PM Modi US Visit: શનિવારે અમેરિકામાં ક્વાડ સમિટ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ જો બાઈડેને આ સમિટનું આયોજન કર્યું હતું. અમેરિકામાં આયોજિત ક્વાડ સમિટમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. PM મોદી આજે (22 સપ્ટેમ્બર 2024) ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે.
પીએમ મોદીએ જો બાઈડેનને ભેટ આપી
PM મોદીની અમેરિકા મુલાકાત પર ફિલાડેલ્ફિયામાં વસતા ભારતીયોએ તેમના અનુભવને જાદુઈ ગણાવ્યો છે. ભારતીય સમુદાયના એક સભ્યએ કહ્યું, "તે એક સંપૂર્ણ જાદુઈ અને સ્વર્ગીય અનુભવ હતો, જેનું વર્ણન કરી શકાતું નથી. આ એક ઐતિહાસિક સફર છે અને જીવનકાળમાં એકવારની તક છે."
મારો મિત્ર ભારતથી આવ્યો, બાઈડને PM મોદીનું ખાસ રીતે કર્યું સ્વાગત
ડેલવેર ખાતેના તેમના નિવાસસ્થાને રાષ્ટ્રપતિ જો બાઈડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આવતાની સાથે જ હાથ મિલાવ્યો, પછી તેમને ગળે લગાવ્યા અને ખાસ રીતે હાથ મૂક્યો અને પછી તેમને તેમના ઘરની અંદર લઈ ગયા હતા.