PM મોદીએ 24 કલાક પહેલા જ જણાવી દીધું કે, કેવું રહેશે કાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ?
બજેટ સત્ર પર PM Modi: બજેટ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે અને અમે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.
Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) આવતીકાલે 23મી જુલાઈએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરશે. આ પહેલા સોમવારે સંસદનું બજેટ સત્ર પણ શરૂ થયું અને આ પ્રસંગે પીએમ મોદીએ 24 કલાક પહેલા જ કહ્યું, કેવું રહેશે આવતીકાલનું બજેટ, જાણો ક્યાં રહેશે ફોકસ. પીએમએ કહ્યું કાલે રજૂ થવા જઈ રહેલું મજબૂત બજેટ જે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર ફોકસ કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ છે.
બજેટ વિકસિત ભારત પર ફોકસ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટ સત્ર છે અને અમે દેશવાસીઓને જે ગેરંટી આપી રહ્યો છું તેને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધવાનું છે. અમૃતકાલનું આ મહત્ત્વનું બજેટ છે, જે પાંચ વર્ષ માટે અમારા કામની દિશા નક્કી કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આવતીકાલે રજુ થનાર બજેટ આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવાના ટાર્ગેટ પર ફોકસ કરશે.
PMએ કહ્યું- અમે કાલે મજબૂત બજેટ લાવીશું
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે આવતીકાલે એક મજબૂત બજેટ રજૂ કરવા આવીશું અને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી તમામ શક્તિનો ઉપયોગ કરીશું. ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે અને અમે સતત ત્રીજી વખત 8 ટકા વૃદ્ધિ સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. હકારાત્મક દૃષ્ટિકોણ અને સતત વધતું રોકાણ આનો પુરાવો છે.
દેશનું સામાન્ય બજેટ (બજેટ 2024) આવતીકાલે 23મી જુલાઈએ રજૂ કરવામાં આવશે, આ પહેલા ચૂંટણીનું વર્ષ હોવાને કારણે વચગાળાનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. દેશમાં સતત ત્રીજી વખત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું આ પ્રથમ બજેટ હશે. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને દેશમાં NDA ગઠબંધનની સરકાર છે અને લોકોને આ વખતના બજેટમાં આ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દેશની પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું આ વાર્ષિક બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
મધ્યમ વર્ગને મળી શકે છે રાહત!
નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે રજુ થનાર કેન્દ્રીય બજેટ 2024 થી પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સ છૂટ અને ટેક્સ સ્લેબમાં ફેરફાર પર ફોકસ આપી શકે છે. કર્મચારીઓને આશા છે કે સરકાર આ વખતના બજેટમાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાતની મર્યાદા વધારવાના પ્રસ્તાવની જાહેરાત કરીને મોટી જાહેરાત કરી શકે છે. આ કાપ, જે નાણાકીય વર્ષ 2014-15 થી રૂપિયા 1.5 લાખ પર સ્થિર છે, તે આ બજેટમાં રૂપિયા 2 લાખ સુધી જઈ શકે છે. તેનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે.