Credai પ્રાઇસ ટ્રેકર રિપોર્ટ મુજબ દેશની ટાપ 8 શહેરોમાં ઘરની કિંમત 8 ટકા વધી છે. અમદાવાદમાં ઘર 8 ટકા મોંઘા થયા છે. અમદાવાદના દરેક વિસ્તારોમાં ઘરોની કિંમત વધી રહી છે. માઇગ્રેશનને કારણે અમદાવાદમાં ઘરોની માંગ વધી રહી છે. જમીનની કિંમતોમાં વધારો થવાથી ઘરની કિંમતો વધી રહી છે. વેસ્ટ અમદાવાદમાં કિંમતો વધારે છે. હવે ઇસ્ટ અમદાવાદમાં પણ પ્રોપર્ટી મોંઘી થઇ છે.
દરેક સેગ્મેન્ટની પ્રોપર્ટીની કિંમતો વધી વધી છે. વસ્ત્રાલ થી નિકોલ વિસ્તારમાં કિંમતો વધી રહી છે. વૈષ્ણવ દેવી, ત્રાગડ, સાઉથ બોપલ અને શેલામાં કિંમતો વધી રહી છે. ગુજરાતમાં હોમલોન ડિઝબર્ઝમેન્ટની રકમમાં 60 ટકાનો વધારો થયો છે. ગુજરાત બહારથી પણ માઇગ્રેશન ગુજરાતમાં થયુ છે. લક્ઝરી અને સેમી લકઝરી સેગ્મેન્ટમાં ઘરોની માંગ વધી રહી છે. અફોર્ડેબલ સેગ્મેન્ટના ઘરોની પણ માંગ વધી રહી છે.
કોવિડ દરમિયાન હોમલોનના વ્યાજદર ઘણા નીચા હતા. ઓછા વ્યાજદરને કારણે લોન પર ઘરોની ખરીદારી થઇ છે. નોકરી કરનાર લોકો પર વ્યાજદર વધારાની અસર આવી શકે છે. પગારદાર વર્ગ લોન લેતા પહેલા ફેરવિચારણા કરી શકે છે. ગ્લોબલ સ્થિતીને જોતા વ્યાજદરમાં વધારો શક્ય છે. સસ્ટેનેબિલિટી તરફ હવે કામ કરવું જરૂરી છે. લીડ સર્ટિફાઇડ બિલ્ડિંગ્સની માંગ વધી રહી છે.
ગ્રીન સર્ટિફિકેશન સાથેના પ્રોજેક્ટની માંગ વધી રહી છે. મલ્ટીનેશનલ કોર્પોરેશન આવી સર્ટિફાઇડ બિલ્ડિંગ્સ ઇચ્છે છે. લાર્જ ઇન્ડિયન કોર્પોરેટસની પણ સસ્ટેનેબલ બિલ્ડિંગ્સની માંગ વધી રહી છે. રિયલ સેક્ટર હવે ગ્રીન બિલ્ડિંગ્સ પર ભાર આપે છે. લીડ બિલ્ડિંગ્સ માટે અમુક પ્રીમિયમ ચાર્જ લાગે છે. આવા બિલ્ડિંગ્સનો ઓપરેશન કોસ્ટ ઘણી ઓછી થાય છે.
સવાલ -
પહેલો ગ્રાહક 40 લાખ રૂપિયાનું ઘર ખરીદે છે તો તે 2.40 લાખની સ્ટેમ્પડયુટી ચુકવે છે, એટલે કે એને ઘર 42.40 લાખમાં મળે છે. હવે 10 વર્ષ પછી જ્યારે આ ઘર 60 લાખમાં વેચીએ તો બીજો બાયર ફરી 3.60 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચુકવે છે. તો આ કેસમાં સરકારને 6 લાખ રૂપિયાની સ્ટેમ્પડ્યુટી મળે છે. જે પ્રોપર્ટીની કિંમતના 10 ટકા છે. સરકાર પહેલા ચુકવાયેલી સ્ટેમ્પ ડયુટી બાદ કરીને બાકીની રકમ જ કેમ નથી લેતી?
જવાબ -
ડાયરેક્ટ ટેક્સ સરકારની આવકનો મોટો ભાગ છે. સરકારને વિવિધ ખર્ચ માટે ટેક્સની આવકની જરૂર છે. સરકાર ટેક્સ ઘટાડે તો GDP પર માઠી અસર આવશે. સરકાર માટે ટેક્સની આવક જરૂરી છે.
સવાલ -
6 વર્ષ પહેલા 4 વર્ષ જુનો ફ્લેટ ખરીદ્યો હતો. હાલ 45 ટકા અપ્રિસિયેશન મળી રહ્યું છે. તો 10 વર્ષ જુની આ પ્રોપર્ટી વેચી દેવી જોઇએ કે રાહ જોવી જોઇએ
જવાબ -
તમે આ ફ્લેટ સેલ કરી, તમારૂ રોકાણ કોઇ નવા પ્રોજેક્ટમાં ફેરવી શકો છો.
સવાલ -
મારા માતાપિતા જો મારા નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરે, તો તેમા મારા ભાઇ બહેન વાંધો ઉઠાવી શકે?
જવાબ -
તમારા ભાઇ બહેન માતાપિતાની પ્રોપર્ટીમાં સરખાભાગની માંગણી કરી શકે છે. તમારા માતા પિતા વીલમાં આ ઘર તમને આપી શકે છે. એ વીલ પ્રમાણે ભવિષ્યમાં તમે ઘર તમારે નામે કરાવી શકશો. તમારે વકીલની સલાહ લઇ આગળ વધવુ હિતાવહ રહેવું જોઇએ.
સવાલ -
હોમ અસેસ્ડ વેલ્યુ, માર્કેટ વેલ્યુથી અલગ કેમ હોય છે? શું મારે બાયરને ક્લોઝિંગ કોસ્ટ પે કરવી પડશે?
જવાબ -
અસેસ્ડ વેલ્યુ સરકારના સર્કલ રેટ પર નિર્ભર હોય છે. સર્કલ રેટ એટલે કે જંત્રી રેટ થયા છે. માર્કેટ રેટ અને સર્કલ રેટમાં તફાવત હોય શકે છે. સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ચાર્જ ડોક્યુમેન્ટ જે રકમ હશે એ મુજબ લાગશે. બાયર્સે તમામ એડીશનલ ખર્ચ ભોગવવાના હોય છે. સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ખરીદારે ભરવાના થાય છે.