નવો ફ્લેટ, જમીન કે ઘર ખરીદ્યું છે? તો તરત ભરી દો આ ટેક્સ નહીંતર જપ્ત થઈ જશે સંપત્તિ
જો કોઈ જમીન કે ઘર (house) ખરીદ્યું છે તો તેણે મ્યુનિસિપલ બોડીને છ મહિના અને વર્ષના આધાર પર પ્રૉપર્ટી ટેક્સ (Property Tax) ભરવાનું રહેશે, નહીંતર ભારી દંડ ભરવો પડી શકે છે. સાથે જ સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે.
જો તમે કોઈ જમીન (Land), ફ્લેટ, મકાન કે બિલ્ડિંગ ખરીદ્યું હોય તો તમારે પ્રૉપર્ટી ટેક્સ (Property Tax) ભરવો પડશે. કોઈપણ પ્રકારની સ્થાવર સંપત્તિ પર પ્રોપર્ટી ટેક્સ ભરવો ફરજિયાત છે, જે સંબંધિત નિકાયમાં જમા કરાવવાનો રહેશે. સ્થાવર સંપત્તિના માલિકે છ મહિના કે ફરી વર્ષના આધાર પર Property Tax આપવાનો રહેશે. જો તમે આ ટેક્સ નહીં ભરો તો તમારે દંડની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
પ્રૉપર્ટી ટેક્સમાં શું-શું છે?
પ્રૉપર્ટી ટેક્સ તે જ રીતે ચૂકવવામાં આવે છે, જે રીતે રેગુલર ઈનકમ વાળા વ્યક્તિ ટેક્સ ચૂકવે છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ 1888 (MMC Act) મુજબ, મ્યુનિસિપલ બોડી દ્વારા વસૂલવામાં આવતા પ્રૉપર્ટી ટેક્સમાં સીવરેજ ટેક્સ, જનરલ ટેક્સ, એજ્યુકેશન સેસ, સ્ટ્રીટ ટેક્સ અને બેટરમેન્ટ ચાર્જિસનો સમાવેશ થાય છે. પ્રૉપર્ટી ચાર્જ ઘણા શહેરોમાં બે વખત છ-છ મહિનામાં પર ચૂકવવામાં આવે છે.
જો આ ટેક્સ નહીં ભરાય તો શું થશે?
પ્રોપર્ટી ટેક્સ ઘર અથવા જમીનના માલિકને મોકલવામાં આવે છે. જો તે ચૂકવવામાં નિષ્ફળ જાય તો દંડ અથવા વ્યાજ અથવા બન્ને વસૂલવામાં આવી શકે છે. આ પછી, કમિશનર દ્વારા વોરંટ રજૂ કરવામાં આવે છે અને 21 દિવસનો સમય આપવામાં આવે છે. જો આ 21 દિવસમાં પણ ટેક્સ જમા નહીં થાય તો સંપત્તિ જપ્ત થઈ શકે છે. સાથે જ તે વ્યક્તિને ડિફૉલ્ટ જાહેર કરવામાં આવશે અને તે તેની સંપત્તિ વેચી નહીં શકશે.
આ પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે
પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફૉલ્ટર વ્યક્તિનું માત્ર ધર જ જપ્ત નહીં કરી શકે, પરંતુ ઘણી બાબતો પણ બની શકે છે. પ્રોપર્ટીને વેચીને ટેક્સની રકમ વસૂલ કરી શકાય છે. સાથે જ તે વ્યક્તિ વિરુદ્ધ કેસ પણ દાખલ કરી શકાય છે. આ સિવાય, કેટલાક કેસમાં કોઈને જેલમાં મોકલવાની પણ જોગવાઈ છે.
રેન્ટ પર છે મકાન તો કોણ ભરશે આ ટેક્સ?
નિયમો અનુસાર, જો કોઈ નકાન માલિક તેનો ઘરને ભાડે આપ્યું હોય તો તેણે વર્ષના અથવા છ મહિના પર પ્રોપર્ટી ટેક્સ ભરવાનું રહેશે. જો કે મકાન માલિક આ ટેક્સ ચુકવામાં નિષ્ફળ થયા તો તેમનું મકાનમાં ભાડે રહેતા વ્યક્તિએ પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. જો ભાડૂતરી પણ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો ઇનકાર કરે તો પણ મ્યુનિસિપલ બોડીને તે વસૂલ કરવાનો અધિકાર છે.