ગુજરાતમાં હોમલોનમાં ઘટાડો જોવા મળ્યો. Q1FY2025માં ગુજરાતમાં ઓછી હોમલોન લેવાઇ. પાછલા વર્ષે કુલ 1.5 લાખ હોમલોન ગુજરાતમાં લેવાઇ હતી. આ વર્ષ માત્ર 1.01 લાખ હોમલોન ગુજરાતમાં લેવાઇ છે.
દર્શકોના દરેક સવાલના જવાબ આજે આપણે લઈશું કુશ્મન & વેકફીલ્ડના ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શનના જીગર મોતા પાસેથી.
ગુજરાતમાં હોમલોનમાં ઘટાડો જોવા મળ્યો. Q1FY2025માં ગુજરાતમાં ઓછી હોમલોન લેવાઇ. પાછલા વર્ષે કુલ 1.5 લાખ હોમલોન ગુજરાતમાં લેવાઇ હતી. આ વર્ષ માત્ર 1.01 લાખ હોમલોન ગુજરાતમાં લેવાઇ છે. દર્શકોના દરેક સવાલના જવાબ આજે આપણે લઈશું કુશ્મન & વેકફીલ્ડના ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શનના જીગર મોતા પાસેથી.
સવાલ: મારે થલતેજ નજીક પેલેડિયમ મોલ પાસે એક હાઉસિંગ સોસાયટીમાં ટેનામેન્ટ ખરીદવું છે. પ્લોટનો એરિયા લગભગ 82 ચોરસ યાર્ડ છે. મિલકત 35 વર્ષ જૂની હોવાથી મારે તે તોડીને નવું બાંધકામ કરવું પડશે. શું તેને થોડું લંબાવીને અને તેના પર ઇમ્પેક્ટ ફી ચૂકવીને નવીનીકરણ કરવું જોઈએ કે નવા નિયમો અનુસાર પ્લાન પાસ કરાવવાની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ?
જવાબ: મહાવીર શાહને જવાબ આપતા કહ્યું કે ઇમ્પેક્ટ ફીની વિન્ડો હવે બંધ થઇ ચુકી છે. હવે સરકાર આ સ્કીમ લાવશે કે નહી કહેવું મુશ્કેલ છે. પરમિશન વગર એકસટેન્શન ન કરવું જોઇએ. AMC આવા બાંધકામ ડિમોલીશ કરી શકે છે.
સવાલ: મારી પાસે એક મકાન છે પણ બહુ જૂનું છે, પડવાની સ્થિતિમાં છે... મારે ત્યાં જ નવું મકાન બનાવવું હોય તો સરકાર તરફથી એના માટે કોઈ મદદ મળે?
જવાબ: સાગર ચંડેગરાને જવાબ આપતા કહ્યું કે સરકાર દ્વારા જૂના મકાનને નવુ કરવા પર કોઇ રાહત નથી. પહેલાથી મકાન હોય તો PMAY યોજનાનો લાભ પણ મળશે નહી.
સવાલ: મારે રિસોર્ટ હોલિડે હોમ્સમાં રોકાણ કરવું છે. તેના ફાયદા અને ગેરફાયદા કયા? મુંબઈની નજીકની મિલકતો માટે રોકાણ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ: રજત વાઘેલાને જવાબ આપતા કહ્યું કે હોલિ ડે હોમમાં રોકાણ એ હાલ ટ્રેન્ડમાં છે. ડેવલપર અંગે તેમજ તેના જુના પ્રોજેક્ટ અંગે પુરતી માહિતી મેળવી રોકાણ કરો.
સવાલ: હું નજીકના ભવિષ્યમાં સુરત શિફ્ટ થવાનો છું... મારે ફર્નિશ્ડ 1BHK ભાડે લેવો હોય તો કયા વિસ્તારમાં લેવાય, જ્યાં મને 24 કલાક પાણી અને વીજળીનો પુરવઠો મળે?
જવાબ: તરલ શાહને જવાબ આપતા કહ્યું કે સુરતમાં 1 BHKના ફ્લેટ ભાડે મળવા મુશ્કેલ છે. ભાડા ઘરના માટેના વિકલ્પો અલથાણ, પાલનપુર પાટીયા પર મળશે. તમે ઘોડદોડ રોડ પર પણ ઘર ભાડે લઇ શકો. સુરતમાં પાણી અને વીજળીની સપ્લાય સારી છે. સુરતમાં ટોરેન્ટ પાવર વીજળી સપ્લાય કરે છે.
સવાલ: શું પોશ લોકેશનમાં આવેલી 10 માળની બિલ્ડિંગ રિડેવલપમેન્ટમાં જઈ શકે છે? સોસાયટીમાં કુલ 336 સભ્યો છે અને મારી જાણકારી મુજબ, અનુમતિપાત્ર FSI આશરે 30 માળની છે.
જવાબ: અધિરાજ રાજપુતને જવાબ આપતા કહ્યું કે તમારી બિલ્ડિંગ રિડેવલપમેન્ટમાં જઇ શકે. રિડેવલપમેન્ટમાં જવા માટે 75% સભ્યોની મંજૂરી જરૂરી છે.