Gujarat Republic Day tableau: દેશ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયાર છે. દિલ્હીમાં યોજાનારી મુખ્ય પરેડમાં ગુજરાતની એક ઝાંખી પણ દર્શાવવામાં આવશે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર 'ગુજરાત: આનર્તપુરથી એકતા નગર - વારસો તેમજ વિકાસ' થીમ પર આધારિત એક ઝાંખી રજૂ કરવામાં આવશે. ગુજરાતના ટેબ્લોમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના 'કીર્તિ તોરણ'થી લઈને 21મી સદીના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીના રાજ્યના સાંસ્કૃતિક વારસા તેમજ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની 'આત્મનિર્ભરતા' દર્શાવવામાં છે. પ્રદર્શનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતની ઝાંખીમાં વિકાસની ગાથા જોવા મળશે
ગુજરાતના ઝાંખીના આગળના ભાગમાં, વડનગરમાં સ્થિત 12મી સદીના ગુજરાતના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર 'કીર્તિ તોરણ' છે, જે સોલંકી સમયગાળા દરમિયાન બંધાયું હતું, અને અંતે, 21મી સદીનું ગૌરવ, 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ બે વારસા વચ્ચે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા જબરદસ્ત વિકાસની પ્રતિકૃતિઓ છે.
ઝાંખીના છેલ્લા ભાગમાં 21મી સદીના ગૌરવ અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ તરીકે દેશભરના ખેડૂતો પાસેથી એકત્રિત કરાયેલા લોખંડથી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા દર્શાવવામાં આવશે.