Housing Demand: વર્ષ 2023થી દેશનું હાઉસિંગ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું છે. 2024માં પણ મકાનોની માંગ વધી રહી છે. આ વર્ષના જાન્યુઆરીથી માર્ચની વચ્ચે દેશના ટોચના 8 શહેરોમાં મકાનોના વેચાણમાં 41 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 1,20,640 યુનિટના આંકડા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 85,840 યુનિટ હતો. નવા ટ્રેન્ડમાં જોવામાં આવ્યું છે કે સસ્તા મકાનોની માંગ ઝડપથી ઘટી છે. લોકો હવે મોટા મકાનો તરફ વળ્યા છે.
45 લાખ સુધીના મકાનોના વેચાણમાં ઘટાડો
1 કરોડથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં તીવ્ર ઉછાળો
રિપોર્ટ અનુસાર, કોવિડ 19 પછી લોકોને મોટા ઘરની જરૂરિયાત અનુભવવા લાગી. તેથી, છેલ્લા ઘણા સમયથી લોકો માત્ર મોટા મકાનો ખરીદવા માંગે છે. 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1 કરોડ રૂપિયાથી વધુના મોંઘા મકાનોનું વેચાણ 37 ટકા રહ્યું છે. 2023 ના પહેલા ક્વાર્ટરમાં આ આંકડો 24 ટકા હતો. જો કે, આ સમયગાળા દરમિયાન રૂ. 45 થી 75 લાખની કિંમતના મકાનોનું વેચાણ 26 ટકા રહ્યું હતું, વેચાણનો આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં સમાન રહ્યો હતો. આ પછી 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના મકાનોનું વેચાણ ગયા વર્ષના 12 ટકાથી વધીને 15 ટકા થઈ ગયું છે.
1,10,880 કરોડના મકાનો વેચાયા હતા
આ રિપોર્ટમાં દિલ્હી એનસીઆર, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) અને પુણેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી NCRમાં ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદનો સમાવેશ થાય છે. બીજી તરફ, થાણે અને નવી મુંબઈના વેચાણના આંકડાઓને એમએમઆરમાં સામેલ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વેચાયેલા મકાનોની કુલ કિંમત રૂપિયા 1,10,880 કરોડ હતી.