પીએમ મોદીનો આ બિહાર પ્રવાસ માત્ર વિકાસની દૃષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પણ ઐતિહાસિક રહ્યો. ઓપરેશન સિંદૂરની સફળતા અને વિકાસના ભવ્ય પ્રોજેક્ટ્સ દ્વારા પીએમ મોદીએ બિહારની જનતાને એક મજબૂત સંદેશ આપ્યો છે કે નવું ભારત વચનો પૂરાં કરે છે અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિહાર પ્રવાસ આજે બીજા દિવસે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બિહાર પ્રવાસ આજે બીજા દિવસે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગુરુવારે શરૂ થયેલા આ બે દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ પટના એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને બિહતા ખાતે નવા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, પટનામાં લગભગ એક કલાક ચાલેલો ભવ્ય રોડ શો પણ યોજાયો, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આજે, બીજા દિવસે, પીએમ મોદીએ રોહતાસના બિક્રમગં જથી રાજ્યને 48,500 કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભેટ આપી અને એક વિશાળ જાહેર સભાને સંબોધી.
વચન પૂરું કરવાનો વાયદો
બિક્રમગંજની સભામાં પીએમ મોદીએ જણાવ્યું કે, "બિહારના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોની હાજરી આ ઘટનાને ખાસ બનાવે છે." તેમણે ભગવાન રામના 'પ્રાણ જાય પણ વચન ન જાય'ના સિદ્ધાંતને નવા ભારતની નીતિ ગણાવી.
#WATCH | Karakat, Bihar | Prime Minister Narendra Modi says, "... Pakistan and the world have seen the power of India's daughters' Sindoor... The world has seen the unprecedented valour and courage of the BSF during Operation Sindoor... While performing the sacred duty of serving… pic.twitter.com/38eFvCPtww
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા પર બોલતાં કહ્યું, "પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હું બિહારની ધરતી પરથી વચન આપ્યું હતું કે આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરીશું. આજે હું મારું વચન પૂરું કરીને બિહાર આવ્યો છું. જેમણે બહેનોનું સિંદૂર ભૂંસવાની હિંમત કરી, તેમના ઠેકાણા અમારી સેનાએ ખંડેરમાં ફેરવી દીધા. ભારતની દીકરીઓના સિંદૂરની શક્તિ પાકિસ્તાને જોઈ, અને દુનિયાએ પણ જોઈ."
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું, "ઓપરેશન સિંદૂર એ તો ફક્ત એક તીર છે. આતંકવાદ સામે ભારતની લડાઈ ક્યારેય થોભી નથી, ને રોકાશે. જો આતંક ફરી ઉભું થશે, તો ભારત તેને ઘરમાં ઘૂસીને ખતમ કરશે. દેશનું અહિત કરનારા, પછી તે સરહદ પાર હોય કે દેશમાં, તેમની સાથે અમારી દુશ્મની છે." આ નિવેદનથી પીએમ મોદીએ ભારતની ઝીરો ટોલરન્સ નીતિને મજબૂત કરી.
#WATCH | Karakat, Bihar | Prime Minister Narendra Modi says, "... Pakistan and the world have seen the power of India's daughters' Sindoor... The world has seen the unprecedented valour and courage of the BSF during Operation Sindoor... While performing the sacred duty of serving… pic.twitter.com/38eFvCPtww — ANI (@ANI) May 30, 2025
બિહારના વિકાસનું બ્લૂપ્રિન્ટ
આજે કારાકાટમાં પીએમ મોદીએ 48,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, જેમાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના સ્ટેજ-2નો સમાવેશ થાય છે, જેની કિંમત 29,930 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સ બિહારની કનેક્ટિવિટી, એનર્જી સિક્યોરિટી અને ઈકોનોમિક ગ્રોથને બૂસ્ટ આપશે.
બિહાર ચૂંટણી પહેલાં મોદીનો માસ્ટરસ્ટ્રોક
આ પ્રવાસ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તૈયારીઓનો એક ભાગ માનવામાં આવે છે. પીએમ મોદીની આ વિઝિટ અને રેલીઓ BJPના કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને રાજ્યમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા માટે મહત્વની છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મળીને ડબલ એન્જિન સરકાર રાજ્યના વિકાસને નવી દિશા આપી રહી છે.
જનતાનો ઉત્સાહ અને રાજકીય સંદેશ
પટનાના રોડ શોમાં હજારો લોકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો, જેમણે દેશભક્તિના સૂત્રો અને તિરંગા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું, "પટનાના રોડ શોમાં મળેલો પ્રેમ અને ઉત્સાહ હૃદયને સ્પર્શી ગયો. બિહારની જનતાનો આ ઉત્સાહ દેશના વિકાસની ગાથા લખશે."