પ્રોપર્ટી ગુરૂ: દેશનાં ટૉપ 8 શહેરોમાં વેરહાઉસિંગનો ગ્રોથ | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: દેશનાં ટૉપ 8 શહેરોમાં વેરહાઉસિંગનો ગ્રોથ

આગળ જાણકારી લઈશું નાઇટ ફ્રેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટ - ઇન્ડસ્ટ્રીયલ અને લોજીસ્ટીક તેમજ અમદાવાદ બ્રાન્ચ ના ડિરેક્ટર બલબિરસિંહ ખાલસા પાસેથી.

અપડેટેડ 04:59:41 PM Jun 24, 2023 પર
Story continues below Advertisement

નાઇટ ફ્રેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટ - ઇન્ડસ્ટ્રીયલ અને લોજીસ્ટીક તેમજ અમદાવાદ બ્રાન્ચ ના ડિરેક્ટર બલબિરસિંહ ખાલસાના મતે -

ટાયર 1 સિટીમાં 51.3 મિલિયન SqFtનું લિઝીંગ થયું છે. ટાયર 2 સિટીમાં 14 મલિયન SqFtનું લિઝીંગ થયું છે. આ વર્ષમાં કુલ 65 મિલિયન SqFtનું લિઝીંગ થયું છે. આ વર્ષે ઇકોમર્સનું ટ્રાન્ઝેક્શન 71 ટકા ઘટ્યું છે. 3PL સેકટરે 34 ટકા વધારે જગ્યા લિઝ પર લીધી રહી છે. મેન્યુફેક્ચરિંગ સેકટરે 9 ટકા વધારે જગ્યા લિઝ પર લીધી છે.

ગ્રેડ Aના વેરહાઉસનો 30 મિલિયન SqFtનું લિઝીંગ થયું છે. ગ્રેડ Aના વેરહાઉસની વેકન્સી ઘટી છે. વેરહાઉસિંગનો રેન્ટમાં 3 થી 8 ટકાનો વધારો થયો છે. બાંધકામ ખર્ચ વધતા રેન્ટ વધ્યાં છે. 3PL વેરહાઉસ માટે ખાસ સુવિધા જરૂરી છે. 3PLમાં બે પ્રકારના અલગ અલગ વેરહાઉસ હોય છે. 3PLમાં 12 થી 13 મીટરની હાઇટવાળા વેરહાઉસ હોય છે.


ફ્લોરિંગની સ્ટ્રેન્થ વધુ હોવી જરૂરી હોય છે. 3PLમાં વિવિધ સિક્યુરિટી અને સેફટીની વ્યવસ્થા અપાય છે. અમદાવાદમાં દર વર્ષે 4 થી 5 મિલિયન SqFtનુ લિઝિંગ થાય છે. 40,000 થી 1લાખ SqFtની વેરહાઉસની સાઇઝ હોય છે.

ઇકોમર્સ દ્વારા મોટા વેરહાઉસનો ઉપયોગ થાય છે. ઇકોમર્સના વેરહાઉસમાં રોબોટનો ઉપયોગ પણ થાય છે. ઇકોમર્સ 2 થી 5 લાખ SqFtના વેરહાઉસ લે છે. વેરહાઉસ માટેની જમીનની કિંમત 1 થી 2 કરોડ પ્રતિ એકર છે. 2500 થી 4000/મીટર કિંમત વેરહાઉસ માટે યોગ્ય હોય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 24, 2023 4:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.