારો માત્ર ઘોષણાઓ કરતી હતી, જે ક્યારેય પૂરી થતી નહોતી. પરંતુ આજે મોદી સરકારની નીતિઓ અને કામગીરીએ રાજનીતિની દિશા બદલી દીધી છે.”
આતંકવાદ પર પ્રહાર: ઘરમાં ઘૂસીને મારવાની નીતિ
નડ્ડાએ આતંકવાદ સામે સરકારની કડક નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યું, “પહેલાં આતંકવાદી હુમલા થતાં ત્યારે ભારત અન્ય દેશો પાસે મદદ માગતું હતું. પરંતુ હવે ભારત દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને મારે છે.” તેમણે આ સંદર્ભમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરી આતંકવાદીઓના ખાત્મા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી.